ગૃહ મંત્રાલય
અમિત શાહ આજે જમ્મુમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના 83મા સ્થાપના દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા
Posted On:
19 MAR 2022 7:22PM by PIB Ahmedabad
આ પહેલો પ્રસંગ છે જ્યારે CRPF પોતાનો સ્થાપના દિવસ દિલ્હીની બહાર ઉજવી રહ્યો છે
ભારત સરકારે એક નિર્ણય લીધો છે કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની વાર્ષિક પરેડ દેશના અલગ અલગ ભાગોમાં યોજવામાં આવશે
આની પાછળનો ઉદ્દેશ એ છે કે, દેશની સરહદો અને આંતરિક સુરક્ષામાં તૈનાત તમામ CAPF સંગઠન અલગ અલગ ભાગોમાં જઇને દેશની જનતા સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરે અને દેશની સંસ્કૃતિની સાથે હળીમળીને પોતાને હરહંમેશા ડ્યૂટી માટે સમર્પિત કરે
આ ભૂમિ પરથી જ પંડિત પ્રેમનાથ ડોગરા અને શ્યામાપ્રસાદ મુખરજીએ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવીને ‘દેશને બે પ્રધાન, બે નિશાન અને બે વિધાન નહીં ચાલે’ એના પર આંદોલન કર્યુ હતું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત પ્રેમનાથ ડોગરા બંનેનું ‘એક પ્રધાન, એક નિશાન અને એક વિધાન’નું સપનું આજે પૂરું થયું છે
CRPFની સ્થાપનાથી લઇને આજ સુધીમાં 2340 CRPF કર્મચારીઓએ બલિદાન આપ્યું છે
પહેલા દેશની સરહદોની સુરક્ષા કરતા અને પછી દેશની આંતરિક સુરક્ષા, નક્સલવાદ અને આતંકવાદ સામે લડતા લડતા તેમજ રમખાણોનો સામનો કરતી વખતે બલિદાન આપનારા તમામ CRPFના જવાનોને આખા દેશ વતી વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરવા માંગુ છુ
જ્યારે પણ દેશનો ઇતિહાસ આલેખવામાં આવશે ત્યારે આ 2340 કર્મચારીઓના બલિદાનનો સોનેરી અક્ષરોથી ઉલ્લેખ કરવામાં આવશે
જેમને મરણોપરાંત સન્માન મળ્યું છે તેમના પરિવારજનોને હું કહેવા માંગુ છુ કે, તમારા દીકરા, પતિ, ભાઇની શહાદત ક્યારે નિષ્ફળ નહીં જાય અને દેશ યુગો યુગો સુધી તેમની શહાદતને યાદ રાખશે
CRPFએ પોતાનો વિચાર કર્યા વગર દેશ અને દેશવાસીઓની સુરક્ષાનો વિચાર કરવાની જે એક પરંપરા ઉભી કરી છે તેનાથી મને વિશ્વાસ છે કે, આ દળના તમામ જવાનો આ પરંપરાને આવા જ સમર્પણ સાથે આગળ વધારશે
CRPF માત્ર એક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ નથી પરંતુ દેશના દરેકે દરેક બાળકો પણ CRPFના જવાનોના સમર્પણ, બલિદાન અને ત્યાગની ભાવનાની પ્રશંસા કરી રહ્યાં છે
ગમે તેવી પરિસ્થિતિમાં, CRPFના જવાનો આવતા જ લોકોના મનમાં વિશ્વાસ બેસી જાય છે કે, હવે CRPF સ્થિતિને અંકુશમાં લઇ લેશે અને આ વિશ્વાસ અનેક વર્ષોના પરિશ્રમ તેમજ ઉજ્જવળ ઇતિહાસના આધાર પર આવે છે
ભલે નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તાર હોય, કે પછી કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓનો સામનો કરવાનો હોય કે પછી ઉત્તરપૂર્વમાં અશાંતિ ફેલાવનારા સમૂહનો ખાતમોનો બોલાવવાનો હોય અને ત્યાં શાંતિની સ્થાપના કરવાની હોય, આ ત્રણેય ક્ષેત્રોમાં CRPF દ્વારા ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા નિભાવવામાં આવી છે
