રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

માનનીય સાંસદ ડૉ. કિરીટ સોલંકી દ્વારા અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓ માટે બે એસ્કેલેટરનું લોકાર્પણ

Posted On: 09 JUN 2022 5:27PM by PIB Ahmedabad

માનનીય સાંસદ અમદાવાદ પશ્ચિમ, ડૉ. કિરીટભાઈ પી. સોલંકી દ્વારા આજે તા.09 જૂન 2022ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8/9 પર રેલવે યાત્રીઓ માટે બે એસ્કેલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં મંડલ રેલવે પ્રબંધક શ્રી તરૂણ જૈને માનનીય સાંસદ ડો.કિરીટભાઈ પી.સોલંકીનું સ્વાગત કર્યું હતું. માનનીય સાંસદ ડો.કિરીટ સોલંકીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન અગ્રણી સ્ટેશન છે.જેના પ્લેટફોર્મ નંબર 8/9 પર 0.75 કરોડ. રૂ.ના ખર્ચે બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 યાત્રીઓ કરી શકશે. ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો માટે ખુબજ ઉપયોગી થશે. રેલવે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી.

આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડળ વિદ્યુત ઈજનેર શ્રી કુમાર સંભવ પોરવાલ, મંડળ વિદ્યુત ઈજનેર શ્રીમતી રજની યાદવ સહિત અન્ય રેલવે અધિકારીઓ, કર્મચારીઓ તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD


(Release ID: 1832659)