રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન વડોદરા દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસનું આયોજન


77 રેલવે કર્મચારીઓને મળ્યું સન્માન

Posted On: 02 MAY 2022 5:20PM by PIB Ahmedabad

“આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ” ના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન વડોદરા દ્વારા આયોજિત સમારોહ માં ડિવિઝનના વિવિધ વિભાગો ના કુલ 77 રેલવે કર્મચારીઓને પ્રશંસા પત્ર તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને તેમની કઠોર મહેનત અને લગન તેમજ નિષ્ઠાપૂર્ણ કામ ની પ્રશંસા કરવામાં આવી.

વડોદરાના પ્રતાપનગર ખાતે રેલવે ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમિત ગુપ્તા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન વડોદરાની અધ્યક્ષતા શ્રીમતી અંજુ ગુપ્તા એ જણાવ્યું કે અમારા રેલવે કર્મચારી જે કોઈ પણ મોસમમાં થાક્યા વગર તેમજ લગન અને મહેનતથી કામ કરે છે. તેમનું સન્માન કરવું અમારા માટે ગૌરવપૂર્ણ પળ છે. તેમણે ઉપસ્થિત રેલવે કર્મચારીઓની કઠોર મહેનત અને નિષ્ઠાથી કામ કરવાને તથા પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનને અધિક ઊંચાઈએ લઈ જવાનું આહ્વાન કર્યું. ડીઆરએમ શ્રી ગુપ્તાએ તેમના સંભાષણમાં તમામ રેલવે કર્મચારીઓને લગન અને નિષ્ઠપૂર્વકના કામોની પ્રશંસા કરી.

કાર્યક્રમની શરૂઆતમાં અતિથિઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. તેમાં એન્જિનિયરીંગ વિભાગ, વીજળી વિભાગ, પરિચાલન વિભાગ તેમજ સંકેત અને દૂરસંચાર વિભાગના રેલવે કર્મચારીઓને સન્માન પ્રાપ્ત કરવાનું ગૌરવ મળ્યું. આ કાર્યક્રમમાં અપર ડિવિઝન રેલવે મેનેજર શ્રી શિવચરણબૈરવા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના ઉપાધ્યક્ષ, શ્રીમતી શૈલજા બૈરવા, સચિવ શ્રીમતી આશા કુમાર તથા મુખ્ય મેડિકલ સુપ્રિટેન્ડન્ટ શ્રી કૃષ્ણ કુમાર અને સિનિયર પર્સોનેલ ઓફિસર શ્રી આર કે ઉપાધ્યાય અને અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમના અંતમાં સંગઠનની ખજાનચી શ્રીમતી સુનીતા શર્મા એ ધન્યવાદ ભાષણ આપ્યું. કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલનમાં મુખ્ય કલ્યાણ નિરિક્ષક શ્રીમતી ગીતા નાયર અને પ્રદીપ કુમારની મુખ્ય ભૂમિકા હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1822041) Visitor Counter : 79