યુવા બાબતો અને રમત મંત્રાલય

વિશ્વ સાયકલ દિવસે કરમસદમાં સાયકલ રેલીમાં 75થી વધુ લોકોએ ભાગ લીધો

Posted On: 03 JUN 2022 1:41PM by PIB Ahmedabad

 

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના કરમસદ ખાતે ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલયના માર્ગદર્શનમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે જિલ્લાના વિવિધ વિભાગો, એનએસએસ તથા અલગ-અલગ સંસ્થાના માધ્યમથી સાયકલ રેલી યોજાઈ હતી. 75 જેટલા સાયકલ સવારો સરદાર પટેલ મેમોરિયલ ખાતેથી સાઈકલિંગ કરી કરમસદ તથા આણંદના વિવિધ વિસ્તારોમાં ફરી પુનઃ સરદાર પટેલ મેમોરિયલ ખાતે આવ્યા હતા. આ સાયકલ રેલી દરમિયાન સામાન્ય પ્રજાને સાયકલિંગ કરવાના ફાયદાઓ, તથા વિશ્વ સાયકલ દિવસનું મહત્વ સમજાવતા પોસ્ટર અને બેનર પણ દર્શાવાયા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર દિવ્યેશ વોરા અને જિલ્લા યુવા અધિકારી અક્ષય શર્માએ ઉપસ્થિત સાયકલીસ્ટોને જણાવ્યું કે શરીર સ્વસ્થ તો મન પણ સ્વસ્થ. ઉપરાંત પર્યાવરણ જાળવણી માટે સાયકલ આવશ્યક છે. અત્યારે ફોર વ્હીલર, ટુ વ્હીલરની જરૂર ના હોય તો પણ લોકો દેખાડા માટે વસાવે છે તે યોગ્ય નથી. સવારે કે સાંજે સાયકલિંગ કરવું જરૂરી છે. સાયકલિંગ કસરત છે અને અત્યારે પર્યાવરણ જાળવણી માટે ઇ-બાઇક તેમજ ઇંધણ માટે સીએનજીવાળા વાહનો શરૂ થયા છે ત્યારે સાયકલ એ પર્યાવરણ જાળવણી માટેનું ઉત્તમ માધ્યમ છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1830760) Visitor Counter : 121