ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં દિલ્હી વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘સ્વરાજ સે નવ ભારત તક ભારત કે વિચારો કા પુનરાવલોકન’ વિષય પર એક આંતરરાષ્ટ્રીય વાર્તાલાપનું ઉદઘાટન કર્યું

Posted On: 19 MAY 2022 8:17PM by PIB Ahmedabad

પરિવર્તનના વિચાર, નીતિ અને કલ્પનાના વાહક વિશ્વ વિદ્યાલય અને વિદ્યાર્થીઓ જ હોઇ શકે છે અને જ્યારે પણ યુગ બદલાતો હોય છે તો તે પરિવર્તનના વાહક હંમેશાં વિશ્વ વિદ્યાલય જ હોય છે

દેશમાં 2014થી પરિવર્તનનો જે યોગ શરૂ થયો છે તેના વાહક પણ દિલ્હી યુનિવર્સિટી જ બને

1975માં દેશમાં લોકશાહીને બચાવવા માટેના આંદોલનમાં પણ દિલ્હી યુનિવર્સિટીનું ઘણું મોટું યોગદાન રહ્યું અને દેશના અનેક આંદોલનના સાક્ષી અને તેને પરિણામ સુધી પહોંચાડવાનું માધ્યમ દિલ્હી વિશ્વ વિદ્યાલય જ રહ્યું છે

સ્વરાજની વ્યાખ્યામાં સ્વદેશી, સ્વભાષા, સ્વધર્મ, આપણી સંસ્કૃતિ અને દેશના વિચાર સર્વોચ્ચ હોય, તે આપોઆપ આવે છે અને સ્વરાજની સંપૂર્ણ કલ્પના જ ન્યૂ ઇન્ડિયાના વિચારો છે

ભારત એક ભૂ-સાંસ્કૃતિક દેશ છે અને જ્યાં સુધી આ વાતને આપણએ નહીં સમજીએ ત્યાં સુધી આપણે ભારતની કલ્પનાને સમજી શકતા નથી

આપણી સંસ્કૃતિ જ ભારતને જોડે છે અને એક રાખે છે અને આ વિચારને જ્યાં સુધી આપણે નહીં અપનાવીએ, નવા ભારતની કલ્પના આપણે કરી શકતા નથી

ભારતે ક્યારેય નાનું નથી વિચાર્યું અને આજે જેઓ આપણને વિશ્વ બંધુત્વની વાત સમજાવે છે તેમને ખબર હોવી જોઇએ કે આપણે હજારો વર્ષોથી વસુધૈવ કુટુંબકમને માનીને ચાલનારા લોકો છીએ

2014 થી 2022 સુધી પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં ભારતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને આજે કરોડો ગરીબો પોતાને દેશનો હિસ્સો માનવા લાગ્યા છે

દૃઢતા સાથે દેશ હિતને સામે રાખીને જ્યારે શાસન કરવામાં આવે છે તો સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે અને મોદી સરકાર તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે

પહેલી વાર દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાના મામલે દેશના એક નેતાએ નિર્ણાયક ભાષા સાથે વિશ્વને પોતાનો પરિચય કરાવ્યો હતો, અમે વિશ્વભરના દેશો સાથે સારા સંબંધો રાખવા માગીએ છીએ, શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ જે અમારા સૈન્ય અને સરહદ સાથે દખલગીરી કરશે તેમને તેમની ભાષામાં જવાબ આપવા માટે પણ અમે દૃઢ નિશ્ચયી છીએ

છેલ્લા આઠ વર્ષમાં પૂર્વોત્તરમાં હથિયારબંધ જૂથોના 9000 કેડર હથિયાર મૂકીને મુખ્યધારામાં આવ્યા છે, ઘણા બધા સમાધાન સમજૂતિઓ થઈ છે

અગાઉ AFSPA હટાવવા માટે આંદોલન કરવા પડતા હતા પરંતુ આજે નોર્થ ઇસ્ટમાં શાંતિ સ્થપાઈ હોવાને કારણે ઉત્તર પૂર્વના 75 ટકા હિસ્સામાંથી અમે AFSPAને હટાવવાનું કાર્ય કર્યું છે