આજના દિવસે જ 1950માં દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર પટેલે CRPFને ધ્વજ આપ્યો હતો
આ સંગઠન આજે 246 બટાલિયન અને 3,25,000 જવાનોના દળ સાથે દેશનું સૌથી મોટું સશસ્ત્ર દળ બની ગયું છે જેની વિશ્વસનીયતાની તાકાત માત્ર દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયાના શસસ્ત્ર દળો સ્વીકારે છે
આજે CRPFની સ્થાપના દિવસ નિમિત્તે આપણે હોટ સ્પ્રિંગને કેવી રીતે ભૂલી શકીએ જ્યારે 21 ઓક્ટોબર 1959ના રોજ ચીની સૈન્યએ હુમલો કર્યો હતો અને CRPFના જવાનો ખૂબ જ ઓછી સંખ્યામાં હોવા છતાં તેમણે અડગ રહીને સામનો કર્યો હતો અને એક એક ઇંચ જમીન માટે વીરતાથી લડીને પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું
આથી જ 21 ઓક્ટોબરના દિવસને દેશના તમામ પોલીસ દળ દ્વારા પોલીસ દિવસ તરીકે ઉજવીને હોટ સ્પ્રિંગ પર CRPFના જવાનોએ જે વીરતા અને બલિદાનનો જુસ્સો બતાવ્યો હતો તેનાથી પ્રેરણા લઇને દેશની આંતરિક સુરક્ષા માટે ફરીથી પોતાની જાતને સમર્પિત કરે છે
9 એપ્રિલ 1965ના રોજ કચ્છમાં સરદાર પોસ્ટ પર જ્યારે પાકિસ્તાની ઇન્ફેન્ટ્રી બ્રિગેડે હુમલો કર્યો હતો ત્યારે પણ CRPFના જવાનો ત્યાં લડ્યા હતા
તેમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને શરીરના લોહીનું છેલ્લું ટીપું વહી ગયું ત્યાં સુધી લડતા રહ્યા અને દેશની ભૂમિને બચાવવા માટે પોતાના તરફથી તમામ પ્રયાસો કર્યા
દેશમાં ભલે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, દેશમાં સૌથી મોટી ડ્યૂટીનું નિર્વહન કરનારું કોઇ સશસ્ત્ર દળ હોય તો એ છે, CRPF ના જવાનો
એક સમયે દેશભરમાં ભીષણ રમખાણો ફાટી નીકળ્યા હતા અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ની સ્થાપના પછી તેમણે ઓછામાં ઓછા બળપ્રયોગ સાથે રમખાણોને અંકુશમાં લેવાની નવી પદ્ધતિઓ વિકસાવવી છે
RAFની દૃઢતા એટલી જ છે જેટલી હોવી જોઇએ પરંતુ ઓછામાં ઓછા બળપ્રયોગથી રમખાણ કરનારાઓને શાંત કરવામાં RAF એક પ્રકારની નવી કળાથી ખૂબ વિશ્વાસપૂર્ણ રીતે સફળ થયું છે
રેપિડ એક્શન ફોર્સે સ્ટેટ રિઝર્વ પોલીસને પણ તાલીમ આપવાનું અભિયાન ચલાવ્યું હતું, તેનાથી એકરૂપતા સાથે રેપિડ એક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ બંને સાથે મળીને કામ કરે છે અને તેનાથી કેટલાય સારા પરિણામો પ્રાપ્ત થયા છે
મને લાગે છે કે, 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનું લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થઇ શકે છે જ્યારે દેશની આંતરિક સુરક્ષા મજબૂત હોય અને આ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં CRPFની ભૂમિકા ખૂબ જ મોટી છે
CRPF પણ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં શતાબ્દી સુના લક્ષ્યનો રોડમેપ તૈયાર કરે, ભવિષ્યમાં આવનારા પડકારો અને આવનારી તેમજ હાલમાં ઉપલબ્ધ ટેકનોલોજીને આત્મસાત કરવાની રણનીતિ ઘડીને CRPFને સૌથી આધુનિક, સક્ષમ અને અસરકારક સશસ્ત્ર દળ બનાવે
