નાણા મંત્રાલય
AKAM મેગા વીકની ઉજવણી કરવા 75 CPSEsનું પ્રદર્શન, સીઇઓનું સંમેલન, શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન થયું
AKAM મેગા શો CPSEsના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, નાગરિક સમાજના સભ્યો, ઉદ્યોગજગત અને શૈક્ષણિક જગતના પ્રતિનિધિઓને એકમંચ પર લાવતી પ્રથમ પ્રકારનો કાર્યક્રમ બની રહ્યો
Posted On:
12 JUN 2022 5:41PM by PIB Ahmedabad
નાણાં મંત્રાલયની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM) સપ્તાહની ઉજવણી અંતર્ગત 6થી 12 જૂન, 2022 સુધી જાહેર સાહસના વિભાગ (DPE)એ CPSEsના સાથસહકાર તથા સ્કોપ અને ફિક્કીના જોડાણ સાથે 9થી 12 જૂન, 2022 સુધી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 9થી 12 જૂન સુધી AKAM મેગા શોનું યોજન કર્યું હતું. તેમાં ‘રાષ્ટ્રનિર્માણ અને CPSEs’ પર પ્રદર્શન, ‘આત્મનિર્ભર ભારતમાં CPSEsની ભૂમિકા’ પર રાઉન્ડટેબલ, શ્રેણીબદ્ધ કાર્યશાળાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રેરક ક્વિઝ સામેલ હતી, જે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવા માટે યોજાઈ હતી.
પ્રદર્શનનું ઉદ્ઘાટન આદરણીય કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. મુખ્ય અતિથિઓ તરીકે સામેલ થયેલા અન્ય મહાનુભાવો હતા – શ્રી અલી આર રિઝવી, સચિવ, જાહેર સાહસ વિભાગ, શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર, શ્રી એસ કે જૈન, સંયુક્ત સચિવ, ડીપીઇ, શ્રીમતી સોમા મોંડલ, ચેરપર્સન, સ્કોપ અને ચેરમેન, સેઇલ અને શ્રી અમિતાભ બેનર્જી, ચેરમેન સ્કોપ એકેએએમ સમિતિ અને સીએમડી, આઇઆરએફસી. આ ઉપરાંત વિવિધ મંત્રાલયો/વિભાગો અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs)ના સીઇઓ, ડિરેક્ટર્સ અને અન્ય અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં 75 સ્થાનોમાંથી CPSEsના અન્ય અધિકારીઓ પણ વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.
"એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પર વિશેષ ધ્યાન સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)" પર એક કાર્યશાળાનું આયોજન થયું હતું. તેમાં ભારત સરકારના રાજ્ય કક્ષાના આદરણીય કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કિશનરાવ કરાડ સામેલ થયા હતા અને 10મી જૂન, 2022ના રોજ કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. ડીપીઈના વિશેષ સચિવ શ્રી રાજેશ કે ચૌધરીએ આવકાર સંબોધન કર્યું હતું. કાર્યશાળામાં CPSEs, એસ્પિરેશન જિલ્લાઓ, રાજ્ય સરકારો અને સેવાભાવી સંસ્થાઓ (એનજીઓ)ના 200થી વધારે પ્રતિનિધિઓ સામેલ થયા હતા. એ જ દિવસે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (CPSEs)ની કામગીરીના મૂલ્યાંકન પર સમજૂતીકરાર (એમઓયુ) પર આઉટરિચ કાર્યક્રમ પણ યોજાયો હતો.
એ જ રીતે 11 જૂન, 2022ના રોજ “સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસો (MSE) સાથે વેન્ડર ઇન્ટરફેસ પર વિશેષ ધ્યાન સાથે સરકારી ખરીદી” અને "GeM સાથે વેન્ડર ઇન્ટરફેસ પર વિશેષ ધ્યાન સાથે CPSEs દ્વારા ખરીદી" પર બે વધુ કાર્યશાળાઓનું આયોજન થયું હતું. આ કાર્યશાળાઓમાં CPSEs સાથે વેન્ડર ઇન્ટરફેસ પ્રદાન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી ખરીદી પર સમસ્યાઓ અને સૂચનો, TReDs પોર્ટલ, GeM ખાસિયતો વગેરે પર ચર્ચાવિચારણા થઈ હતી. સરકારી ખરીદીની લાઇવ વર્કશોપમાં મુંબઈ, કોલકાતા, કોચી, ચેન્નાઈ અને ગૌહાટી જેવા પાંચ અલગ સ્થાનમાંથી સહભાગીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ રીતે બે કાર્યશાળાઓમાં 800થી વધારે સહભાગીઓ સામલે થયા હતા તથા યુટ્યુબ અને ફેસબુક પર આશરે 1000 દર્શકોએ એને જોઈ હતી.
આ ઉજવણીઓમાં CPSEs – એનટીપીસી, સોલાપુર અને બીઇએલ, બેંગલોરની 2 ટાઉનશિપને મિની સ્માર્ટ સિટીઓ તરીકે રૂપાંતરિત કરવાનું ઉદ્ઘટાન પણ સામેલ હતું. કુલ 15 CPSEsની 27 ટાઉનશિપને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મિની સ્માર્ટ સિટીમાં પરિવર્તિત કરવામાં આવી હતી.
જ્યારે પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના 75 જાહેર ક્ષેત્રના ઉદ્યોગસાહસો (CPSEs)એ રાષ્ટ્રનિર્માણમાં અને તેમની ભવિષ્યની દિશા વિશે પ્રદર્શન કર્યું હતું, ત્યારે રાજસ્થાનમાંથી કલબેલિયા, ગુજરાતમાંથી રાસગરબા, હરિયાણામાંથી બુમરસિયા અને લાંગા લોકગીતો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું, જેણે મુલાકાતીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. લોકપ્રિય રેડિયો જૉકીઓએ રસપ્રદ મનોરંજક સત્રો દ્વારા મુલાકાતીઓને જોડી રાખ્યાં હતાં. પ્રસિદ્ધ ક્વિઝમાસ્ટર શ્રી સંજય ચક્રવર્તી પણ પ્રદર્શનમાં સહભાગી થયા હતા તથા અતુલ્ય ભારતના વારસા, સંસ્કૃતિ, વ્યવસાય, બ્રાન્ડ અને હકીકતો પર એક ક્વિઝ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ અઠવાડિયા દરમિયાન લોકોની અવરજવર માટે 10થી 12 જૂન, 2022 સુધી ફ્રી શટલ સર્વિસની ગોઠવણ પણ કરવામાં આવી હતી.
આ પ્રદર્શનને નાગરિકો, જનપ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓ (એનજીઓ), સામુદાયિક સંસ્થાઓ, ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને વિદ્યાર્થીઓ પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો તથા આ પ્રદર્શન કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ હતું. સંપૂર્ણપણે 4000થી વધારે મુલાકાતીઓ પ્રદર્શનમાં સહભાગી થયા હતા.
આઇકોનિક વીક દરમિયાન સમગ્ર ભારતમાં CPSEs દ્વારા તેમની ઓફિસો, વસાહતો, ઉત્પાદન એકમો વગેરે પર 75000થી વધારે છોડવાઓનું વાવેતર કરવા માટે વૃક્ષારોપણ કરવા માટેના અભિયાનનું આયોજન પણ થયું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1833327)
Visitor Counter : 211