આતંકવાદ ફેલાવનારાના માનવ અધિકારોની ચર્ચા કરનારા લોકોને હું કહેવા માગું છું કે માનવાધિકાર એ લોકોનો પણ છે જેઓ આતંકનો ભોગ બને છે અને તેમના માનવાધિકારનું રક્ષણ કરવાનો માર્ગ કાનૂન હટાવી દેવો તે નથી

કેટલાક લોકો ભારતને સમસ્યાઓનો દેશ કહે છે પરંતુ અમે માનીએ છીએ કે આ દેશ પાસે લાખો સમસ્યાઓના સમાધાનની શક્તિ છે

મોદીજીની નવી શિક્ષણ નીતિ 2020 ભારતનો ભવિષ્યનો ઉજ્જવળ દસ્તાવેજ છે જેમાં ભારતીય મૂલ્યોમાં નિહિત શિક્ષણ પ્રણાલિની પરિકલ્પનાને આજના સમયને અનુરૂપ જમીન પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

કદાચ આ પ્રથમ શિક્ષણ નીતિ મોદીજીને નેતૃત્વમાં આવી છે જેનો કોઈ વિરોધ કરી શક્યું નથી અને તમામે તેનું સ્વાગત કર્યુ છે તે બાબત જ દર્શાવે છે કે તે કેટલી સમાવેશી છે

જો સંભાવનાઓ અને શક્તિઓ છે તેને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કેન્દ્રની શ્રી નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે

નરેન્દ્ર મોદીજીને સ્પષ્ટરૂપથી એક નીતિ છે કે આ દેશને મહાન આ દેશનો યુવાન જ બનાવી શકે છે અને આ દેશે જો દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચવું છે તો યુવાનને પ્રેરિત કરવો પડશે, રસ્તો દેખાડવો પડશે અને તેને મંચ આપવું પડશે

યુવા વિશ્વ વિદ્યાલયમાં વિચારધારાઓના સંઘર્ષને બદલે વિચાર વિમર્શ પર ધ્યાન આપે, કેમ કે કોઇ પણ વિચાર કે વિચારધારાની સ્વકૃતિ માત્ર વિચાર વિમર્શથી જ આવે છે

યુવાન પોતાના અધિકારોની સાથે સાથે દેશ પ્રત્યેની પોતાની જવાબદારીઓને પણ ઓળખે
1200 વર્ષથી જેવું ભારત લોકો જોવા માગતા હતા આજે મોદીજીના નેતૃત્વમાં એવું જ ભારત બનવા તરફ અગ્રેસર છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં દિલ્હી વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત સ્વરાજ સે નવ ભારત તક ભારત કે વિચારો કા પુનરાવલોકન વિષય પર એક આંતરરાષ્ટ્રીય વાર્તાલાપનું ઉદઘાટન કર્યું. ત્રણ દિવસના આ વાર્તાલાપનું આયોજન દિલ્હી વિશ્વ વિદ્યાલયના શતાબ્દિ સમારંભના ઉપલક્ષ્યમાં વિશ્વ વિદ્યાલયના રાજનીતિ વિજ્ઞાન વિભાગે કર્યું છે. ઉદઘાટન સમારંભમાં કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમશીલતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રો. યોગેશ સિંહ ઉપરાંત અનેક ગણમાન્ય વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001I6R0.jpg

 

આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે પરિવર્તનના વિચાર, નીતિ અને કલ્પનાના વાહક વિશ્વ વિદ્યાલય અને વિદ્યાર્થીઓ જ હોઇ શકે છે અને જ્યારે પણ યુગ બદલાતો હોય છે તો તે પરિવર્તનના વાહક હંમેશાં વિશ્વ વિદ્યાલય જ હોય છે. તેમણે કહ્યું કે કોઇ પણ સંસ્થા માટે 100 વર્ષ બાદ પણ પોતાનું મહત્વ જાળવી રાખવું તે પોતાનામાં એક મોટી સિદ્ધિ હોય છે. આજે દેશમાં આટલા બધા વિશ્વ વિદ્યાલયોની વચ્ચે પણ દિલ્હી વિશ્વ વિદ્યાલયે માત્ર પોતાની પ્રાસંગિકતા જ  જાળવી રાખી નથી પરંતુ સાથે સાથે પોતાના નેતૃત્વના ગુણોને પણ સાચવી રાખ્યા છે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશમાં 2014થી પરિવર્તનનો જે યોગ શરૂ થયો છે તેના વાહક પણ દિલ્હી યુનિવર્સિટી જ બને. અંગ્રેજોએ 1922માં દેશની રાજધાની બદલીને દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના કરી અને દિલ્હી યુનિવર્સિટી ઘણા ઐતિહાસિક પ્રસંગોની સાક્ષી રહી છે. 1975માં દેશમાં લોકશાહીને બચાવવા માટેના આંદોલનમાં પણ દિલ્હી યુનિવર્સિટીનું ઘણું મોટું યોગદાન રહ્યું અને દેશના અનેક આંદોલનના સાક્ષી અને તેને પરિણામ સુધી પહોંચાડવાનું માધ્યમ દિલ્હી વિશ્વ વિદ્યાલય જ રહ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ વાર્તાલાપનો વિષય સ્વરાજથી નવ ભારત સુધી ભારતના વિચારોનું પુનરાવલોકન એક ઘણો મહત્વપૂર્ણ વિષય છે. આ મહત્વપૂર્ણ વિષયના સમયે જ દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને દેશની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે આઝાદીના અમૃત કાળનો પ્રારંભ હોય અને 75 થી 100 વર્ષના અમૃત કાળના આ યાત્રા આપણા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. મોદી જીએ આ 25 વર્ષને સંકલ્પ સિદ્ધિના 25 વર્ષ તરીકે વર્ણવ્યા છે.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ECBG.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે આઝાદી બાદ સ્વરાજ શબ્દની ઘણી અલગ રીતે વ્યાખ્યા કરવામાં આવી અને તેને માત્ર શાસન વ્યવસ્થા સુધી જ મર્યાદિત કરી દેવામાં આવી. આપણી સ્વરાજના કલ્પનામાં સ્વ શબ્દનું ઘણું મહત્વ છે અને સ્વરાજની વ્યાખ્યા કરનારાઓએ આઝાદી બાદ સ્વ શબ્દને ઘણો જ ઓગાળી નાખ્યો અને શાસન શબ્દને ઘણો મોટો કરી નાખ્યો. સ્વરાજની વ્યાખ્યામાં સ્વદેશી, સ્વભાષા, સ્વધર્મ, આપણી સંસ્કૃતિ અને દેશના વિચારો સર્વોચ્ચ હોય, આ આપોઆપ આવે છે. આ તમામ વ્યાખ્યાઓને સિમિત કરીને સ્વરાજની વ્યાખ્યાને શાસન વ્યવસ્થા સુધી જ સિમિત રાખવાનું કામ કેટલાક લોકોએ કર્યું. સ્વરાજની સંપૂર્ણ કલ્પના જ ન્યૂ ઇન્ડિયાનો વિચાર છે. આજના વાર્તાલાપની થીમનો અર્થ છે સ્વરાજના સંપૂર્ણ અર્થને ચરિતાર્થ કરવો અને સાચા અર્થમાં સ્વરાજના સંપૂર્ણ અર્થના તત્વાધાનમં રાષ્ટ્રની પ્રગતિ કરવી. એક સમૃદ્ધ, સશક્ત, સંસ્કૃત, શિક્ષિત, સુરક્ષિત અને સામર્થ્યવાન ભારતની રચનાનો વિચાર ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે સ્વરાજના તમામ અર્થને સમાવિષ્ટ કરતા કરતા તેને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યની સાથે એક જ માર્ગ પર ચાલીએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0037908.jpg

