રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને અજમેર વચ્ચે સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો.

Posted On: 30 MAR 2022 1:30PM by PIB Ahmedabad

યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09622/21 બાંદ્રા ટર્મિનસ - અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરાને વિશેષ ભાડા સાથે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલवेના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલ એક અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

* ટ્રેન નંબર 09622/09621 બાંદ્રા ટર્મિનસ - અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ [26 ફેરા]

ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ - અજમેર સ્પેશિયલ જે અગાઉ 28મી માર્ચ, 2022 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તે હવે 4 એપ્રિલથી 27મી જૂન, 2022 સુધી લંબાવવામાં આવી છે.આ ટ્રેન દર સોમવારે બાંદ્રા ટર્મિનસથી 11.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.10 કલાકે અજમેર પહોંચશે.એ જ રીતે, ટ્રેન નંબર 09621 અજમેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 27મી માર્ચ, 2022 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 3 એપ્રિલથી 26મી જૂન, 2022 સુધી લંબાવવામાં આવી છે.આ ટ્રેન દર રવિવારે અજમેરથી 06.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.આ ટ્રેન વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનના સેકન્ડ ક્લાસના જનરલ કોચ અનરિઝર્વ્ડ કોચ તરીકે રહેશે અને સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે.

ટ્રેન નંબર 09622ના લંબાવેલા ફેરાનું બુકિંગ 30મી માર્ચ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1811306) Visitor Counter : 108