યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, ગાંધીનગર દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 03 JUN 2022 3:34PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર ગુજરાત દ્વારા તારીખ 03.06.2022ના રોજ વિશ્વ સાયકલ દિવસ નિમિતે સાયકલ રેલી દાંડી કુટીર, ગાંધીનગર ખાતે  આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં શ્રી હર્ષ સંઘવી, માનનીય મંત્રી શ્રી ગૃહ અને યુવક સેવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગુજરાત સરકાર, શ્રી ધીરજ કાકડિયા, મહા નિદેશક, પ્રેસ ઇન્ફોરમેશન બ્યુરો, અમદાવાદ, શ્રી ઉસ્માનભાઈ પટેલ, સંયુક્ત સચિવ, શ્રી દીપકભાઈ પટેલ- નાયબ સચિવ- શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, કમાંડટ હોમ ગાર્ડ, શ્રી ગિરધર ઉપાધ્યાય, ક્ષેત્રીય નિદેશક, એન.એસ.એસ. શ્રી નયનભાઈ થોરાત, .એસ.ડી., યુવક સેવા, શ્રીમતી મનીષાબેન શાહ, રાજ્ય નિદેશક, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, શ્રી પંકજ શર્મા, નિદેશક દાંડી કુટીર, તેજલબેન, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર, શ્રીમતી અંજનાબેન નિમાવત, ચીફ સિવિલ ડિફેન્સ તેમજ ઇલેકટ્રોનિકસ અને પ્રિન્ટ મીડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોનું શ્રીમતી મનીષા શાહ રાજ્ય નિદેશક દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તેમજ તમામ મહેમાનોનું પુષ્પ ગુચ્છ તથા મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી હર્ષ સંઘવી, માનનીય મંત્રી શ્રી ગૃહ અને યુવક સેવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગુજરાત સરકાર હાજર રહી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

તેમજ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહકારથી  યુવા ભાઈ બહેનો દ્વારા રાસ ગરબા તેમજ દેશ ભક્તિના ગીત પર સંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાષ્ટ્ર કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા બદલ કુ, ભાવિકા (રાષ્ટ્રીય યુવા સ્વયં સેવક)નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ આશરે 205જેટલા યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો, જેને ઉપસ્થિત રહેલ તમામ મહેમાનો એ લીલી ઝંડી આપી સાયકલ રેલી ને વિદાય આપી હતી જે સાયકલ રેલી દાંડી કુટીર થી રવાના થઇ ખ રોડ પર ખ 2 ખ 3થી ગ 3 અને ઘ 3 (પથિકા) સુધી અને પરત દાંડી કુટિર આવી હતી.

સાયકલ રેલીની પુર્ણાહૂતિ પછી તમામ યુવા ભાઈ-બહેનોને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને અંતે તમામનો આભાર માની તેમજ રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પંકજ માંરેચા, જિલા યુવા અધિકારી, નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર, શ્રી ભાનુભાઈ શાહ, .પી.એસ., શ્રી કમલેશભાઈ શેઠિયા, કુ, ભાવિકા, શ્રી અજય સંગાડા, શ્રી અજયસિંહ સોલંકી, શ્રી હાર્દિક મોચી, શ્રી મંથન શાહ, શ્રી નિખિલ જાદવ એ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ઋષિકેશ માંડલિયા દ્વારા કરવામાં આવેલ.

 

આ સંપૂર્ણ કાર્યક્રમમાં શ્રી ધીરજ ચોધરી, ક્યુરેટર, દાંડી કુટીર અને તેજલ બેન, તેમજ કર્મચારીગણ દાંડી કુટીર દ્વારા સંપૂર્ણ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો. તેમજ મહા નગર પાલિકા ગાંધીનગર દ્વારા આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી. અને પોલીસ વિભાગ, ગાંધીનગર દ્વારા પોલીસ વાન, પાઈલોટીંગ તેમજ સુરક્ષા જાળવણી માટે સેવા આપી હતી.

SD/GP/JD



(Release ID: 1830797) Visitor Counter : 292