રેલવે મંત્રાલય

વડોદરા મંડળ પર વીજ સુરક્ષા સેમિનારનું આયોજન

Posted On: 22 MAR 2022 7:28PM by PIB Ahmedabad

ભારતીય રેલ્વે પર ચાલતી ટ્રેનોમાં આગ અને ધુમાડાના તાજેતરના કિસ્સાઓને ધ્યાનમાં રાખતા વડોદરા મંડળના વીજળી પાવર વિભાગ દ્વારા મંડળ રેલ પ્રબંધકની ઓફિસ ખાતે વીજ સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મંડળ રેલ પ્રબંધક શ્રી અમિત ગુપ્તા, ઉચ્ચ વિભાગના મંડળ રેલ પ્રબંધક .કે.સિંહ વરિષ્ઠમંડળ સુરક્ષા અધિકારી,શ્રી રાજકુમાર અંબીગર,મદદનીશ મંડળ  સુરક્ષા અધિકારી શ્રી અમિત રંજન,મદદનીશ વિદ્યુત ઈજનેર શ્રી અપૂર્વ સિતોકે તથા વિદ્યુત વિભાગના વરિષ્ઠ એન્જિનિયર્સ તેમજ સુરક્ષા સલાહકારોએ પણ સેમિનારમાં ભાગ લીધો હતો.

વરિષ્ઠ મંડળ વિદ્યુત એન્જિનિયર શ્રી શકીલ અહેમદના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી ટ્રેનોના કોચમાં આગના તાજેતરના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રક્ષણાત્મક પગલાં અપનાવવા તથા અકસ્માતોને અટકાવવાના ઉપાયો અંગેની ચર્ચા પણ સેમિનારનો મુખ્ય ધ્યેય હતો. તેમના અનુસાર, જાળવણીના કામોમાં યોગ્ય સુધારો કરીને કોચમાં આગ અને ધુમાડાના કારણોને દૂર કરી શકાય છે. અંગે પાવર પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. સેમિનારમાં ડીઆરએમ શ્રી અમિત ગુપ્તા અને ડીઆરએમ શ્રી .કે.સિંહે પણ રેલ્વે કર્મચારીઓને તેમના રોજિંદા કામમાં પ્રતિક્રિયાશીલ રહેવાને બદલે સક્રિય રહેવા જણાવ્યું હતું. અને તેમના અભિગમમાં રહેતા ફ્રન્ટલાઈન કર્મચારીઓને સક્રિય અને જાગૃત રહેવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું કે,આપણે સૌ જાગૃત અને સજાગ રહીને અકસ્માતોને અટકાવી શકીએ છીએ.

SD/GP/JD



(Release ID: 1808371) Visitor Counter : 115