શ્રી અમિત શાહે કહ્યું હતું કે જો આપણે ભારતને જિયો પોલિટિકલ દેશના રૂપમાં જોઇશું તો આપણે ક્યારેય ભારતને સમજી શકીશું નહીં. ભારત એક ભૂ-સાંસ્કૃતિક દેશ છે અને જ્યાં સુધી આ વાતને આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણે ભારતની કલ્પનાને સમજી શકીશું નહીં. હજારો વર્ષોથી આપણી ચિર પુરાતન સાંસ્કૃતિક નદીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ પ્રવાહે જે જે લોકોએ પોતાની અંદર સમાવી લીધા છે તે ભારત છે. આપણી સંસ્કૃતિ જ ભારતને જોડે છે અને એક રાખે છે અને આ વિચારને જ્યાં સુધી આપણે નહીં અપનાવીએ ત્યાં સુધી આપણે નવા ભારતની કલ્પના કરી શકીએ નહીં. વિશ્વમાં જે કાંઇ પણ સારું છે તેનો સ્વિકાર કરવો ભારતનો મૂળભૂત સ્વભાવ છે. ભારતે કયારેય નાનું વિચાર્યું નથી અને આજે જેઓ આપણને વિશ્વ બંધુત્વની વાત સમજાવે છે, આપણે હજારો વર્ષોથી વસુધૈવ કુટુંબકમને માનીને ચાલનારા લોકો છીએ.  આઇડિયા ઓફ ઇન્ડિયા – સત્યમેવ જયતે, અહિંસા પરમોધર્મ, સર્વધર્મ સમભાવ, વસુધૈવ કુટુંબકમ, દરિદ્રનારાયણની સેવા, નારીત્વ નારાયણી અને વૈષ્ણવજનમાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વર્ષ 2014 થી 2022 સુધીના આઠ વર્ષની યાત્રામાં સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સંસ્કૃતિને પુનઃ ગૌરવાન્વિત કરવાની દૃષ્ટિથી ભારતમાં ઘણું કાર્ય થયું છે. ભારતમાં સમવિકાસની પરિકલ્પનાને ચરિતાર્થ કરવાનું કાર્ય થયું છે. ઘણી સિદ્ધિઓ હાંસલ થઈ છે જેમાં દેશમાં 80 કરોડ લોકો આજે પોતાને ભારતની વ્યવસ્થાનો હિસ્સો માનવા લાગ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ નવ કરોડ લોકોને એલપીજી ગેસ કનેક્શન મળ્યા, દરેક ઘરમાં શૌચાલય બન્યા, દરેક વ્યક્તિને ઘર મળ્યું, પીવાના પાણીની વ્યવસ્થા થઈ, પ્રત્યેક ગરીબના આરોગ્ય પર પાંચ લાખ રૂપિયાનો ખર્ચ આજે ભારત સરકાર ઉઠાવી રહી છે. દરેક ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડવાનું કામ કર્યું, વચેટિયાઓને ખતમ કરીને લોકોને 19 લાખ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા. જ્યારે કોરોના આવ્યો ત્યારે સમગ્ર વિશ્વ પણ આપણી વ્યવસ્થાની પ્રશંસા કરવા માટે મજબૂર બની ગયું હતું કે ભારત જેવા દેશમાં 90 કરોડ રસીના ડોઝ કોઈ જાતની અવ્યવસ્થા કે અંધાધૂધી વિના આપવામાં આવી. ગરીબમાં ગરીબ વ્યક્તિને બે વર્ષ સુધી પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિનો અનાજ પહોંચાડીને કોરોનાકાળમાં સંવેદનાની સાથે સાથે તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ વિચાર જ આઇડિયા ઓફ ઇન્ડિયા છે. આર્થિક ક્ષેત્રમાં પણ 202-22માં લગભગ તમામ મોટા દેશોમાં સૌથી વધુ અનુમાનિત વૃદ્ધિ દર 8.9 ટકા છે. 2022માં 400 અબજ ડોલરની નિકાસને આપણે પાર કરી ચૂક્યા છીએ.  કૃષિની નિકાસ પણ આઝાદી બાદ સૌથી વધારે છે. પીઆઇએલ યોજનાઓમાં પણ 30 અબજ ડોલરના રોકાણ અને ઉત્પાદન પ્રવૃત્તિ ભારતમાં શરૂ થનારી છે. આપણો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કર રાજસ્વ આઝાદી પછી સૌથી વધુ છે. જીએસટીએ 1.67 લાખ કરોડનો આંક પ્રાપ્ત કરવામાં પોતાનો જ રેકોર્ડ તોડે છે. 