વર્ષ 2014માં શ્રી નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી પદે આરૂઢ થયા પછી જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં આટલા ઓછા સમયમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવી દીધું છે અને જમ્મુ- કાશ્મીરમાં લોકશાહીને ગામડાં સુધી પહોંચાડવાની શરૂઆત થઇ ગઇ છે
આજે જમ્મુ- કાશ્મીર અને દેશભર માટે ગર્વની વાત છે કે 30,000 કરતાં વધારે જન પ્રતિનિધિઓ લોકશાહીનો હિસ્સો બની ગયા છે અને દરેક ગામમાં પંચ અને સરપંચ ગામડાંને વિકાસના માર્ગે આગળ લઇ જઇ રહ્યા છે
તાલુકા પંચાયત બની છે, જિલ્લા પંચાયત બની છે અને લોકશાહીને પાયાના સ્તરે પહોંચાડવામાં આજે નરેન્દ્ર મોદી સરકારને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે
કલમ 370 નાબૂદ કરવાથી દલિતો, પછાત વર્ગો, મહિલાઓ અને પહાડી વિસ્તારના લોકો કે જેઓ એક પ્રકારે વિકાસની પ્રક્રિયાથી ક્યાંકને ક્યાંક અલગ પડી ગયા હતા તે તમામને નવા કાયદાઓ અંતર્ગત સમાવીને સર્વસ્પર્શી અને સર્વસમાવેશી વિકાસની શરૂઆત કરવામાં આવી છે
જમ્મુ– કાશ્મીરમાં આતંકવાદ પર એક નિર્ણાયક નિયંત્રણ પ્રાપ્ત કરવામાં સશસ્ત્ર દળોને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે
અહીં ઔદ્યોગિક વિકાસ પણ થયો છે અને 33,000 કરોડ રૂપિયા કરતાં વધારે રોકાણને પાયાના સ્તરે ઉતારવામાં જમ્મુ- કાશ્મીર પ્રશાસનને સફળતા પ્રાપ્ત થઇ છે
પ્રધાનમંત્રી પેકેજના તમામ પાસાઓને પૂરા કરવા માટે ઝડપી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે અને દરેક ઘર સુધી પાણી અને વીજળી પહોંચાડવી, કોરોના વિરુદ્ધ એક અદભૂત વ્યવસ્થા ઉભી કરવી, દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવી, દરેક ઘરમાં આયુષમાન ભારત કાર્ડ પહોંચાડવું, આ તમામ યોજનાઓમાં જમ્મુ- કાશ્મીરે સો ટકા સફળતા પ્રાપ્ત કરી છે
માર્ગ નિર્માણના તમામ રેકોર્ડ તોડીને માત્ર 5 વર્ષમાં માર્ગ નિર્માણનું કાર્ય આઝાદી પછી સૌથી વધારે ઝડપી ગતિએ કરવામાં આવ્યું છે
7 નવી મેડિકલ કોલેજો બની છે, બે એઇમ્સ બન્યા છે, 21 હાઇડ્રોપાવર યોજનાઓ શરૂ કરવામાં આવી છે
દરેક ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે જમ્મુ- કાશ્મીર સરકારને ઘણી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે
આઝાદી પછી પહેલી વખત ભ્રષ્ટાચારના વિરોધમાં અહીં બે પ્રકારે એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે, ભ્રષ્ટ લોકોને ખોટો માર્ગ છોડવાનું સમજાવવા અને ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરવો તેના માટે એક ખૂબ જ મોટું પરિવર્તન જમ્મુ- કાશ્મીર પ્રશાસને કર્યું છે
3,25,000 જવાનોનું આ દળ આજે દેશની આંતરિક સુરક્ષા અને દેશની સુરક્ષા માટે પોતાને ફરીથી સમર્પિત કરે અને CRPFના ઐતિહાસિક રેકોર્ડને તેજસ્વિતા સાથે હજુ પણ વધારે આગળ વધારવાનો સંકલ્પ કરે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે જમ્મુમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના 83મા સ્થાપના દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ સમારંભમાં જમ્મુ- કાશ્મીરમાં ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહા, કેન્દ્રીય મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીની બહાર CRPFના સ્થાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે એક નિર્ણય લીધો છે કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની વાર્ષિક પરેડ દેશના અલગ અલગ ભાગોમાં યોજવામાં આવશે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે, દેશની સરહદો અને આંતરિક સુરક્ષામાં તૈનાત તમામ CAPF સંગઠન અલગ અલગ ભાગોમાં જઇને દેશની જનતા સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરે અને દેશની સંસ્કૃતિની સાથે હળીમળીને પોતાને હરહંમેશા ડ્યૂટી માટે સમર્પિત કરે. આ અંતર્ગત CRPFની વાર્ષિક પરેડનું આજે ઐતિહાસિક શહેર જમ્મુમાં આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ભૂમિ પરથી જ પંડિત પ્રેમનાથ ડોગરા અને શ્યામાપ્રસાદ મુખરજીએ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવીને ‘દેશને બે પ્રધાન, બે નિશાન અને બે વિધાન નહીં ચાલે’ એના પર આંદોલન કર્યુ હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત પ્રેમનાથ ડોગરા બંનેનું ‘એક પ્રધાન, એક નિશાન અને એક વિધાન’નું સપનું આજે પૂરું થયું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, CRPFની સ્થાપનાથી લઇને આજ સુધીમાં 2340 CRPF કર્મચારીઓએ બલિદાન આપ્યું છે. પહેલા દેશની સરહદોની સુરક્ષા કરતા અને પછી દેશની આંતરિક સુરક્ષા, નક્સલવાદ અને આતંકવાદ સામે લડતા લડતા તેમજ રમખાણોનો સામનો કરતી વખતે બલિદાન આપનારા તમામ CRPFના જવાનોને આખા દેશ વતી વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરવા માંગુ છુ. જ્યારે પણ દેશનો ઇતિહાસ આલેખવામાં આવશે ત્યારે આ 2340 કર્મચારીઓના બલિદાનનો સોનેરી અક્ષરોથી ઉલ્લેખ કરવામાં આવશે. જેમને મરણોપરાંત સન્માન મળ્યું છે તેમના પરિવારજનોને હું કહેવા માંગુ છુ કે, તમારા દીકરા, પતિ, ભાઇની શહાદત ક્યારે નિષ્ફળ નહીં જાય અને દેશ યુગો યુગો સુધી તેમની શહાદતને યાદ રાખશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, CRPFએ પોતાનો વિચાર કર્યા વગર દેશ અને દેશવાસીઓની સુરક્ષાનો વિચાર કરવાની જે એક પરંપરા ઉભી કરી છે તેનાથી મને વિશ્વાસ છે કે, આ દળના તમામ જવાનો આ પરંપરાને આવા જ સમર્પણ સાથે આગળ વધારશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, CRPF માત્ર એક CAPF નથી પરંતુ દેશના દરેકે દરેક બાળકો પણ CRPFના જવાનોના સમર્પણ, બલિદાન અને ત્યાગની ભાવનાની પ્રશંસા કરી રહ્યાં છે. ગમે તેવી પરિસ્થિતિમાં, CRPFના જવાનો આવતા જ લોકોના મનમાં વિશ્વાસ બેસી જાય છે કે, હવે CRPF સ્થિતિને અંકુશમાં લઇ લેશે અને આ વિશ્વાસ અનેક વર્ષોના પરિશ્રમ તેમજ ઉજ્જવળ ઇતિહાસના આધાર પર આવે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભલે નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તાર હોય, કે પછી કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓનો સામનો કરવાનો હોય કે પછી ઉત્તરપૂર્વમાં અશાંતિ ફેલાવનારા સમૂહનો ખાતમોનો બોલાવવાનો હોય અને ત્યાં