સહકાર મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 'સહકાર સે સમૃદ્ધિ' પરિષદને સંબોધિત કરી અને IFFCOના કલોલ યુનિટ ખાતે વિશ્વના પ્રથમ 'નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટ'નું લોકાર્પણ પણ કર્યું હતું

Posted On: 28 MAY 2022 7:50PM by PIB Ahmedabad

  કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પણ ભાગ લીધો

એક ક્રાંતિકારી પગલું ભરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારનાં પ્રથમ સહકારિતા મંત્રાલયની રચના કરી, પગલું આવનારાં સો વર્ષ માટે સહકારી ચળવળને નવું જીવન આપવા અને પ્રાણ પૂરવા જઈ રહ્યું છે

દેશની સહકારી ખાંડ મિલોની ઘણા વર્ષોથી એક સમસ્યા હતી કે ખેડૂતોને વધુ નફો ટ્રાન્સફર કરવા પર ટેક્સ લાગતો હતો, બજેટમાં મોદીજીએ તે સિસ્ટમ નાબૂદ કરી છે અને ખેડૂતોને 8,000 કરોડ રૂપિયાથી વધુનો ફાયદો કરાવ્યો છે

આઝાદીના સમયથી સ્વદેશી અને સ્વનિર્ભરતાના બે સ્તંભોને આધારે સરદાર પટેલ અને મોરારજી દેસાઈએ ગાંધીજીનાં નેતૃત્વમાં સહકારી ચળવળ શરૂ કરી

ગુજરાતની સહકારી ચળવળ દેશભરમાં સહકારી સંસ્થાઓ માટે સફળ મોડલ ગણાય છે અને ગુજરાતે સહકારિતાનો આત્મા જાળવવાનું કામ કર્યું છે

દેશમાં એવા બહુ ઓછા રાજ્યો છે જ્યાં પેક્સથી લઈ એપેક્સ સુધીની સહકારિતા સારી રીતે, સિદ્ધાંતો અનુસાર અને પારદર્શિતા સાથે ચાલતી હોય, તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે

સમગ્ર દેશમાં 65,000થી વધુ પેક્સ (PACS)ના કોમ્પ્યુટરાઈઝેશનનું કામ ભારત સરકાર અને નાબાર્ડ ભેગા મળીને કરનાર છે

ભારત સરકારે નવી સહકાર નીતિ બનાવવા માટે સૂચનો પણ માગ્યા છે, સરકાર PACSને બહુહેતુક બનાવવા માટે પણ કામ કરી રહી છે

ભારત સરકાર સહકારી સંસ્થાઓના તમામ એકમોની ખૂબ મોટી ડેટા બૅન્ક પણ બનાવવા જઈ રહી છે

શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સહકારિતા મંત્રાલયની રચનાની નવી શરૂઆતથી જે પરિવર્તન આવશે, તે આપણી ભરતી, ખરીદી, ઓડિટ સિસ્ટમ વગેરેમાં પણ પારદર્શિતા લાવશે

આનાથી દેશના લોકોમાં સહકારી ચળવળની વિશ્વસનિયતા વધશે અને સહકારી ચળવળ નવું જીવન લઈને મોદીજીનાં 5 ટ્રિલિયન ડૉલરનાં અર્થતંત્રનાં સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવા માટે તૈયાર હશે  