11થી વધુ ઔદ્યોગિક કોરીડોર બનાવ્યા છે, વિજળી ટ્રાન્સમિશનમાં પણ આપણે ઘણા રેકોર્ડ તોડ્યા છે. ભારતને સામાજિક અને આર્થિક દૃષ્ટિએ સંપન્ન બનાવવા અને સમવિકાસના માધ્યમથી સમૃદ્ધ બનાવવાનો એક સફળ પ્રયાસ આ આઠ વર્ષમાં થયો છે. વિકાસ સર્વસ્પર્શીય અને સર્વસમાવેશક હોય છે અને વિકાસની આવધારણા સમભાવની સાથે જ હોવી જોઇએ.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0041OCX.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે આપણે નવ ભારતની વાત કરીએ છીએ તો નવભારત કયા માર્ગે મહાસત્તા બનશે, કયા માર્ગે સામર્થ્યવાન દેશોની યાદીમાં મોખરે હશે, તે માર્ગ મોદીજીએ નક્કી કરી નાખ્યો છે અને  આ માર્ગમાં આઠ વર્ષની આપણી યાત્રા સમાપ્ત પણ થઈ ગઈ છે. જ્યાં સુધી સુરક્ષિત ભારતનો સવાલ છે શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી બનતા અગાઉ ભારતની કોઈ સુરક્ષા નીતિ હતી જ નહીં. આપણે વિદેશનીતિને જ સંરક્ષણ નીતિ માનતા હતા. આ દેશ પર વર્ષોથી આપણા પડોશી દેશો દ્વારા પ્રછન્ન રૂપથી હુમલા થતા રહેતા હતા, આતંકવાદીઓ મોકલાવમાં આવતા હતા. ઉરી અને પુલવામામાં આ આઠ વર્ષમાં પણ જ્યારે આવા પ્રયાસો થયા તો ભારતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને જડબાતોડ જવાબ આપ્યો, ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો ત્યારે સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની સુરક્ષા નીતિ શું છે તે સ્પષ્ટ થઈ ગયું. અમે વિશ્વભરના દેશો સાથે સારા સંબંધો રાખવા માગીએ છીએ, અમે સૌને સાથે રાખીને ચાલવા માગીએ છીએ, અમે શાંતિ ઇચ્છીએ છીએ અને શાંતિના પૂજારી પણ છીએ પરંતુ જેઓ અમારા સૈન્ય કે સરહદ સાથે દખલગિરી કરશે તેમને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે પણ અમે દૃઢ નિશ્ચયી છીએ. પહેલી વાર દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાના મામલામાં દેશના એક નેતાએ નિર્ણાયક ભાષાની સાથે વિશ્વને પોતાનો પરિચય કરાવ્યો છે કે ભારતની સરહદોનું કોઈ અપમાન કરી શકે નહીં અને આ નિર્ણાયક પરિચય સમગ્ર વિશ્વમાં  ભારતના પરિચય તરીકે પરિવર્તિત થયો છે. જ્યારે પણ સુરક્ષાના ક્ષેત્રની વાત થાય છે અમેરિકા અને ઇઝરાયેલ, જેઓ પોતાની સરહદોની સુરક્ષા માટે સચેત અને ચબરાક રહે છે. આજે એ બે દેશની યાદીમાં આપણા મહાન ભારતનું ત્રીજું નામ જોડવાનું કાર્ય શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે પૂર્વોત્તરમાં અનેક ગણાં હથિયારબંધ સમૂહ હતા અને છેલ્લા આઠ વર્ષમાં આ સમૂહોના નવ હજાર સમૂહો હથિયાર નાંખીને મુખ્ય ધારામાં આવ્યા છે. ઘણી બધી સમજૂતીઓ થઇ, કાર્બી, આંગલોંગ, બોડોલેન્ડ, બ્રુ અને એનએલએફટીની સમજૂતી થઇ. અગાઉ AFSPA હટાવવા માટે આંદોલન કરવું પડતું હતું અને ભારત સરકારના લોકો બચાવ કરતાં હોય તે રીતે જવાબ આપતા હતા. પરંતુ આજે ઉત્તરપૂર્વમાં શાંતિ સ્થાપિત થવાને કારણે ઉત્તર પૂર્વના 75 ટકા વિસ્તારમાંથી અમે AFSPA ને દૂર કરવાનું કામ કર્યું છે. AFSPAને આઇડિયોલોજી અને માનવાધિકારના આધાર પર દૂર કરવાવાળા લોકો માટે આ જવાબ છે.

