કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું આયોજન થયું


દરેક મંત્રાલયે સાથે સંકલ્પ લીધા છે કે દેશને ગ્લોબલી આગળ વધારવોઃ કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી સુશ્રી દર્શના જરદોશ

ગુજરાતને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છેઃ સુશ્રી દર્શના જરદોશ

જીસીસીઆઈએ Hazardous and Other Waste Management Rules 2016ના નિયમ-9ની વચગાળાની નીતિને રદ કરવાના નિર્ણયને પરત લેવા બદલ સરકારનો આભાર માન્યો

Posted On: 23 APR 2022 8:38PM by PIB Ahmedabad

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા 23મી એપ્રિલ, 2022ના રોજ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર,અમદાવાદ, ગુજરાત ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યુ હતુ કે દરેક મંત્રાલયે સાથે સંકલ્પ લીધા છે કે દેશને ગ્લોબલી આગળ વધારવો. કોવિડ પછી અનેક સમસ્યાઓ આવી બધા જોડે ઓનલાઇન વાત કરી અને સમસ્યા દૂર કરવાના પ્રયાસ કર્યા પરિણામે 400 બિલિયન ડોલરનો ટાર્ગેટ હતો તે તે એચિવ કર્યો છે.  તેમણે કહ્યું કે નવસારી પાસે ટેક્સટાઈલ પાર્કની જગ્યા ફાઇનલ કરી દીધી છે. એક પાર્ક ગુજરાતને મળવાની શક્યતા છે.

ઉદઘાટન સત્રમાં માનનીય મંત્રી શ્રીમતી દર્શના જરદોષે જણાવ્યું હતું કે તેઓ અને માનનીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજી ઉદ્યોગને લગતા અને ખાસ કરીને ગુજરાતને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ પ્રસંગે આમંત્રણ આપવા અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરવાની તક આપવા બદલ GCCIનો આભાર માન્યો હતો.

આ દરમિયાન જીસીસીઆઈએ Hazardous and Other Waste Management Rules 2016ના નિયમ-9ની વચગાળાની નીતિને રદ કરવાના નિર્ણયને પરત લેવા બદલ સરકારનો આભાર માન્યો હતો.. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ તમામ ઉદ્યોગો માટે તાત્કાલિક અસરથી HOWM Rules 2016ના નિયમ-9ની વચગાળાની નીતિ પાછી ખેંચી લેવાનો આકસ્મિક નિર્ણય લીધો હતો. આ અણધાર્યા નિર્ણયથી ઉદ્યોગોને સહાયરૂપ બનતી પરસ્પર ફાયદાકારક આપ-લે તેમજ  'Reduce, Recycle and Re-use 'ની નીતિને નુકશાન થવાની શક્યતાઓ રહેલી હતી. ઉદ્યોગો તાજેતરના પ્રતિકૂળ સંજોગોમાં ટકી શક્યા હતા તેનો એક મુખ્ય કારણ હતું કે તેઓ ઓછી કિંમતે અન્ય ઉદ્યોગો પાસેથી તેમનું bi-product મેળવી તેને કાચામાલ તરીકે ઉપયોગ કરી શક્યા હતા. જો કે, નિયમ 9ને રદ કરવાના નિર્ણયથી એકબીજા વચ્ચે કાચા માલ અને bi-productના આવા પરસ્પર લાભદાયી વિનિમયને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. GCCI દ્વારા કરાયેલી રજૂઆત પર ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ આ ત્વરિત સકારાત્મક પગલાંના પરિણામે, ભારત સરકારે HOWM Rules 2016ના નિયમ-9ને પાછો ખેંચવાનો નિર્ણય રદ કર્યો અને ઉદ્યોગોને તેમની SOP તૈયાર કરવા અને મંજુરી માટે સબમિટ કરવા માટે એક વર્ષનો સમય આપ્યો છે.

