ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

માનકીકરણ માટેની ગુજરાત રાજ્ય કક્ષાની સમિતિની બેઠક ગુજરાત સરકારના નવા સચિવાલય ખાતે યોજાઈ

Posted On: 12 MAY 2022 11:32AM by PIB Ahmedabad

માનકીકરણ પર પહેલી રાજ્યસ્તરીય સમિતિ (SLCS)ની રચના કરાઈ હતી જેમાં અધ્યક્ષ તરીકે  ગુજરાત સરકારના મુખ્ય સચિવની અને અને સેક્રેટરી તરીકે સચિવ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, ગુજરાત સરકારના સચિવની વરણી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરો (BIS)ના અધિકારીઓ ઉપરાંત, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રતિનિધિઓ, રાજ્યના ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, રાજ્ય ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રાહક સંગઠનો, કેન્દ્રીય અને રાજ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, અગ્રણી ટેકનિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ સમિતિના સભ્યો છે.

મીટીંગ દરમિયાન, ગુજરાત રાજ્યમાં માનકીકરણ સેલની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેનું મુખ્ય કાર્ય સરકાર, ઉદ્યોગો અ BIS વચ્ચે કોમ્યુનિકેશન ચેનલ તરીકે કામ કરવાનું રહેશે.

આ ઉપરાંત, સમિતિએ માનકોની રચના, પ્રમોશન, અનુરૂપ આકારણી અને ઉપભોકતા આઉટરીચ પર રાજ્ય સરકારના અધિકારીઓની ક્ષમતા નિર્માણ પર ચર્ચા કરી.

BISની વિવિધ યોજનાઓ જેવી કે પાઈપવાળા પીવાના પાણી પુરવઠા વ્યવસ્થાપન પ્રણાલી માટેના માનકોના અમલીકરણ મેનેજમેન્ટ સિસ્ટમ્સ સર્ટિફિકેશન સ્કીમ, હોલ માર્કિંગ, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોના અમલીકરણ માટેની વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને સમિતિ દ્વારા વિવિધ પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

શ્રી પંકજ કુમાર, IAS, ગુજરાત સરકારના મુખ્ય સચિવે બેઠકની અધ્યક્ષતા કરી. શ્રી મોહમ્મદ શાહિદ, IAS, સચિવ (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ) એ સ્વાગત પ્રવચન રજૂ કર્યું. શ્રીમતી નિશાત એસ. હક, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (પશ્ચિમ) અને શ્રી સુમતિ સેંગર, ભારતીય માનક બ્યૂરોના ડિરેક્ટર અને પ્રમુખ (અમદાવાદ) એ સમિતિ સમક્ષ BISની વિવિધ ક્રિયાઓ અંગે રજૂઆતો કરી. DDG (પશ્ચિમ)એ ગુણવત્તા નિયંત્રણ આદેશોના અસરકારક અમલીકરણ માટે એક સંલકિત પદ્ધતિ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને રાજ્ય સરકારના વિભાગોને તમામ ટેન્ડરોમાં ISI ચિન્હિત ઉત્પાદનોનો આગ્રહ કરવાની વિનંતી કરી હતી.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1824615) Visitor Counter : 186