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 'સહકાર સે સમૃદ્ધિ' સંમેલનને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ IFFCOના કલોલ યુનિટ ખાતે વિશ્વના પ્રથમ 'નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટ'નું પણ લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મહાનુભાવોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પ્રસંગે તેમનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની લાંબા સમયથી માગ હતી કે કેન્દ્ર સરકારમાં સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે. એક ક્રાંતિકારી પગલું ભરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ સહકારિતા મંત્રાલયની રચના કરી. પગલું આવનારાં સો વર્ષ માટે સહકારી ચળવળને નવું જીવન અને પ્રાણ પ્રદાન કરનાર છે. મંત્રાલયની રચના સાથે, વર્ષનાં બજેટમાં ઘણાં પગલાં લેવામાં આવ્યાં હતાં. દેશની સહકારી ખાંડ મિલોને ઘણા વર્ષોથી એક સમસ્યા હતી કે ખેડૂતોને વધુ નફો ટ્રાન્સફર કરવા પર કર લાગતો હતો. બજેટમાં મોદીજીએ તે વ્યવસ્થાનો અંત લાવ્યો છે અને ખેડૂતોને રૂ. 8,000 કરોડ રૂપિયાથી વધુનો ફાયદો પહોંચાડ્યો છે. સિવાય તમામ સહકારી એકમો પર લાગુ પડતો સરચાર્જ 12 ટકાથી ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે. સહકારી બૅન્કોને ક્રેડિટ ગૅરંટી ફંડ ટ્રસ્ટ હેઠળ માન્યતા આપવામાં આવી હતી, પરંતુ ભારત સરકારે નક્કી કર્યું કે ક્રેડિટ ગૅરંટી ફંડની જેટલી પણ યોજનાઓ છે તેને સહકારી બૅન્કોનાં માધ્યમથી પણ નીચે સુધી પહોંચાડી શકાશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે ભારત સરકાર અને નાબાર્ડ દેશભરમાં 65,000થી વધુ પેક્સ (PACS)ના કોમ્પ્યુટરાઈઝેશન માટે સાથે મળીને કામ કરવા જઈ રહ્યા છે. ભારત સરકારે નવી સહકારી નીતિ બનાવવા માટે પણ સૂચનો માગ્યા છે અને સરકાર PACSને બહુહેતુક બનાવવા માટે પણ કામ કરી રહી છે. ભારત સરકાર સહકારી સંસ્થાઓના તમામ એકમોની ખૂબ મોટી ડેટા બૅન્ક પણ બનાવવા જઈ રહી છે. હાલમાં ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનાં માર્કેટિંગ માટે કોઈ વ્યવસ્થા નથી, પરંતુ ભારત સરકારે અમૂલના નેજા હેઠળ પહેલ કરી છે. તેમણે કહ્યું કે સરકાર મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં પણ સુધારો કરવા જઈ રહી છે. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકારિતા મંત્રાલયની રચના પછી નવી શરૂઆતથી જે પરિવર્તન આવશે, તે આપણી ભરતી, ખરીદી અને ઑડિટ સિસ્ટમ વગેરેમાં પણ પારદર્શિતા લાવશે. આનાથી દેશના લોકોમાં સહકારી ચળવળની વિશ્વસનિયતા વધશે અને સહકારી ચળવળ નવું જીવન લઈને મોદીજીનાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનાં સપનાને સાકાર કરવામાં યોગદાન આપવા માટે તૈયાર હશે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે શરૂ થઈ રહેલા નેનો યુરિયા લિક્વિડ ફોર્મના ઘણા ફાયદા છે. આનાથી આપણી જમીન, પાણી અને હવા પ્રદૂષિત નહીં થાય, ખેડૂતોનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહેશે અને તેને લઈ જવામાં ખૂબ સરળતા રહેશે જેનાં કારણે કોઈ પણ પ્રકારના પરિવહનની જરૂર પણ પડશે નહીં અને ઘણા બધા શ્રમની પણ બચત થશે. તેમણે કહ્યું કે, ગુજરાતની સહકારી ચળવળ સમગ્ર દેશમાં સહકારિતા માટે સફળ મોડેલ ગણાય છે અને ગુજરાતે સહકારિતાના આત્માને જાળવવાનું કામ કર્યું છે. દેશમાં એવા બહુ ઓછા રાજ્યો છે જ્યાં PACSથી APEX સુધીની સહકારિતા સારી રીતે, સિદ્ધાંતો અનુસાર અને પારદર્શિતા સાથે ચાલતી હોય, તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આઝાદીના સમયથી, સ્વદેશી અને સ્વાવલંબનના બે સ્તંભોના આધારે સરદાર પટેલ અને મોરારજી દેસાઈએ ગાંધીજીનાં નેતૃત્વમાં સહકારી ચળવળ શરૂ કરી અને પાછળથી ત્રિભુવનદાસ પટેલ અને વૈકુંઠભાઈ મહેતા સુધી ઘણા કાર્યકરો તેમાં જોડાયા. તેમણે તેમનું આખું જીવન સહકારિતાને મજબૂત કરવામાં વિતાવ્યું અને તેમના દ્વારા વાવેલ બીજ આજે વટવૃક્ષ બનીને દેશ અને દુનિયાની સામે ઊભું છે.

SD/GP/JD



(Release ID: 1829024) Visitor Counter : 180