તેમણે ઉમેર્યું હતું કે લોકો કહેતા હતા કે માનવાધિકાર તેમનો પણ છે કે જેઓ આતંકવાદમાં મરી જાય છે. આતંકવાદ ફેલાવવાવાળા લોકોના માનવાધિકારની ચર્ચા કરનારા લોકોને હું કહેવા માગું છું કે માનવાધિકાર તેમનો પણ છે કે જેઓ આતંકવાદનો ભોગ બને છે અને તેમના માનવાધિકારની રક્ષા કરવાનો રસ્તો કાનૂન દૂર કરી દઇએ તે નથી. પરંતુ એવી સ્થિતિનું નિર્માણ કરવાનું કે જયાં કાનૂનની જરૂર જ ના રહે. આ પ્રકારની સ્થિતિ શ્રી નરેન્દ્ર મોદીજીએ બનાવી છે. મોદીજીએ પાંચમી ઓગસ્ટ 2019માં ધારા 370 અને 35 A ને હટાવી દીધી અને જે લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, હું ગર્વની સાથે તેમને કહેવા માંગું છું કે મોદીજીની સરકારની નીતિઓના કારણે લોહીની નદીઓ તો દૂરની વાત છે કાંકરો ફેંકવાની પણ કોઇની હિંમત થઈ નથી. જયારે મક્કમતાની સાથે ચોક્કસ ઉદ્દેશ્યને મનમા રાખીને કોઇ શાસન કરે તો પરિવર્તન કેવી રીતે આવે છે તેનું આ ઉદાહરણ છે. જયારે કોઇ દેશના હિતને સર્વોપરિ માનીને શાસન કરે તો રસ્તામાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય, રસ્તો પોતાની રીતે જ થઇ જતો હોય છે આ તેનું ઉદાહરણ છે. વામપંથી ઉગ્રવાદના ક્ષેત્રમાં પણ અમે વિકાસ અને સુરક્ષાના મોરચા પર અનેક પ્રયાસ કર્યા છે. નવા ભારતની કલ્પનામાં સુરક્ષિત ભારત પણ છે.

