કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
એક મિકેનિકની સફળતાની વાર્તા
Posted On:
09 MAY 2022 12:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાએ અબ્દુલનું ઓટો મિકેનિક બનવાનું સપનું પૂરું કર્યું.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દમણ જિલ્લાના રહેવાસી અબ્દુલ કલામ નૂરનું બાળપણનું સપનું પૂરું થયું છે. આ સાથે તે આત્મનિર્ભર પણ બન્યો છે અને અન્ય બે લોકોને રોજગાર આપી રહ્યો છે. નાની દમણમાં રહેતા અબ્દુલ કલામ નૂર દસમું પાસ છે. તે ઈચ્છતો હતો કે તેને સંપૂર્ણ તાલીમ મળવી જોઈએ જેથી લોકો તેમના મોટર વાહનોને યોગ્ય રીતે રિપેર કરી શકે.
કોઈએ અબ્દુલને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના વિશે જણાવ્યું. તેણે કૌશલ્યા સેન્ટરમાં જઈને પોતાનું નામ નોંધાવ્યું. તેને ઓટોમોટિવ સર્વિસ ટેક્નિશિયન (ટુ અને થ્રી વ્હીલર)ના કોર્સમાં તક મળી. ત્રણ મહિના સુધી અબ્દુલે ઓટો મિકેનિકની તાલીમ લીધી. તેમને સ્કૂટર અને ઓટો વગેરેના દરેક ભાગ વિશે સમજાવવામાં આવ્યું હતું. ત્રણ મહિનાની તાલીમ બાદ તેને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ તાલીમ બાદ અબ્દુલે પોતાનું નાનું ગેરેજ શરૂ કર્યું છે. આ ગેરેજમાંથી તે દર મહિને 30 હજાર કમાય છે. અને આજે તે પોતાના ગેરેજમાં અન્ય બે લોકોને રોજગારી પણ આપી રહ્યો છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1823807)
Visitor Counter : 220