સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 અંતર્ગત, ‘કાઉન ડાઉન ટુ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા થીમ’ ઉપર નડિયાદ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે,ખેડા પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે યોગાભ્યાસ કર્યો


યોગ આપણી વૈદિક પરંપરા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યોગને વિશ્વ કક્ષાએ સ્વીકારાયું-- કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ


ગુજરાત સર્કલ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ જીતેન્દ્ર ગુપ્તા, દક્ષિણ ગુજરાત પોસ્ટ માસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલ, ખેડા મંડળ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ એન .જી .રાણા રહ્યા ઉપસ્થિત

Posted On: 25 APR 2022 5:31PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 નજીક આવી રહ્યો છે ત્યારે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ ડે અંતર્ગત, ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા રેલ્વે, ઇલેક્ટ્રોનિક્સ અને સુચના મંત્રી, ભારત સરકાર, અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં દિલ્હીમાં અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોગા ઉત્સવની શરૂઆત કરતા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

આજના દિવસે યોગા ઉત્સવથી સમગ્ર ભારતભરમાં પોસ્ટ વિભાગ દ્વારા ૫૦ હજારથી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા પોસ્ટ વિભાગના કર્મચારીઓ અને પરિવાર દ્વારા કાઉન ડાઉન ટુ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાના થીમ ઉપર યોગા કરવામાં આવ્યા હતા. જેમાં દિલ્હીથી સંચાર વિભાગના રેલ્વે ઇલેક્ટ્રોનિક્સ અને સુચના મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા ખેડા વિભાગ પોસ્ટ ઓફિસના સો ઉપરાંત કર્મચારીઓ યોગા ઉત્સવમાં જોડાયા હતા. ભારતભરમાં પચાસ હજાર પોસ્ટ ઓફિસોમાં વર્ચ્યુઅલ માધ્યમથી કાઉન ડાઉન ટુ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે નડિયાદ ખાતે નડિયાદ નગરપાલિકા ઉદ્યાનમાં યોગા ઉત્સવમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે યોગ આપણી વૈદિક પરંપરા રહી છે. આ પરંપરા  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે વિશ્વ કક્ષાએ છે. વધુમાં તેમણે જણાવ્યું કે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગા ડેનું મહત્વ ભારતભરમાં અને વિશ્વમાં પણ વધ્યું છે. વિશ્વએ પણ યોગાને મહત્વ આપ્યું છે. અને ભારતમાં પણ યોગનું મહત્વ છે. ત્યારે ભારતભરના આપણા વિભાગના ૫૦ હજારથી વધુ પરિવારો યોગા ઉત્સવમાં જોડાયા છે. તે જણાવી દેવુસિંહ ચૌહાણે નડિયાદ ખાતે, ખેડા જિલ્લાના ૧૦૦ ઉપરાંત પોસ્ટ વિભાગના કર્મચારીઓ અને પરિવાર સાથે પણ યોગ કર્યા હતા. આ પ્રસંગે પોસ્ટ વિભાગના ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ જીતેન્દ્ર ગુપ્તા, દક્ષિણ ગુજરાત પોસ્ટ માસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલ, ખેડા મંડળના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ  વિ.કે. રાણા ઉપસ્થિત રહી જોડાયા હતા.

SD/GP/JD
 



(Release ID: 1819886) Visitor Counter : 230