રેલવે મંત્રાલય
સાઉથ વેસ્ટર્ન રેલવેમાં નોન ઈન્ટરલોકીંગ કામગિરીના લીધે રાજકોટ ડિવિઝનની ત્રણ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
Posted On:
22 MAR 2022 8:03PM by PIB Ahmedabad
દક્ષિણ પશ્ચિમ રેલવેનામાં આવેલ હિંદુપુર-પેનુકોંડા સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામગિરીના લીધે રાજકોટ ડિવિઝનની ત્રણ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝન ના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 25મી માર્ચ, 2022 ના રોજ વાયા ગુંટકલ- રેનિગુંટા–જોલારપેટ્ટાઈ-સેલમ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલહંકા, ક્રુષ્ણરાજપુરમ અને બંગારપેટ નો સમાવેશ થાય છે.
2. ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ 27મી માર્ચ, 2022 ના રોજ વાયા સેલમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર નો સમાવેશ થાય છે.
3. ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 27મી માર્ચ, 2022ના રોજ વાયા ગુંટકલ- રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તૂર થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગુત્તી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટ નો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનો ના સંચાલન ને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
SD/GP/JD
(Release ID: 1808397)
Visitor Counter : 177