રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ દ્વારા લેવલ ક્રોસિંગ ગેટ જાગરૂકતા સપ્તાહનું આયોજન

Posted On: 03 JUN 2022 8:50PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 3 જૂનથી 9 જૂન 2022 સુધી લેવલ ક્રોસિંગ ગેટ જાગરૂકતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન 9 જૂન 2022ના રોજ ઇન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ ડે પણ ઉજવવામાં આવશે.

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી એ.વી. પુરોહિતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત અમદાવાદ મંડળ હેઠળના તમામ લેવલ ક્રોસિંગ ગેટ પર ગેટ ક્રોસ કરતી વખતે શું સાવચેતી રાખવી તે અંગે વિસ્તારના નાગરિકોને જાગૃત કરવામાં આવશે. આ દરમિયાન, તેમને મોટર વ્હીકલ એક્ટ 1989 ની કલમ 160 અને 161 માં ઉલ્લેખિત જોગવાઈઓમાં જ્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે રાહ જોવી,ગેટ ક્રોસ કરતી વખતે મોબાઈલ ફોન કે ઈયર ફોનનો ઉપયોગ ન કરવા માટે તેમને પેમ્ફલેટ, હેન્ડ બીલ અને શેરી નાટક દ્વારા સલાહ આપવામાં આવશે અને તેઓને એ બાબતે જાગૃત કરવામાં આવશે કે રેલવે ક્રોસિંગ ગેટ પર કોઈ પણ ઉતાવળભર્યું પગલું તમારા જીવને જોખમમાં મૂકી શકે છે

અમદાવાદ મંડળ પર એક પણ માનવરહિત લેવલ ક્રોસિંગ ગેટ નથી અને છેલ્લા કેટલાક વર્ષોમાં મંડળના એકપણ લેવલ ક્રોસિંગ ગેટ પર અકસ્માત થયો નથી, તેમ છતાં આ અકસ્માતોને રોકવા માટે જાન હૈ તો જહાં હૈ”, “તમારી જિંદગી અમૂલ્ય છે., "રેલવે ફાટક પર અકસ્માતથી બચો" અને "તમારો પરિવાર ઘરે તમારી રાહ જુએ છે, તેમને નિરાશ ના કરો - લેવલ ક્રોસિંગ ગેટ પર ઉતાવળ કરશો નહીં" જેવા સૂત્રોના પ્રચાર દ્વારા સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

SD/GP/JD



(Release ID: 1830964) Visitor Counter : 115