રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

અમદાવાદ મંડળની 4 જોડી ટ્રેનોમાં જોડાશે એક્સ્ટ્રા કોચ

Posted On: 29 APR 2022 4:30PM by PIB Ahmedabad

વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની માગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને અદમદાવાદથી નવી દિલ્હી, પટના, દરભંગા તથા ભુજથી બંદ્રા ટર્મિનસ વચ્ચે ચાલતી 4 જોડી ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવશે. તેની વિગતો નીચે મુજબ છે :

  1. ટ્રેન નંબર 12957/12958 અમદાવાદ-નવી દિલ્હી-અમદાવાદ સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી 28/04/2022ના રોજથી 30/05/2022 સુધી અને નવી દિલ્હીથી 29/04/2022ના રોજથી 01/06/2022 સુધી થર્ડ એસીનો એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવ્યો છે. 
  2. ટ્રેન નંબર 22904/22903 ભુજ-બાંદ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી 30/04/2022ના રોજથી 16/05/2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 29/04/2022થી લઇને 15/05/2022 સુધી થર્ડ એસીનો એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવશે.
  3. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ-પટના-અમદાવાદ કલોલ સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદથી 04/05/2022ના રોજથી 11/05/2022 સુધી અને પટનાથી 06/05/2022થી લઇને 13/05/2022 સુધી થર્ડ અને એક સ્લીપર કેટેગરીનો કોચ વધારાનો જોડવામાં આવશે.
  4. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા-અમદાવાદ કલોલ સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદથી 29/04/2022થી લઇને 13/05/2022 સુધી અને દરભંગાથી 02/05/2022થી લઇને 16/05/2022 સુધી થર્ડ એસી અને સ્લીપર કેટેગરીનો વધારાનો કોચ જોડવામાં આવી રહ્યો છે.

ટ્રેનોના આવવા-જવાનો સમય, સ્ટોપેજ અને વિગતો અંગેની વિસ્તૃત જાણકારી www.enquiry.indianrail.gov.in.  પરથી જોઇ શકાય છે.

SD/GP/JD(Release ID: 1821278) Visitor Counter : 88