પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ મોદી ગરીબોના કલ્યાણ માટે દિવસ-રાત સતત મહેનત કરી રહ્યા છેઃ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા

સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશનાં શિમલા ખાતેથી વિવિધ જનકલ્યાણકારી યોજનાનાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થીઓ સાથે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તેમજ રાજયના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી દેવાભાઈ માલમે પણ વાર્તાલાપ કર્યો હતો

Posted On: 31 MAY 2022 4:27PM by PIB Ahmedabad

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી હિમાચલ પ્રદેશનાં શિમલા ખાતેથી રાષ્ટ્રીય સ્તરનાં ગરીબ કલ્યાણ સંમેલનનાં માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે રાષ્ટ્રવ્યાપી સંવાદ કર્યો હતો. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થીઓએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. શિમલા ખાતેથી આયોજીત પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ  નિહાળવામાં આવ્યુ હતું. સુરેન્દ્રનગર જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ “મંગલ ભુવન” વઢવાણ ખાતે યોજાયો હતો.


આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ તથા આયુષ વિભાગનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, પશુ પાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તથા જિલ્લા પંચાયતનાં પ્રમુખ  વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી દ્વારા કિસાન સન્માન નિધિનો ૧૧માં હપ્તા અંતર્ગત કિસાન લાભાર્થીઓને ડી. બી. ટી. ના માધ્યમથી ઓનલાઈન સહાય  વિતરીત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો  હતો. જેમાં પ્રધાનમંત્રી  આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી બંને), પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન,માતૃવંદના યોજના સહિતની 13 જેટલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે ગરીબ કલ્યાણ સંમેલનના અંતર્ગત કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ સાથે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનને પણ લોકોએ નિહાળ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ તથા આયુષ વિભાગનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગરીબોના કલ્યાણ માટે સતત દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી જનઆરોગ્ય, પ્રધાનમંત્રી આવાસ, જન ધન યોજના જેવી યોજનાઓથી આજે ગરીબોનું જીવન સરળ બન્યું છે. તેમણે કહ્યું કે એક સમય હતો કે આયુષ એ આરોગ્ય મંત્રાલયનો માત્ર એક વિભાગ હતો પરંતુ પ્રધાનમંત્રી મોદીએ તેને અલગ મંત્રાલય બનાવ્યું છે અને તેના માટે 3050 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ જેવી મોઘી સારવાર પણ લોકો કરાવી શકે છે. 

શિમલામાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ વિવિધ જનકલ્યાણકારી યોજનાનાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં મંત્રી શ્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત એક લાભાર્થી ભાનુમતીબેને કહ્યું હતું કે તેમને ગર્ભાશયની કોથળીની સમસ્યા હતી અને ઓપરેશન કરાવવું જરૂરી હતું. તેમણે કહ્યું કે જો આ ઓપરેશન તેમણે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં કરાવ્યું હોત તો ઘણો મોટો ખર્ચ કરવો પડ્યો હોત. પરંતુ આયુષ્માન કાર્ડના કારણે તેઓ આ ઓપરેશન સદંતર મફત કરાવી શક્યા છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1829765) Visitor Counter : 171