નાણા મંત્રાલય
રાજ્ય કક્ષાના નાણાં મંત્રીએ ‘વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારી’ પર કાર્યશાળાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું
વ્યવસાયની સફળતાનો આધાર સમાજમાં સર્જિત મૂલ્યો પર હોય છે – ડો. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્ય કક્ષાનાં નાણાં મંત્રી, ભારત સરકાર
દિવસ દરમિયાન CPSEsની કામગીરીના મૂલ્યાંકન માટે એમઓયુ વ્યવસ્થા પર એક આઉટરિચ કાર્યક્રમ યોજાયો અને વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન સાથે CSR પર એક કાર્યશાળા યોજાઈ
Posted On:
10 JUN 2022 6:32PM by PIB Ahmedabad
ભારત સરકારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કિશનરાવ કરાડે AKAM આઇકોનિક વીક દરમિયાન આયોજિત "વિકાસ માટેની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)" પર કાર્યશાળામાં જણાવ્યું હતું કે, વ્યવસાયની સફળતાનો આધાર સમાજમાં સર્જિત મૂલ્યો પર હોય છે.
વર્ચ્યુઅલ સંબોધનમાં ડૉ. કરાડે ઉમેર્યું હતું કે, "આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કામ કરવાનું સૂચન કર્યું છે, ખાસ કરીને આરોગ્ય, પોષણ, પ્રવાસન, કૌશલ્ય વિકાસ અને પર્યાવરણના ક્ષેત્રમાં." તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, છેલ્લાં ચાર વર્ષમાં CPSEs દ્વારા દર વર્ષે સરેરાશ રૂ. 4200 કરોડનો ખર્ચ CSR સ્વરૂપે થયો છે.
'રાષ્ટ્રનિર્માણમાં CPSEsના પ્રદાન' પર AKAM મેગા શૉ એક્ઝિબિશનનું આયોજન દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા 'આઝાદી કા અમૃત મહોત્સવ' (AKAM)ના નેજા હેઠળ ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 09થી 12 જૂન સુધી થયું છે. આ પ્રદર્શનમાં 75 સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (CPSEs – કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના ઉદ્યોગસાહસો) રાષ્ટ્રનિર્માણમાં તેમના પ્રદાન પર તેમની કામગીરીનું પ્રદર્શન કરી રહી છે.
"વિકાસ માટેની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR)" પર કાર્યશાળાનું આયોજન ફિક્કી સાથે ભાગીદારીમાં થયું હતું. નીતિ આયોગ, નાગરિક સમાજ સંસ્થાઓ, વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓના પ્રતિનિધિઓ અને સીએસઆર અમલીકરણ માટે CPSEsના અન્ય નોડલ અધિકારીઓ સહિત 200થી વધારે સહભાગીઓ કાર્યશાળામાં સામેલ થયા હતા. તમામ CPSEs દ્વારા સીએસઆર પ્રવૃત્તિઓ હાથ ધરવા નાણાકીય વર્ષ 2022-23 માટે થીમની છે – "સ્વાસ્થ્ય અને પોષણ."
નાણાં મંત્રાલયના જાહેર સાહસોના વિભાગના વિશેષ સચિવ શ્રી રાજેશ કે ચૌધરીએ જણાવ્યું હતું કે, CPSEs વિશિષ્ટ ફાયદો ધરાવે છે, કારણ કે તેઓ દેશના દરેક ખૂણામાં કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, " CPSEsની મદદ સાથે અમે અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પીવાના પાણીની સુવિધાઓ સ્થાપિત કરી શક્યાં છીએ તથા ખેડૂતોના લાભ માટે જળસંરક્ષણને વેગ આપી શક્યાં છીએ."
સીએસઆર કાર્યશાળામાં વિવિધ હિતધારકોએ સ્વાસ્થ્ય અને પોષણ પર વિવિધ સીએસઆર પ્રોજેક્ટના અમલીકરણ પર કેન્દ્રિત અને વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓમાં આ વિવિધ પ્રોજેક્ટના અમલને સુધારવાની રીતો પર ચર્ચા કરી હતી.
ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરપર્સન શ્રીમતી ગીતા ગોરડિયાએ કાર્યશાળામાં આમંત્રિતોને આવકારતાં કહ્યું હતું કે, વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાના પરિવર્તનના કાર્યક્રમની નોંધપાત્ર અસર થઈ છે, કારણ કે આ કાર્યક્રમ વિવિધ હિતધારતો વચ્ચે સમન્વય, જોડાણ અને સ્પર્ધા પર આધારિત છે.
નીતિ આયોગનું પ્રતિનિધિત્વ વોલ્યુન્ટરી એક્શન સેલ/એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામના હેડ, વરિષ્ઠ સલાહકાર શ્રી રામા કામારાજુએ કર્યું હતું, જેમણે એનજીઓ દર્પણ પોર્ટલના મુખ્ય ફાયદા પર વાત કરી હતી.
એમઓયુ કાર્યશાળા
ઉપરાંત દિવસ દરમિયાન CPSEsની કામગીરીના મૂલ્યાંકન માટે સમજૂતીકરાર (એમઓયુ) વ્યવસ્થા પર એક આઉટરિચનું આયોજન પણ થયું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ CPSEsની કામગીરીના મૂલ્યાંકન માટે DPEની માર્ગદર્શિકા અને સંશોધિત એમઓયુ માળખા પર CPSEsને જાણકારી આપવાનો છે. CPSEsના પ્રતિનિધિઓ સાથે સંવાદમાં એમઓયુ વ્યવસ્થાના ડિજિટલ અને ઓટોમેટિક અમલીકરણ માટે ઓએનલાઇન ડેશબોર્ડ પ્લેટફોર્મ દ્વારા માળખાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓઇલ, ગેસ, કોલસો, સ્ટીલ, ખાણ અને ખાતર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત CPSEsના સંબંધમાં 2022-23 માટે એમઓયુ કવયાત માટે માળખા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ સત્ર દરમિયાન DPEના પ્રિન્સિપલ એડવાઇઝર (અગ્ર સલાહકાર) શ્રી પવન કુમારે નાણાકીય વર્ષ 2022-23 માટે સમજૂતીકરાર (એમઓયુ)ના માળખા પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ ઉપરાંત DPEના ડિરેક્ટર શ્રી અમિત રસ્તોગીએ જાહેર ઉદ્યોગસાહસોના સર્વે સાથે એમઓયુ આકારણીનું સંકલન કરવલા પર ચર્ચા કરી હતી. આ સત્રમાં સહભાગીઓમાં ઓઇલ એક્સપ્લોરેશન, ઓઇલ માર્કેટિંગ, ગેસ ટ્રાન્સમિશન, ખાતર, ખાણ, સ્ટીલ, કોલસો અને અન્ય ક્ષેત્રોમાં કાર્યરત 40 CPSEsના સીનિયર એક્ઝિક્યુટિવ્સ સામેલ હતા. આ ચર્ચાવિચારણાથી એમઓયુની વ્યવસ્થાના અમલમાં સરળતા સાથે અસરકારકતા ઊભી કરવામાં મદદ મળશે.
અતિ નાનાં અને નાનાં ઉદ્યોગસાહસો (MSEs) અને સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પાસેથી ખરીદી સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વધુ વે કાર્યશાળાઓનું આયોજન પણ થયું છે. આ કાર્યશાળાઓનો ઉદ્દેશ તમામ કંપનીઓ માટે સતત વિકાસની પ્રક્રિયા ઊભી કરવા CPSEs સાથે MSE વિક્રેતાઓને ઇન્ટરફેસ પ્રદાન કરવાનો છે.
આઇકોનિક વીક દરમિયાન CPSEs દ્વારા 12 જૂન સુધી તેમની ઓફિસો, વસાહતો, ઉત્પાદન એકમો વગેરેમાં 75,000 છોડવાઓનું વાવેતર કરવા અખિલ ભારતીય અભિયાનન અંતર્ગત ડીપીઇ દ્વારા છોડવાનું વાવેતર કરવામાં આવશે.
SD/GP/JD
(Release ID: 1832982)
Visitor Counter : 266