ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના સુરતમાં સુમુલ ડેરીની વિવિધ યોજનાઓનું ઉદઘાટન તથા શિલાન્યાસ કર્યો
Posted On:
13 MAR 2022 7:36PM by PIB Ahmedabad
આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને તેમનો ઉત્સાહ એ બાબતનો પુરાવો છે કે ગુજરાતમાં સહકારી સંરચના કેટલી મજબૂત છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દરેક ચીજને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કર્યો છે અને આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ દેશના સંકલ્પના વર્ષના રૂપમાં મનાવવાનો પ્રયાસ છે
દેશના તમામ ક્ષેત્રમાં આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે દેશ ક્યાં હશે, આ સંકલ્પ લેવાનું વર્ષ છે અને પ્રધાનમંત્રી જીએ 130 કરોડ લોકો પાસેથી આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને સંકલ્પના વર્ષ તરીકે મનાવવાનું આહવાન કર્યું છે
પ્રધાનમંત્રી પ્રત્યેક ક્ષેત્રમાં પછી તે સંરક્ષણની વાત હોય અથવા તો અર્થ વ્યવસ્થાને ગતિ આપવાની વાત હોય, ભારતને દુનિયામાં તમામ કરતાં આગળ રાખવાનો પ્રયાસ કર્યો છે
આપણું લક્ષ્ય તમામ સહકારી આંદોલનના કાર્યકર્તાઓ માટે સહકારી આંદોલનને મજબૂત કરવું અને તેને આઝાદીના 100મા વર્ષમાં દુનિયાનું સૌથી મજબૂત સહકારી આંદોલન બનાવવાનું છે
સુમુલની યાત્રા 200 લિટરથી શરૂ થઈને 20 લાખ લિટર સુધી પહોંચી ગઈ છે જેમાં દૂધ ઉત્પાદક આદિવાસી ભાઈઓ, બહેનોનું ઘણું મોટું યોગદાન છે
આજે આદિવાસી ભાઈઓ બહેનોની મહેનત અને લગનને કારણે દરરોજ સાત કરોડ રૂપિયાનું દૂધ વેચાય છે અને અઢી લાખ સદસ્યોના બેંક ખાતામાં સીધી જ આ રકમ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે
કોણ કહી શકે છે કે એક બે એકરમાં ખેતી કરનારી આદિવાસી બહેનના બેંક ખાતામાં દરરોજ પૈસા જમા થાય છે તે સહકારિતાના સિદ્ધાંતનો ચમત્કાર છે, સહકારિતા આંદોલનનો ચમત્કાર છે, સહકારી પ્રણાલિનો ચમત્કાર છે
2014માં પ્રધાનમંત્રીજીએ કહ્યું હતું કે 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ હશે અને 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સુધી આગળ ધપવાનું છે
કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રીજી દિલ્હીથી દર વર્ષે દેશના 13 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ 6000 રૂપિયા મોકલે છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
સહકારિતા મંત્રાલયને કારણે પ્રાથમિક કૃષિ સોસાયટીઓ, દૂધ ઉત્પાદક સંઘ, એપીએમસી, માછીમાર ભાઈઓના સંઘ, શ્રમિક સંઘ, સહકારી ક્ષેત્રમાં કાર્યરત લઘુ ઔદ્યોગિક સંઘ વિગેરે વધારે મજબૂત બન્યા છે
શ્રી નરેન્દ્ર મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરીને સહકારિતા આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું છે
સરદાર પટેલ, ત્રિભુવન ભાઈ, ભાઈ કાકા, વૈંકુઠ ભાઈ મહેતાએ ગુજરાતમાં એક મજબૂત સહકારી આંદોલનનો પાયો નાખ્યો અને આજે અમૂલ એ પાયા પર જ ઉભી છે
અમૂલની બ્રાન્ડ 53,000 કરોડ રૂપિયાના કારોબાર સાથે એક વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે, જે સહકારી આંદોલનની તાકાત દર્શાવે છે
ભારતની તમામ પ્રાથમિક કૃષિ સોસાયટીને સોફ્ટવેર આપવાનું કાર્ય આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી સરકાર કરનારી છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન છે અને તેમાં સૌથી મોટું યોગદાન આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રનું હશે
સહકારી ક્ષેત્ર મજબૂત હશે તો દેશનો ગરીબ માનવી મજબૂત બનશે, દેસનો ખેડૂત મજબૂત બનશે, દેશની પશુપાલક બહેન, માતા, પુત્રી મજબૂત બનશે
સુમુલે 11 જિલ્લમાં કુપોષણ સમાપ્ત કરવાની એક લડત શરૂ કરી છે અને આ લડત સહકારિતાની ભાવનાથી લડવામાં આવી રહી છે
સહકારિતા આંદોલન, આત્મનિર્ભર ખેતી, આત્મનિર્ભર ગામ અને આત્મનિર્ભર રાજ્ય તથા આત્મનિર્ભર ભારત – આ મંત્રને લઈને ચાલી રહ્યા છે
મોદી જીએ પ્રાકૃતિક ખેતી પર ઘણો ભાર મૂક્યો છે કેમ કે રાસાયણિક ફર્ટિલાઇઝરના ઉપયોગથી આપણી ધરતી માતાની ટકાઉ શક્તિ ઘટી રહી છે
પ્રાકૃતિક ખેતીથી ભૂમિના ટકાઉપણામાં તો સુધારો થશે જ, લોકોના આરોગ્યમાં પણ સુધારો થશે અને કેન્સર, રક્તચાપ, ડાયાબિટિસ જેવી બિમારીથી પણ મુક્તિ મળશે
હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરવા માગું છું કે તમામ કુદરતી ખેતીનો અભ્યાસ કરે, તેને સમજે, સ્વિકાર કરે અને પોતાના ખેતરોમાં તેનો ઉપયોગ કરે
આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ અભિયાન ચલાવો, તેનાથી આપણે માત્ર પૃથ્વી અને પર્યાવરણની જ રક્ષા કરીશું એટલું નહીં પરંતુ ખેડૂતોની સમૃદ્ધિમાં પણ વધારો કરીશું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના સુરતમાં સુમિલ ડેરીની વિવિધ યોજનાઓનું ઉદઘાટન તથા શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતિ દર્શના જરદોશ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે આજે દક્ષિણ ગુજરાતના તાપી દિલ્લામાં એક ઐતિહાસિક સહયોગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને તેમનો ઉત્સાહ એ બાબતનો પુરાવો છે કે ગુજરાતમાં સહકારી સંરચના કેટલી મજબૂત છે.