આ ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 27 જેટલા અગ્રણી રાષ્ટ્રીય અને રિજનલ એસોસિશનના નેતાઓએ શ્રીમતી દર્શના જરદોશ, માનનીય કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી, શ્રી જગદીશ વિશ્વકર્મા, માનનીય ઉદ્યોગ મંત્રી, ગુજરાત સરકાર, સુશ્રી રૂપ રાશિ મહાપાત્રા IA&AS, ટેક્સટાઇલ કમિશનર, ભારત સરકાર અને ડૉ. મુંજાલ દવે, ઉદ્યોગ અધિકારી, ગુજરાત સરકાર  સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાંસરકાર અને ઉદ્યોગવચ્ચે વર્તમાન બાબતો/FTA/વૃદ્ધિ યોજના/પ્રોત્સાહન અને સબસિડીઓ/કરવેરા/કપાસના ઉત્પાદન વગેરે ઉપર સંવાદ કર્યો હતો. આ મુદ્દાઓ ઉપર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા લોકલ, રિજનલ અને રાષ્ટ્રીય એસોસિએશનના ઇનપુટ્સ સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું હતું અને માનનીય મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓને રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓએ આ બાબતો પર ધ્યાન આપવાની અને ઝડપથી ઉકેલ લાવવામાં મદદ કરવાની ખાતરી આપી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વિવિધ લોકલ,રિજનલ અને રાષ્ટ્રીય એસોસિએશનોને એક મંચ પર લાવવા અને સરકારને સૂચનો અને ભલામણોને એકત્ર કરીને રજુઆત કરવાના ચેમ્બરના આ અભૂતપૂર્વ પ્રયાસની સહભાગી એસોસિએશનોએ પ્રશંસા કરી હતી

સમગ્ર દેશમાંથી જીનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા ક્ષેત્રોમાંથી 600 જેટલા સહભાગીઓએ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ચાર નેતાઓએ તેમના બિઝનેસ જૂથોની સફળતાની વાર્તા પર વાત કરી હતી. શ્રી પુનિત લાલભાઈ ,અરવિંદ ગ્રુપ, શ્રી રાજેશ માંડવેવાલા, વેલસ્પન ગ્રુપ, શ્રી રાજેન્દ્ર અગ્રવાલ, ડોનર ગ્રુપ, શ્રી મોહન કાવરી, સુપ્રીમ ગ્રુપ અને શ્રી રોહિત પાલ, ઈન્ફિલૂમ કોન્ક્લેવમાં વક્તાતરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે, GCCIના પ્રમુખ શ્રી હેમંત શાહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક મુક્ત વેપાર કરારો અને નવી PLI યોજનાઓ સાથે, ભારતના કાપડ ક્ષેત્રને ઘણો ફાયદો થવાની તક છે. આ ઇન્ટરેક્ટિવ મીટ અને લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ GCCI આનંદની લાગણી અનુભવે છે.

જીસીસીઆઈ ટેક્સટાઈલ ટાસ્કફોર્સના ચેરમેન શ્રી સૌરિન પરીખે જણાવ્યું હતું કે, જીસીસીઆઈ ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ રાજ્ય અને દેશમાં મોટા પાયે ટેક્સટાઈલના ઉદ્દેશ્ય માટે વિવિધ સ્તરે અવિરતપણે કામ કરી રહી છે અને આજની ઈવેન્ટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.

માનનીય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કેગુજરાત અને ભારતના  ટેકનિકલ ટેક્સટાઈલ ઉદ્યોગેમહામારી દરમિયાન માસ્ક અને PPE કિટનો અવિરત પુરવઠો પૂરો પાડીને વિશ્વને  બચાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શ્રેષ્ઠ અને વૈવિધ્યસભર ઉદ્યોગો ધરાવે છે. સુશ્રી રૂપરાશિ મહાપાત્રાએ ઉદ્યોગ માટે અડચણો ઘટાડવા અને સુવિધા પ્રક્રિયાઓને સરળ બનાવવાની ખાતરી આપી હતી..


(Release ID: 1819410) Visitor Counter : 254