શ્રી અમિત શાહે કહ્યું કે સામાજિક રીતે સમવિકાસ થવો જોઇએ. આર્થિક દ્રષ્ટિએ  સમગ્ર વિશ્વમાં દેશને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાનો આપણો પુરુષાર્થ હોવો જોઇએ. અને તે પ્રકારની નીતિઓ હોવી જોઇએ. સુરક્ષિત ભારત પણ હોવું જોઇએ. તેમણે કહ્યું કે મોદીજી નવી શિક્ષણ નીતિ લઇને આવ્યા છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. તેમણે કહ્યું કે આ ભારતના ભવિષ્યનો ઉજ્જવળ દસ્તાવેજ છે. 2020ની નવી શિક્ષણ નીતિમાં ભારતીય મૂલ્યોમાં જ શિક્ષણ પ્રણાલિની પરિકલ્પનાને આજના સમયને અનુરૂપ જમીન પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે. દરેક પ્રકારના જ્ઞાનને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રોજગારીને પણ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ છે. બાળક માત્ર ભણીને ગ્રેજ્યુએટ થઇને બહાર ન નીકળે, બાળકમાં જે ક્ષમતાઓ ભરેલી છે તેને નીચોવીને બહાર કાઢવા માટે આ પ્લેટફોર્મ આપવું પડશે. તેઓ પોતાની ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે પ્રકારે તેને તૈયાર કરવા જોઇએ અને આ વ્યવસ્થા નવી શિક્ષણ નીતિમાં છે. નવી શિક્ષણ નીતિને ઝીણવટપૂર્વક જોઇએ તો ખબર પડે તે આ દેશના માટે 5-3-3-4નું જે નવું મોડેલ આવ્યું છે તે 10+2 ના મોડેલની જગ્યાએ કેટલુંય મહત્વનું છે. હું માનું છું કે પહેલા પાંચ વર્ષ માતૃભાષામાં અભ્યાસ બાળકના વિકાસ માટે જરૂરી છે. માત્ર બાળકના વિકાસ માટે નહી પરંતુ દેશના વિકાસ માટે પણ આ ખૂબ જરૂરી છે કારણ કે આપણી સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, વ્યાકરણ બાળકને તેની માતૃભાષામાં ભણાવવામાં આવે અને જો બાળક તેનાથી જ કપાઇ જાય તો પોતાના મૂળથી કપાઇ જાય છે. તેમણે કહ્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થામાં માત્ર અંગ્રેજી જ નહીં પરંતુ દુનિયાની કોઇપણ ભાષાનો અભ્યાસ કરે પરંતુ હું ગુજરાતી ન ભણું, હિન્દી ન ભણું તો હું મારી જાતને દેશની મૂળ ધારા સાથે જોડી શકીશ નહીં. મોદીજીએ આ બાબત પર કામ કર્યું છે. અમારી સરકારે કેટલાય વિચાર અને કેટલાક લોકો પાસેથી વિચારો, મંતવ્યો લઇને નવી શિક્ષણ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે કદાચ આ પહેલી શિક્ષણ નીતિ મોદીજીના નેતૃત્વમાં આવી છે કે જેનો કોઇ વિરોધ કરી શકયું નથી અને તમામે તેનું સ્વાગત કર્યું છે આ જ દર્શાવે છે કે તે કેટલી પ્રસ્તુત છે. નૈતિક મૂલ્યોમા વધારો કરવો, આત્મસાત કરવા, રિસર્ચ અને પ્રોફેશનલની એક એવી ફૌજ તૈયાર કરવી કે જે દેશમાં આરએનડી અને પ્રોફેશનાલિઝમને વધારશે અને આ જ આપણી નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આ દેશના યુવાનોને પણ મોદીજીએ અનેક સંભાવનાઓના અલગ અલગ મંચ આપ્યા છે. નવી શિક્ષણ નીતિ કૌશલ રિસર્ચ અને સ્કીલને પ્રોત્સાહન આપશે
, કેપેસિટી બિલ્ડિંગ પર આ શિક્ષણ નીતિમાં ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાયર એજ્યુકેશનમાં આઠ વર્ષની અંદર લગભગ 2014થી 39 હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટયુટ બનાવ્યા છે. આઇઆઇટી, આઇઆઇએમ, એનઆઇટી, આઇઆઇઆઇટી શરૂ કરી છે. મેડીકલ કોલેજમાં 55 ટકાનો વધારો થયો છે અને એમબીબીએસ બેઠકો બે ગણી વધી છે અને પીજી મેડીકલમાં પણ બે ગણો વધારો કરવાનું કામ આઠ વર્ષના અલ્પકાળમાં નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. સ્કીલ ઇન્ડિયા મિશન અંતર્ગત સ્કિલિંગ અને રિસ્કિલીંગ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના-3 લોન્ચ થઇ ગઇ છે. લગભગ ચાર લાખ યુવાનોને અમે પ્રશિક્ષિત કર્યા છે. તેમણે કહ્યું કે 2014માં 724 સ્ટાર્ટ અપ હતા આજે 70 હજારથી વધારે સ્ટાર્ટ અપ બનવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 10 હજારથી વધારે સ્ટાર્ટ અપ તો માત્ર કોરોના કાળમાં જ બન્યા અને 2014માં 724 સ્ટાર્ટ અપ હતા તેમાંથી માત્ર ચાર સ્ટાર્ટ અપ યુનિકોર્ન કલબમાં હતા પરંતુ આજે 51 યુનિકોર્ન કલબમાં છે. જેટલા પણ સ્ટાર્ટ અપ છે તેમાંથી 44 ટકા સ્ટાર્ટ અપ આપણી બહેનો દ્વારા કરવામાં આવ્યા છે તે ખૂબ જ મોટી સિદ્ધિ છે. 45 સ્ટાર્પ અપ, ટુ ટાયર અને 3 ટાયર શહેરોમાંથી આવ્યા છે. જો સંભાવના અને શક્તિઓ છે તો તેમને પ્લેટફોર્મ આપવાનું કામ કેન્દ્રની શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે કર્યુ છે. મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી ભારતને વિશ્વમાં ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનું કામ કર્યું છે. મેઇ ઇન ઇન્ડિયાના માધ્યમથી ભારતને વિશ્વમં ઉત્પાદનનું હબ બનાવવાનું કાર્ય અમે કર્યું છે. ડિજિટલ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, એનિમેશન, સૂર્યોદય જેવી સંખ્યાબંધ યોજનાઓ મોદીજી યુવાનો માટે લાવ્યા છે. નરેન્દ્ર મોદીજીને સ્પષ્ટરૂપથી એક નીતિ છે કે આ દેશને મહાન આ દેશનો યુવાન જ બનાવી શકે છે. આ દેશને જો દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડવો છે તો યુવાનોને પ્રેરિત કરવા પડશે, યુવાનોને માર્ગ દેખાડવો પડશે અને તેમને મંચ આપવું પડશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો આ દેશને સમસ્યાઓનો દેશ કહે છે પરંતુ લાખો સમસ્યાઓનું સમાધાન પણ આ દેશના વિચારોમાં જ છે. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીનીઓને વૈચારિક લડતનો અખાડો બનાવવો જોઇએ નહીં. હિંસા અને વૈચારિક લડાઈનું રણમેદાન યુનિવર્સિટીને બનાવવી જોઇએ નહીં. આઇડિયોલોજી યુનિવર્સિટીમાંથી જ ઉત્પન્ન થાય છે. યુવાન આઇડિયોલોજીમાં સંઘર્ષે સ્થાને વિમર્શને સ્થાન આપો, જે શ્રેષ્ઠ છએ તે આપોઆપ બહાર આવશે, આઇડિયોલોજી માટે લડવાની જરૂર નથી કેમ કે લડવાથી ક્યારેય આઇડિયોલોજી પ્રસ્થાપિત થશે નહીં અને ના તો આપણે તેનો પ્રચાર કે પ્રસાર કરી શકીએ છીએ. ના તો તેની સ્વિકૃતિ લાવી શકીએ છીએ. વિચાર અને વિમર્શથી જ સ્વિકૃતિ આવી શકે છે, આઇડિયોલોજી આગળ ધપે છે અને આઇડિયોલોજી યુગો યુગો સુધી ચાલે છે. જો આઇડિયોલોજી સંઘર્ષનો માર્ગ બને છે તો તે આઇડિયોલોજી જ નથી, કમ સે કમ આ દેશની તો નથી જ.

