વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ - દીવમાં ઔદ્યોગિક ઉત્પાદન વેચાણ કમ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 09 MAY 2022 12:59PM by PIB Ahmedabad

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ - દીવમાં ઔદ્યોગિક ઉત્પાદન વેચાણ કમ એક્સ્પોનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદેશના ઈતિહાસમાં પ્રથમ વખત મોટા પાયે એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. એક્સ્પો 16 મે સુધી ચાલશે. દમણ અને દાનહમાં હજારો નાના-મોટા ઉદ્યોગો આવેલા છે તેમાં બનતી ચીજવસ્તુઓ દેશની સાથે સાથે વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે શ્રમિક કલ્યાણ યોજનાનો લાભ શ્રમિકોને આપ્યો હતો. સાથે નવી રોકાણ પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી હતી.

 


ઈન્ડસ્ટ્રી એક્સપોમાં અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. એક ઇન્ડસ્ટ્રી મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં પ્રદેશમાં બનેલા માલસામાન અને ઉદ્યોગોના વિકાસની વિકાસગાથા કહેવામાં આવી રહી છે. 16 મે સુધી વિવિધ સેમિનાર પણ યોજાશે, જેમાં ઉદ્યોગને લગતી ભારત સરકારની વિવિધ યોજનાઓ જણાવવામાં આવશે.

 

SD/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823824) Visitor Counter : 153