સંસદીય બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી


સુરત આજે વિશ્વનું એક અગ્રણી ઔદ્યોગિક હબ બની ગયું છે: શ્રી બિરલા

શ્રી બિરલાએ સુરતના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો

સુરતમાં લોકસભા સ્પીકરનું નાગરિક અભિવાદન

Posted On: 17 APR 2022 6:08PM by PIB Ahmedabad

લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાએ આજે સુરતની એક દિવસની મુલાકાત લીધી હતી અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સુરતમાં તેમણે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. સુરતમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. મોડી સાંજે એમના સન્માનમાં નાગરિક અભિનંદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. શ્રી બિરલાએ રાજસ્થાની સમાજના વેપારીઓ, સામાજિક અગ્રણીઓ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.

મીડિયા સાથેની ટૂંકી વાતચીતમાં શ્રી બિરલાએ જણાવ્યું કે આજે સુરતના ઉષ્માભર્યા સ્વાગતથી આતિથ્યભાવનાનો પ્રત્યક્ષ અનુભવ થયો. અલગ અલગ પ્રદેશ, અલગ અલગ સંસ્કૃતિનાં લોકો અહીં નોકરી ધંધાર્થે આવે છે. અહીં તેમને સારું વાતાવરણ અને સારું વેતન બેઉ મળી રહે છે અને સૌને આ શહેર પોતાનું લાગે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીએ આ શહેરના વિકાસ માટે યોગદાન આપ્યું છે એ પ્રશંસનીય છે. અહીં આવતા સૌની આર્થિક પ્રગતિ થાય છે. રોજગારીના સુયોગ્ય અવસરો મળતા ઉત્તરોઉત્તર આર્થિક-સામાજિક વિકાસ થયો છે. સુરતમાં વસેલા લાખો શ્રમિકોએ અહીં લઘુ ભારત ઊભું કર્યું છે. હું આ શહેર અને શહેરીજનોને શુભકામના પાઠવું છું.

આ અવસરે સામાજિક અને વેપાર ઉદ્યોગના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 1817585) Visitor Counter : 178