પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યો

Posted On: 09 MAY 2022 1:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહનુભાવો, યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું. મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ માટે કાઉન્ટ ડાઉન યોગોત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાસ્થ્ય, સુખ અને સુખાકારી માટે યોગ થીમ પર આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, યોગવિધા એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી યોગ અને આયુર્વેદને વેશ્વિક ઓળખ મળી છે.  

યોગ અને આયુર્વેદ પુન:સ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહત્વનું કાર્ય કર્યુ છે અને ઘરે ઘરે યોગ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, યોગ તરફ આજની નવી પેઢી વળે, અને આ અનમોલ વિદ્યા દ્વારા તન અને મન તંદુરસ્ત બને અને તન-મનથી રાષ્ટ્રને તંદુરસ્ત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. વ્યક્તિ, સમાજ અને દેશ તંદુરસ્ત બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ કરીએ. યોગ અને આયુર્વેદ આ બંન્ને સદપ્રમાણ અનુપાલન વ્યક્તિગત જીવનમાં વધે તો સામાજિક તંદુરસ્તીનું સ્તર આપોઆપ ઉપર આવે. ફિશિરીઝ વિભાગ દ્વારા દરિયાઇ પટ્ટી વિસ્તારમાં યોગને વધુને વધુ લોકો સુધી લઇ જવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.  

યોગોત્સવ કાર્યક્રમ બાદ મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા, ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો પોરબંદરના હાજી અબ્દુલભાઇ સત્તાર મૌલાનાની શુભેચ્છા મુલાકાત કરી તેમની લાઇબ્રેરીનુ નિરિક્ષણ કરી ખુશી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મત્સ્ય વિભાગના સચિવશ્રી જતિન્દ્ર  શ્વૈન, સેક્રેટરી જે. બાલાજી, જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, ડી.આઇ.જી કોસ્ટ ગાર્ડ એસ.કે. વર્ગિસ, આર. કે. સીંઘ, ડો. આર. જાયાબાશકરન સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.

21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે સરકારના જુદા-જુદા તમામ વિભાગો યોગાસન કાર્યક્રમમાં જોડાયા છે.

 

Sd/Gp/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823835) Visitor Counter : 172