કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય

ખેડા જિલ્લાના પલાણા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અને આણંદ જિલ્લામાં એમ.એસ.એમ.ઈ એકમો માટે રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો


900 ઉપરાંત ભાઈઓ તથા બહેનો એપ્રેન્ટીસશીપ ભરતી મેળામાં જોડાયા

Posted On: 21 APR 2022 5:07PM by PIB Ahmedabad

આજે સમગ્ર દેશભરમાં ૭૦૦થી વધુ સ્થળોએ રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ મેળાઓનું આયોજન, એક દિવસ માટે થઈ રહ્યું છે. આ પહેલ હેઠળ એપ્રેન્ટીસશીપ  ભરતી અને યોગ્ય પ્રતિભાને ટેપ કરવામાં નોકરીદાતાઓ અને મદદ કરવાનો હેતુ છે અને તેને તાલીમ અને વ્યવહારુ કૌશલ્યો પ્રદાન કરી વધુ વિકસિત કરવાનો છે. આ જ સંદર્ભમાં ખેડા જિલ્લાના પલાણા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે અને આણંદ જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા, આણંદ મહિલા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આણંદ આયોજિત એમ.એસ.એમ.ઈ એકમો માટે રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.

આ મેળામાં 14 જેટલી વિવિધ કંપનીઓ તેમજ પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજના ભરતીમેળામાં 9 સરકારી, 9 અર્ધસરકારી અને રજિસ્ટ્રેશન પછી આશરે 900 ઉપરાંત ભાઈઓ તથા બહેનો આજના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દિલ્હી દ્વારા આણંદ જિલ્લાના ઇન્દિરા આવાસની પાછળ આવેલ સાદાનાપુરા આણંદ મહિલા આઇટીઆઇ ખાતે આ જિલ્લા કક્ષાનો એમ.એસ.એમ.ઈ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો તેમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ મેળામાં રેલવે ઉપરાંત અન્ય ૧૪ જેટલી કંપનીઓ દ્વારા વેલ્ડર, ફીટર, ઇલેક્ટ્રીશીયન, ઇલેક્ટ્રોનિક્સ, વાયરમેન, હેલ્પર, ફેબ્રીકેશન જેવા વિવિધ વિષયોમાં તજજ્ઞો માટે ભરતી મેળો યોજાયો હતો.

આ મેળાનું ઉદ્ઘાટન દિપ પ્રાગટ્ય કરી ગુજરાતમાં તૃતીય ક્રમે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડાના આચાર્ય વર્ગ-૧ના કુમારી તેજલ ભટ્ટ, iti મહિલા સદાનપુરાના ઇન્ચાર્જ આચાર્ય એમ પી પટેલ, સંજય મેકવાન સહિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા ,સદાનાપુરા, અને અન્ય આઇટીઆઇના અધિકારીઓ અને ઈન્સ્ટ્રકટરો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેજલ બેન ભટ્ટ તથા એમ પી પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ એકમો માટે આજના જે ભરતી મેળો થઈ રહ્યો છે તેના દ્વારા જે ભાઈ-બહેનોમાં સ્કીલ છે, તેમને તાલીમ આપી જ્યાં જરૂર છે ત્યાં તેમને નોકરી મળે, તે મહત્વપૂર્ણ છે અને સાથે તેમણે સ્કિલ ડેવલોપમેન્ટ ઉપર પણ ભાર મૂક્યો હતો. જે લોકોમાં જે આવડત હોય તમને રોજગારી પ્રાપ્ત થાય તેમને મુશ્કેલી ના પડે રોજગારી મેળવવામાં  તેમજ આવક મેળવતા શીખે અને iti દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ પણ થાય તેમજ આઈટીઆઈમાં શીખ્યા પછી એક વર્ષ પછી સર્ટિફિકેટ પણ મળે છે. તે ઘણું જ ઉપયોગી છે એવી પણ તેમણે જાણકારી આપી હતી.



(Release ID: 1818745) Visitor Counter : 235