શાંતિની સ્થાપના કરવાની હોય, આ ત્રણેય ક્ષેત્રોમાં CRPF દ્વારા ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા નિભાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજના દિવસે જ 1950માં દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર પટેલે CRPFને ધ્વજ આપ્યો હતો. ત્યાંથી શરૂ થયેલું આ સંગઠન આજે 246 બટાલિયન ધરાવે છે અને 3,25,000 જવાનોના દળ સાથે દેશનું સૌથી મોટું સશસ્ત્ર દળ બની ગયું છે જેની વિશ્વસનીયતાની તાકાત માત્ર દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયાના શસસ્ત્ર દળો સ્વીકારે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે CRPFની સ્થાપના દિવસ નિમિત્તે આપણે હોટ સ્પ્રિંગને કેવી રીતે ભૂલી શકીએ. 21 ઓક્ટોબર 1959ના રોજ જ્યારે ચીની સૈન્યએ હુમલો કર્યો હતો ત્યારે CRPFના જવાનો ખૂબ જ ઓછી સંખ્યામાં હોવા છતાં તેમણે અડગ રહીને સામનો કર્યો હતો અને એક એક ઇંચ જમીન માટે વીરતાથી લડીને પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું અને આખો દેશ એ ઘટનાને ક્યારેય ભૂલી શકે તેમ નથી. આથી જ 21 ઓક્ટોબરના દિવસને દેશના તમામ પોલીસ દળ દ્વારા પોલીસ દિવસ તરીકે ઉજવીને હોટ સ્પ્રિંગ પર CRPFના જવાનોએ જે વીરતા અને બલિદાનનો જુસ્સો બતાવ્યો હતો તેનાથી પ્રેરણા લઇને દેશની આંતરિક સુરક્ષા માટે ફરીથી પોતાની જાતને સમર્પિત કરે છે. 9 એપ્રિલ 1965ના રોજ કચ્છમાં સરદાર પોસ્ટ પર જ્યારે પાકિસ્તાની ઇન્ફેન્ટ્રી બ્રિગેડે હુમલો કર્યો હતો ત્યારે પણ CRPFના જવાનો ત્યાં લડ્યા હતા. એ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને શરીરના લોહીનું છેલ્લું ટીપું વહી ગયું ત્યાં સુધી લડતા રહ્યા અને દેશની ભૂમિને બચાવવા માટે પોતાના તરફથી તમામ પ્રયાસો કર્યા હતા. એ બંને ઘટનાઓને ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખવામાં આવી અને CRPF તેમજ આખો દેશ હંમેશા આ બંને ઘટનાઓ પર ગર્વ અનુભવે છે આથી જ 9 એપ્રિલને આપણે શૌર્ય દિવસ તરીકે પણ ઉજવણીએ છીએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, એક એવો સમય હતો જ્યારે નક્સલવાદ, નોર્થ- ઇસ્ટ થિયેટર, કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હેઠળ હતા અને 1990ના દાયકામાં આ તમામ જગ્યાઓ પર હિંસા ચરમ સીમાએ હતી તેમજ દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ જોઇને દરેક નાગરિકના મનમાં ચિંતા થતી હતી કે, દેશનું ભવિષ્ય શું હશે. પરંતુ બે દાયકાના સમયમાં જ ભરે નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તાર હોય, પૂર્વોત્તર હોય કે પછી કાશ્મીર હોય, આ તમામ જગ્યાએ પોતાની દૃઢ ઇચ્છાશક્તિનો પરિચય આપીને આજે CRPF દેશને ક્ષીણ કરનારી શક્તિઓને સમાપ્ત કરવા સુધી પહોંચી શક્યું છે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લોકશાહીનો ઉત્સવ હોય છે અને નિષ્પક્ષ તેમજ નિર્ભિક ચૂંટણી અને નિર્ભયતા સાથે મતની અભિવ્યક્તિ જ ચૂંટણીનો ખરો આત્મા હોય છે. દેશમાં ભલે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, દેશમાં સૌથી મોટી ડ્યૂટીનું નિર્વહન કરનારું કોઇ સશસ્ત્ર દળ હોય તો એ CRPFના જવાનો છે. દેશમાં લોકશાહીને સુરક્ષિત રાખવામાં સૌથી મોટું યોગદાન CRPFનું રહ્યું છે કારણ કે નિર્ભિક ચૂંટણી અને નિર્ભયતા સાથે મતની અભિવ્યક્તિ વગર કોઇપણ લોકશાહી પોતાને મજબૂત રાખી શકતી નથી.