શ્રી શાહે ઉમેર્યું હતું કે આજે દેશમાં એક નવા પ્રકારનો વિચાર શરૂ થયો છે, અધિકારોની લડાઈનો. તેમણે કહ્યું કે બંઘારણે આપણને સૌને અધિકાર આપ્યો છે પરંતુ અધિકારની સાથે સાથે જવાબદારી, દાયિત્વનો પણ બંધારણે ઉલ્લેખ કર્યો છે અને કોઈ એવો અધિકાર હોતો નથી જે જવાબદારી અદા કર્યા વિના જ આપણે માગવો જોઇએ. યુવાનોએ દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, ગરીબો પ્રત્યે પોતાની જવાબદારીનો વિચાર કરવો જોઇએ. એક નવો વિચાર આ દેશમાં કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે અધિકારોની માગણીને સૌથી વધુ મજબૂત બનાવવી, તેના આધારે અસંતોષ પેદા કરવો, અસંતોષને સંઘઠિત કરીને એક રીતે નવી અવ્યવસ્થા પેદા કરવી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે જો થોડો ઓછો અધિકાર મળશે તો કાંઈ જતું રહેવાનું નથી પરંતુ જો વધારે જવાબદારીની ચિંતા કરશો કો કોઈના અધિકારની આપણે આપોઆપ ચિંતા કરતા થઈશું. આપણે જ્યારે આપણી જવાબદારીની ચિંતા કરીએ છીએ ત્યારે તેની સાથે સાથે કોઇના અધિકારની પણ આપણે ચિતાં કરી લઇએ છીએ. જ્યારે આપણે આપણી જવાબદારીની ચિંતા કરીએ છીએ ત્યારે તેની સાથે કોઈના અધિકારનું પણ રક્ષણ કરતા હોઇએ છીએ અને આ અધિકારની માગણીના આધારે હિંસા ફેલાવવી તે આપણી વિચારધારા નથી. આ દેશ હંમેશાંથી પોતાના દાયિત્વ પ્રત્યે હંમેશાંથી જાગૃત રહ્યો છે. જોશ અને ઝનૂન હોવું જોઇએ પરંતુ તેનો માર્ગ પણ યોગ્ય હોવો જોઇએ. જો આપણે યોગ્ય માર્ગે નહીં જઇએ તો આપણે દેશનું ભલું નહીં કરી શકીએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આજે અહીં ત્રણ દિવસના વાર્તાલાપનો પ્રારંભ થઈ રહ્યો છે અને સ્વરાજથી નવભારત સુધીની કલ્પના તથા તેના વિચારનું પુનરાવલોકન. આ તેના માટે ઘણો જ યોગ્ય સમય છે અને આ વિષય પર વિચાર વિમર્શ થવો જોઇએ.

 

 


(Release ID: 1826763) Visitor Counter : 231


Read this release in: Hindi , Marathi