આયુષ

મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવીન્દ જુગનાથની શાનમાં પેશ કરાયેલા એક એકથી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમો


ભારતીય સંસ્કૃતિની વિરાસતથી પુલકિત થતા મહાનુભાવો

Posted On: 18 APR 2022 10:28PM by PIB Ahmedabad

રાજકોટ પધારેલા મોરેશિયસના પ્રધાનમંત્રીશ્રી પ્રવીન્દ જૂગનાથની શાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એકથી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમો પેશ કરવામાં આવ્યા હતા.

મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવીન્દ જુગનાથ તથા શ્રીમતિ કોબિતા જૂગનાથ અને ઉપસ્થિતો સમક્ષ ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરાઈ હતી. ગુજરાતની આગવી ઓળખ રજૂ કરતા અઠંગો રાસ, ગરબા તથા ભારતીય શાસ્ત્રીય વાદનની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રધાનમંત્રીશ્રીના આગમન નિમિત્તે રજૂ કરવામાં આવી હતી. ટાન્ઝાનિયા-રવાન્ડા-નાઈજીરીયા-ઈથોપીયાના છાત્રોએ "વંદે માતરમ" ગીત રજૂ કરીને ઉપસ્થિતોને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટમાં નિવાસ કરતા મોરેશિયસના વિદ્યાર્થીઓ મોરેશિયસના પ્રધાનમંત્રીશ્રીને હૂંફાળા વાતાવરણમાં મળ્યા હતા અને વાતચીત કરી હતી.

આમંત્રિતોના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી શુભારંભ થયા બાદ કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ  સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી જૂગનાથને કલેકટરશ્રીએ સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ અને શ્રી મહેન્દ્ર મુંજપરા, રાજયના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, સંસદસભ્ય શ્રી રામભાઇ મોકરીયા અને ભારતીબેન શીયાળ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, મેયરશ્રી પ્રદીપ ડવ,મોરેશિયસ ખાતેના ભારતીય હાઈ કમિશનર સુશ્રી એસ.વી.હનુમાનજી, એડીશ્નલ ચીફ સેક્રેટરી શ્રી મનોજ અગ્રવાલ,  મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી કે.બી. ઠક્કર, એડિશનલ કલેક્ટર શ્રી એન.એફ. ચૌધરી તથા શ્રી એન આર ધાધલ, પ્રાંત અધિકારીઓ શ્રી લિખિયા, શ્રી દેસાઈ, શ્રી બાટી તથા શ્રી વર્મા,  જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મરાજ સિંહ વાઘેલા, રમત ગમત અધિકારી શ્રી પાંડાવદરા તથા શ્રી જાડેજા, મહિલા અને બાળ સુરક્ષા અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, રાજકોટ ખાતે પધારેલા વિવિધ દેશોના ડેલીગેટ્સ , રાજકોટમાં નિવાસ કરતા વિદેશી નાગરિકો તથા છાત્રો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. આયુષ મંત્રાલયના સચિવ ડોક્ટર રાજેશ કોટેચાએ આભાર દર્શન કર્યુ હતુ.



(Release ID: 1817905) Visitor Counter : 191