રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

29 એપ્રિલ થી આણંદ-ડાકોર વચ્ચે બે અનરીઝર્વ્ડ મેમૂ પેસેન્જરટ્રેનો રોજ ચાલશે

Posted On: 25 APR 2022 5:14PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા સ્થાનિક મુસાફરો ની માગણી તથા તેમની સુવિધાનો વિચાર કરીને તારીખ 29એપ્રિલ 2022 ના રોજથી આણંદ તેમ જ ડાકોર વચ્ચે બે અનરીઝર્ઝવ પેસેન્જર ટ્રેન શરૂ કરવા માં આવી રહી છે. વડોદરા મંડળના પીઆરઓ શ્રી પ્રદીપ શર્મા એ જણાવ્યા મુજબ આ ટ્રેનો ની વિગતવાર જાણકારી આ મુજબ છે.

ટ્રેન નંબર 09379 (મૂળટ્રેન 69133)આણંદ-ડાકોર મેમૂ પેસેન્જર તારીખ 29 એપ્રિલ 2022 ના રોજથી બીજી સૂચના ન મળેત્યાં સુધી સવારે 07:25 વાગ્યા થી આણંદ થી ઊપડી અને 07:33 વાગ્યા સદનાપુરા 07:41 વાગ્યે, ભાલેજ 07:49, વાગ્યે ઓડ 07:57 વાગ્યે ઉમરેઠ અને દર રોજ 08:15 વાગ્યે ડાકોર પહોંચશે. પાછી ફરતી ટ્રેન નંબર 09380 ડાકોર-આણંદ મેમૂ પેસેન્જર (મૂળટ્રેન 69134), દર રોજ 08.35 વાગ્યે ડાકોર થી ઊપડી અને 08.41 વાગ્યે ઉમરેઠ,8:55 વાગ્યે ઓડ 09:30 વાગ્યે ભાલેજ 09:13 વાગ્યે સદનાપુરા અને 09:30 વાગ્યે આણંદ પહોંચશે.

આમ, ટ્રેન નંબર 09387 આણંદ-ડાકોર મેમૂ પેસેન્જર (મૂળટ્રેન 69135,) તારીખ 29 એપ્રિલ 2022 ના રોજ થી બીજી સૂચના ન મળે ત્યાં સુધી રોજ 15:45વાગ્યે આણંદ થી ઊપડી ને 15:52 વાગ્યે સદનાપુરા, 16:00 વાગ્યે ભાલેજ, 16:14 વાગ્યે ઓડ,16:22 વાગ્યે ઉમરેઠ અને 16:40 વાગ્યે ડાકોર પહોંચશે. પાછા વળતાં ટ્રેન નંબર 09388 ડાકોર-આણંદ મેમૂ પેસેન્જર સાંજના 16:50 વાગ્યે ડાકોર થી ઊપડીને 16:56 વાગ્યે ઉમરેઠ 17.04 વાગ્યે ઓડ 17:12 વાગ્યે ભાલેજ અને 17:23 વાગ્યે સદનાપુરા થઇ ને સાંજના 17.40 વાગ્યે આણંદ પહોંચશે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1819881) Visitor Counter : 240