નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય દ્વારા, દેશના 75 શહેરોમાં એકસાથે આયોજિત આઇકોનિક વીકનો શુભારંભ સુરત ખાતે થયો

Posted On: 06 JUN 2022 6:03PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય દ્વારા, દેશના 75 શહેરોમાં એકસાથે આયોજિત આઇકોનિક વીકનો શુભારંભ સુરત ખાતે પણ થયો હતો. 

સુરતના સરસાણા કન્વેન્શન હૉલમાં ઉપસ્થિત મહેમાનોએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રાસંગિક ઉદબોધન અને ડિજિટલ પ્રદર્શની લાઇવ નિહાળ્યું હતું. 12મી જૂન સુધી ચાલનારા આ આઇકોનિક વીકના શુભારંભ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ગુજરાત આવકવેરા વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી રવિન્દ્રકુમાર, સુરત આવકવેરા વિભાગનાં ચીફ કમિશનર સુશ્રી કવિતા ભટનાગર, અમદાવાદના ચીફ કમિશનર શ્રી એસ એસ રાણા, વડોદરાના ચીફ કમિશનર શ્રી રાજીવ અગ્રવાલ, ફોરેન ટ્રેડના એડીજી શ્રી વિરેન્દ્રકુમાર સહિતના મહાનુભાવો અગ્રણી બિઝનેસમેન, વેપાર સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD


(Release ID: 1831595) Visitor Counter : 172