મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ“એમ્પાવરમેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર સેક્ટર્સ” ઉપરની રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું


ફાર્મામાં ભારત 24 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કરે છે, જેમાં ગુજરાતની ભાગીદારી 25 ટકા જેટલી છેઃ શ્રીમતી ઈરાની

સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓની સારવાર આયુષ્માન કાર્ડથી સરળ બનીઃ કેન્દ્રીય મંત્રી

Posted On: 01 MAY 2022 1:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ આજે સોરિંગ હાઇટ્સ ઓફ એમ્પાવરમેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન તેમણે એક નોલેજ રિપોર્ટ ફ્યુચર ઇમ્પેક્ટ ઓન ફાર્મા એન્ડ હેલ્થકેર વીથ ડાયવર્ઝિટી એન્ડ ઇન્ક્લુઝિવિટીઃ વિઝન 2030 પણ લોંચ કર્યો હતો તથા હેલ્થકેર અને ફાર્મામાં વિવિધતા અને સમાવેશકતાની મહત્વતા ઉપર ભાર મૂકતાં એક ચર્ચા સત્રમાં પણ ભાગ લીધો હતો.

શ્રીમતી ઈરાનીએ કહ્યું હતું કે 1960માં ગુજરાતમાં માત્ર 103 ફાર્મા યુનિટ હતા .જે વધીને આજે 4950 યુનિટ છે. 1960માં ગુજરાતની ફાર્મા કંપનીઓનું ટર્નઓવર 18 કરોડનું હતું તે આજે લાખો કરોડમાં પહોંચ્યું છે. ભારતનું ફાર્મા માર્કેટ 42 બીલિયન ડોલરનું છે, જેમાં ગુજરાતની ભાગીદારી 33 ટકા છે. ફાર્મામાં ભારત 24 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કરે છે, જેમાં ગુજરાતની ભાગીદારી 25 ટકા જેટલી છે. પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી.

મહિલાઓનો ઉલ્લેખ કરીને શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી છે. ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં મહિલાઓને યોગ્ય તકો આપવામાં નથી આવતી. એવામાં ફાર્મા ક્ષેત્રમાં વધારે મહિલાઓએ આગળ આવવાની જરૂર છે. કોરોના મહામારીમાં પણ મહિલાઓની કામગીરી બિરદાવવા લાયક રહી છે. 45 કરોડ મહિલાઓ ફાર્મા ક્ષેત્રે આગળ આવી છે. તેમણે કહ્યું હતું કે હાલના સમયમાં અનેક મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી પીડાઈ રહી છે, તેમની આયુષ્યમાન કાર્ડ દ્વારા સારવાર સરળ બની છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હેલ્થકેરમાં માહિલોઅના વર્કફોર્સમાં વધારો થાય તે જરૂરી છે. ફાર્મા માર્કેટીંગ અને મેન્યુફેક્ચરિંગમાં મહિલાઓની ભાગીદારી વધારવી જોઈએ.

નેશનલ કોન્ફરન્સમાં ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના ડેવલોપમેન્ટ અને મહિલાઓની ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી.કોશિયા પણ હાજર હતા. ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને વિશેષને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા

કોન્ફરન્સના લોંચ પ્રસંગે વાત કરતાં કોન્ફરન્સના કન્વીનર દીપા શર્માએ કહ્યું હતું કે, હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં મહિલાઓની સહહભાગીતા તથા મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનવવા જરૂરી સંવાદ અને એક્શનને વેગ આપવાનો કોન્ફરન્સનો હેતુ છે. માનનીય સ્મૃતિજીની સહભાગીતાથી અમે દિશામાં મોટું પગલું ભર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના રાષ્ટ્રીય એજન્ડામાં યોગદાન આપવાના લક્ષ્ય સાથે અમે કોન્ફરન્સ દ્વારા ઉદ્યોગ સાહસિકતાના જુસ્સાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની આશા રાખીએ છીએ.

સેન્ટીમેન્ટ્સને પુષ્ટિ આપતાં પ્રાઇમ ફાઉન્ડેશનના સ્થાપક વિનોદ શર્માએ કહ્યું હતું કે, સ્મૃતિજીએ વ્યક્ત કરેલી ઉમદા ભાવના ગુજરાતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને મહિલા ઉદ્યોગ સાહસિકતાની ભાગીદારી સાથે આગળ વધવામાં મદદ મળશે.

કોન્ફરન્સને સંબોધિત કરતાં ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના નેશનલ પ્રેસિડેન્ટ ડો. વિરાંચી શાહે કહ્યું હતું કે, દરેક ગુજરાતીના ડીએનએમાં બિઝનેસ છે અને માનનીય મંત્રી શ્રી સ્મૃતિજીએ મહિલાઓની મજબૂત હિસ્સેદારી ઉપર ભાર મૂકતાં મને વિશ્વાસ છે કે મહિલા ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશ્નલ્સની સહભાગીતામાં વધારો થશે.

સાથે કાર્યક્રમમાં હેલ્થકેર અને ફાર્મામાં વિવિધતા અને સમાવેશકતા તથા મહામારી દરમિયાન લેવાયેલા મોટા પગલાઓ અને પ્રગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. મહિલાઓને મુખ્ય ધારામાં લાવવા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં લેતાં ક્ષેત્રમાં વધુ મહિલાઓને સામેલ કરવાના ઉદ્દેશ્ય સાથે કોન્ફરન્સમાં તેના સંબંધિત વાર્તાલાપ, ચર્ચાઓ અને તેના પરિણામો હાંસલ કરવાનો પ્રયાસ કરાયો હતો.

SD/GP/JD

 



(Release ID: 1821772) Visitor Counter : 196