રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન વડોદરાની અનોખી પહેલ
કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલ રચનાત્મક કાર્યોના "હોલ ઓફ હોબી" પ્રદર્શનનું આયોજન
Posted On:
28 MAR 2022 8:59PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન વડોદરા દ્વારા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારા કોરોના કાળ દરમિયાનકરવામાં આવેલ રચનાત્મક કાર્ય પર "હોલ ઓફ હોબી" નામનું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રેલવે ઓફિસર્સ ક્લબ ખાતે આયોજિત આ પ્રદર્શનમાં વડોદરા ડિવિઝનના ડીઆરએમ શ્રી અમિત ગુપ્તા અને સંગઠનના પ્રમુખ શ્રીમતી અંજુ ગુપ્તાએ આ રંગારંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી અંજુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન જ્યારે તમામ પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી, તે દરમિયાન રેલવે અધિકારીઓ, રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ તેમની લગન અને મહેનતથી ઘરે રહીને કેટલાક રચનાત્મક કાર્યો કર્યા હતાં, જે આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમના જણાવ્યા મુજબ, આ પ્રદર્શનમાં 5 વર્ષથી 55 વર્ષ સુધીના 50 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પોતપોતાની કુશળતા દર્શાવી હતી. નાના બાળકોએ તેમની અદભૂત પ્રતિભા દર્શાવી અને પેઇન્ટ બ્રશથી રંગો ભરીને ઉત્તમ કલાનું સર્જન કર્યું. જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, મધુબની પેઈન્ટીંગ, ગ્લાસ પેઈન્ટીંગ, તંજોર પેઈન્ટીંગ, ચારકોલ પેઈન્ટીંગ, મડ પેઈન્ટીંગ, લિપ્પન પેઈન્ટીંગ, વુડન આઈટમ્સ અને તેનાથા બનેલ વુડ ક્રાફ્ટ, કોફી પેઈન્ટીંગ, ટેરાકોટા પેઈન્ટીંગ, ડીજીટલ પેઈન્ટીંગ, પેન્સીલ સ્ક્રેચ, કાપડ પર એક્રેલીક પેઈન્ટીંગ, ફ્લોર આર્ટ અને ટેબલ આર્ટ, ઓઈલ પેઈન્ટીંગ, હેન્ડ એમ્બ્રોઈડરી પેપર ક્રાફ્ટ, પેબલ આર્ટ અને ફ્લુઈડ પેઈન્ટીંગ અને આર્ટ ફોર્મ શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
(Release ID: 1810706)
Visitor Counter : 148