રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ અને વડોદરા વચ્ચે 3 જોડી ટ્રેન દોડાવશે

Posted On: 03 JUN 2022 8:46PM by PIB Ahmedabad

યાત્રીની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

  1. ટ્રેન નંબર 19418/19417 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ

ટ્રેન નંબર 19418 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન તારીખ 6 જૂન 2022 થી આગામી સૂચના સુધી દરરોજ અમદાવાદથી 23:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી રીતે, ટ્રેન નંબર 19417 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ તારીખ 9 જૂન 2022 થી આગામી સૂચના સુધી દરરોજ 12:50 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 03:05 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં ટ્રેન મણિનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, પનૌલી, કોસંબા, કીમ, સાયણ, ગોઠણગામ, કોસાડ, ઉત્રાણ, સુરત, ઉધના, ભેસ્તાન, સચિન, મરોલી, નવસારી, બેડછા, અંચેલી, અમલસાડ, બીલીમોરા, જોરાવાસણ, ડુંગરી, વલસાડ, અતુલ, પારડી, ઉદવાડા, વાપી, કરમબેલી, ભીલાડ, સંજાણ, ઉમરગામ રોડ, ઘોલવડ, દહાણુ રોડ, વાનગાંવ, બોઈસર, પાલઘર, કેલવે રોડ, સફાલે, વૈતરણા, વિરાર, વસઈ રોડ અને  બોરીવલી `સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 19418 બારેજડી, કનીજ, નૈનપુર, મિયાગામ, કરજણ અને પાલેજ સ્ટેશન પર રોકાશે. તથા ટ્રેન નંબર 19417 દાદર, અંધેરી, નાબીપુર અને વરેડિયા સ્ટેશનો પર પણ રોકાશે.

  1. ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 6 જૂન 2022 થી આગળની સૂચના સુધી દરરોજ અમદાવાદથી દરરોજ 14:00 કલાકે ઉપડશે અને 16:45 કલાકે વડોદરા પહોંચશેતેવી રીતે, ટ્રેન નંબર 19035 વડોદરા - અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 6 જૂન 2022 થી આગળની સૂચના સુધી વડોદરાથી દરરોજ 18:20 કલાકે ઉપડશે અને 20:45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં ટ્રેન બંને દિશાઓમાં મણિનગર, બારેજડી, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, કણજરી બોરિયાવી, આણંદ, વાસદ અને બાજવા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં જનરલ ક્લાસ, સેકન્ડ સીટિંગ અને એસી ચેર કાર કોચ હશે. ટ્રેન નંબર 19036 રણોલી સ્ટેશન પર પણ રોકાશે.

  1. ટ્રેન નંબર 09312/09273 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ

ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ તારીખ 5 જૂન, 2022 થી આગળની સૂચના સુધી અમદાવાદથી દરરોજ 17:00 કલાકે ઉપડશે અને 20:05 કલાકે વડોદરા પહોંચશે. તેવી રીતે, ટ્રેન નંબર 09273 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ તારીખ 05 મે 2022 થી આગળની સૂચના સુધી વડોદરાથી દરરોજ 10:15 કલાકે ઉપડશે અને 13:35 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં ટ્રેન મણિનગર, વટવા, ગેરતપુર, બારેજડી, કનિલ, નૈનપુર, મહેમદાવાદ ખેડા રોડ, ગોઠજ, નડિયાદ, ઉતરસંડા, કણજરી બોરીયાવી, આણંદ, વડોદ, અડાસરોડ, વાસદ, નંદેસરી, રણોલી અને બાજવા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનના તમામ કોચ અનારક્ષિત રહેશે.

ટ્રેન નંબર 19036/19035 માટે બૂકિંગ તારીખ 04 જૂન 2022 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનો પરિચાલન સમય,સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને જોઈ શકે છે.

SD/GP/JD



(Release ID: 1830962) Visitor Counter : 132