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, એક સમયે દેશભરમાં ભીષણ રમખાણો ફાટી નીકળ્યા હતા અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ની સ્થાપના પછી તેમણે ઓછામાં ઓછા બળપ્રયોગ સાથે રમખાણોને અંકુશમાં લેવાની નવી પદ્ધતિઓ વિકસાવવી છે. રેપિડ એક્શન ફોર્સ (RAF)ની દૃઢતા એટલી જ છે જેટલી હોવી જોઇએ પરંતુ ઓછામાં ઓછા બળપ્રયોગથી રમખાણ કરનારાઓને શાંત કરવામાં RAF એક પ્રકારની નવી કળાથી ખૂબ વિશ્વાસપૂર્ણ રીતે સફળ થયું છે. દેશના રમખાણોના ઇતિહાસ પર નજર કરશો તો, બે હિસ્સા જોવા મળશે જેમાં RAFની સ્થાપના પહેલાના રમખાણો અને RAFની સ્થાપના પછીના રમખાણોમાંની અલગ અલગ સ્થિતિ જોવા મળશે. હું નિશ્ચિતરૂપે કહેવા માંગુ છુ કે, RAFની સ્થાપના પછી દેશમાં રમખાણો એકદમ ઓછા કરવામાં રેપિડ એક્શન ફોર્સને ઘણી સારી સફળતા પ્રાપ્ત થઇ છે. રેપિડ એક્શન ફોર્સે સ્ટેટ રિઝર્વ પોલીસને પણ તાલીમ આપવાનું અભિયાન ચલાવ્યું હતું, તેનાથી એકરૂપતા સાથે રેપિડ એક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ બંને સાથે મળીને કામ કરે છે અને તેનાથી કેટલાય સારા પરિણામો પ્રાપ્ત થયા છે.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ ચાલી રહ્યું છે અને દેશના પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવમાં દેશની 130 કરોડ જનતા સમક્ષ એક લક્ષ્ય રાખ્યું છે કે આપણે જ્યારે આઝાદીની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા હોઇશું ત્યારે, દુનિયાના દરેક ક્ષેત્રમાં ભારત મોખરાના સ્થાને હોય. દેશ સમક્ષ 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય પ્રધાનમંત્રીએ નિર્ધારિત કર્યું છે અને મને લાગે છે કે, 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનું લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થઇ શકે છે જ્યારે દેશની આંતરિક સુરક્ષા મજબૂત હોય અને આ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં CRPFની ભૂમિકા ખૂબ જ મોટી છે. તેમણે કહ્યું હતું કે, CRPF પણ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં શતાબ્દી સુના લક્ષ્યનો રોડમેપ તૈયાર કરે, ભવિષ્યમાં આવનારા પડકારો અને આવનારી તેમજ હાલમાં ઉપલબ્ધ ટેકનોલોજીને આત્મસાત કરવાની રણનીતિ ઘડીને CRPFને સૌથી આધુનિક, સક્ષમ અને અસરકારક સશસ્ત્ર દળ બનાવે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે હું જમ્મુ- કાશ્મીરની સ્થિતિની પણ વાત કરવા માંગુ છુ. વર્ષ 2014માં શ્રી નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી પદે આરૂઢ થયા પછી જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં આટલા ઓછા સમયમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવી દીધું છે અને