સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
14 MAR 2022 1:48PM by PIB Ahmedabad
અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનીયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 29-03-2022ના રોજ 12.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અ કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આવી ફરિયાદો તારીખ 22.03.2022 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 22.03.2022 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1805709)
Visitor Counter : 179