પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગરીબો માટે ચિંતિત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પીએમ મોદીજી ભારતનું માર્ગદર્શન કરી રહ્યા છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા


અમરેલી ખાતે ગરીબ કલ્યાણ સંમેલનનું કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને આયોજન થયું

Posted On: 31 MAY 2022 7:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારનાં 8 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે હિમાચલ પ્રદેશના શિમલાથી કેન્દ્ર સરકારની 13 મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. દેશભરમાં એકસાથે યોજવામાં આવેલા ગરીબ કલ્યાણ સંમેલનનાં ભાગરૂપે અમરેલીમાં જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન કેન્દ્રીય મત્સ્ય તથા પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. 

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ ગરીબ કલ્યાણ સંમેલન દરમિયાન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનાં નાણાં પણ આજે દેશભરના નાના ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે.

શ્રી રૂપાલાએ પીએમ આવાસ યોજના, કિસાન સન્માન, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત, જલ જીવન જેવી યોજનાઓથી ગરીબ લોકોનું જીવન સરળ બન્યું છે અને કોરોના મહામારી જેવા વિકટ સમયમાં વિશ્વનો સૌથી મોટો અન્ન વિતરણ કાર્યક્રમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ડિસેમ્બર સુધી લંબાવાયો છે. જેમાં 80 કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં લોકડાઉન વખતે બે વર્ષ સુધી ભારત સરકારે ગરીબોને મફત અનાજ આપવાની વ્યવસ્થા કરી હતી, જે યોજના હજુ ચાલી રહી છે. પ્રધાનમંત્રી શ્રીના આવા કાર્યક્રમોના કારણે જરૂરિયાતમંદ લોકોને લાભ મળી રહ્યા છે. મોદી સરકારના માર્ગદર્શનમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઝડપી પરિવર્તન આવી રહ્યું છે. 

શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ખેડૂતો, વિદ્યાર્થીઓ કે જવાનોને મદદ કરવાની વાત હોય એમ તમામ બાબતોમાં મોદી સરકાર સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. 

SD/GP/JD



(Release ID: 1829854) Visitor Counter : 107