જમ્મુ- કાશ્મીરમાં લોકશાહીને ગામડાં સુધી પહોંચાડવાની શરૂઆત થઇ ગઇ છે. આજે જમ્મુ- કાશ્મીર અને દેશભર માટે ગર્વની વાત છે કે 30,000 કરતાં વધારે જન પ્રતિનિધિઓ લોકશાહીનો હિસ્સો બની ગયા છે અને દરેક ગામમાં પંચ અને સરપંચ ગામડાંને વિકાસના માર્ગે આગળ લઇ જઇ રહ્યા છે. તાલુકા પંચાયત બની છે, જિલ્લા પંચાયત બની છે અને લોકશાહીને પાયાના સ્તરે પહોંચાડવામાં આજે નરેન્દ્ર મોદી સરકારને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. કલમ 370 નાબૂદ કરવાથી દલિતો, પછાત વર્ગો, મહિલાઓ અને પહાડી વિસ્તારના લોકો કે જેઓ એક પ્રકારે વિકાસની પ્રક્રિયાથી ક્યાંકને ક્યાંક અલગ પડી ગયા હતા તે તમામને નવા કાયદાઓ અંતર્ગત સમાવીને સર્વસ્પર્શી અને સર્વસમાવેશી વિકાસની શરૂઆત કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ– કાશ્મીરમાં આતંકવાદ પર એક નિર્ણાયક નિયંત્રણ પ્રાપ્ત કરવામાં સશસ્ત્ર દળોને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. અહીં ઔદ્યોગિક વિકાસ પણ થયો છે અને 33,000 કરોડ રૂપિયા કરતાં વધારે રોકાણને પાયાના સ્તરે ઉતારવામાં જમ્મુ- કાશ્મીર પ્રશાસનને સફળતા પ્રાપ્ત થઇ છે. પ્રધાનમંત્રી પેકેજના તમામ પાસાઓને પૂરા કરવા માટે ઝડપી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે અને દરેક ઘર સુધી પાણી અને વીજળી પહોંચાડવી, કોરોના વિરુદ્ધ એક અદભૂત વ્યવસ્થા ઉભી કરવી, દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવી, દરેક ઘરમાં આયુષમાન ભારત કાર્ડ પહોંચાડવું, આ તમામ યોજનાઓમાં જમ્મુ- કાશ્મીરે સો ટકા સફળતા પ્રાપ્ત કરી છે. માર્ગ નિર્માણના તમામ રેકોર્ડ તોડીને માત્ર 5 વર્ષમાં માર્ગ નિર્માણનું કાર્ય આઝાદી પછી સૌથી વધારે ઝડપી ગતિએ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય, સ્ટેટ હાઇવે હોય, ગામડાને જોડતા નાના- નાના માર્ગો હોય, દરેક ક્ષેત્રમાં વિક્રમો તોડવામાં જમ્મુ- કાશ્મીર પ્રશાસન અગ્રેસર રહ્યું છે. 7 નવી મેડિકલ કોલેજો બની છે, બે એઇમ્સ બન્યા છે, 21 હાઇડ્રોપાવર યોજનાઓ શરૂ કરવામાં આવી છે. દરેક ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે જમ્મુ- કાશ્મીર સરકારને ઘણી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. આઝાદી પછી પહેલી વખત ભ્રષ્ટાચારના વિરોધમાં અહીં બે પ્રકારે એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે, ભ્રષ્ટ લોકોને ખોટો માર્ગ છોડવાનું સમજાવવા અને ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરવો તેના માટે એક ખૂબ જ મોટું પરિવર્તન જમ્મુ- કાશ્મીર પ્રશાસને કર્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આખા દેશને CRPF પર હંમેશા ગૌરવ થાય છે. આજે CRPFનો સ્થાપના દિવસ છે અને 3,25,000 જવાનોનું આ દળ આજે દેશની આંતરિક સુરક્ષા અને દેશની સુરક્ષા માટે પોતાને ફરીથી સમર્પિત કરે અને CRPFના ઐતિહાસિક રેકોર્ડને તેજસ્વીતા સાથે હજુ પણ વધારે આગળ વધારવાનો સંકલ્પ કરે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1807315)
Visitor Counter : 227