શ્રી અમિત શાહે કહ્યું કે આ દેશની આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ છે. ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ ગયા છે અને આઝાદીનું 75મું વર્ષ કોઈ પણ દેશ માટે મહત્વનું હોય છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દરેક ચીજને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કર્યો છે. આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ દેશના સંકલ્પના વર્ષના રૂપમાં મનાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે દેશના તમામ ક્ષેત્રમાં આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે દેશ ક્યાં હશે, આ સંકલ્પ લેવાનું વર્ષ છે. પ્રધાનમંત્રીજીએ 130 કરોડ લોકો પાસેથી આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને સંકલ્પના વર્ષ તરીકે મનાવવાનું આહવાન કર્યું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પ્રત્યેક ક્ષેત્રમાં પછી તે સંરક્ષણની વાત હોય અથવા તો અર્થ વ્યવસ્થાને ગતિ આપવાની વાત હોય, ભારતને દુનિયામાં તમામ કરતાં આગળ રાખવાનો પ્રયાસ કર્યો છે. પછી તે નવી શિક્ષણ નીતિ લાવવા મે આમૂલ પરિવર્તન હોય, દેશના નાના વ્યવસાયોને સમૃદ્ધ કરવાના હોય, સ્વયં સહાયતા સમૂહોને સમૃદ્ધ કરવાના હોય અને પ્રત્યેક નાગરિકને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ હોય, દેશના યુવાનોને વિશ્વ મંચ પર સ્થાપિત કરવાના હોય. અમારો લક્ષ્યાંક તમામ સહકારી આંદોલનના કાર્યકર્તાઓ માટે સહકારી આંદોલન મજબૂત કરવું અને તેને આઝાદીના 100મા વર્ષમાં દુનિયાનું સૌથી મોટું સહકારી આંદોલન બનાવવાનો છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે 71 વર્ષ અગાઉ શરૂ થયેલી સુમુલની 200 લિટરથી શરૂ થઈને આજે 20 લાખ લિટર સુધી પહોંચી ગઈ છે જેમાં દૂધ ઉત્પાદક આદિવાસી ભાઈઓ, બહેનોનું મોટું યોગદાન છે. આજે આદિવાસી બહેનોની મહેનત અને લગનને કારણે દૈનિક સાત કરોડ રૂપિયાનું દૂધ વેચાય છે અને અઢી લાખ સદસ્યોના બેંક ખાતામાં સીધા જ સાત કરોડ રૂપિયા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોણ વિચારી શકે છે કે એક બે એકરમાં ખેતી કરનારી આદિવાસી બહેનોના બેંક ખાતામાં દરરોજ પૈસા જમા થાય છે. આ સહકારિતાના સિદ્ધાંતનો ચમત્કાર છે, સહકારિતા આંદોલનનો ચમત્કાર છે. આ એક સહકારી પ્રણાલિનો ચમત્કાર છે જે ગુજરાતમાં અને અમૂલના તત્વાધાનમાં ત્રિભૂવન ભાઈ પટેલ જીના પુરુષાર્થ અને પરાક્રમને કારણે ઉભી થયેલી વ્યવસ્થાનો ચમત્કાર છે.
શ્રી અમિત શાહે કહ્યું કે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે. પ્રધાનમંત્રી જીએ 2014ના વર્ષમાં કહ્યું હતું કે 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ હશે અને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે આગળ ધપવાનું છે. આજે મને એ કહેતા ગર્વ થઈ રહ્યો છે કે આ દિશામાં પ્રધાનમંત્રી જીએ ઘણું બધું કાર્ય કર્યું છે. કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી જી દિલ્હીથી દર વર્ષે 13 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ 6000 રૂપિયા મોકલે છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરે છે. સહકારિતા મંત્રાલયે ઘણી પ્રાથમિક કૃષિ સોસાયટીઓ, દૂધ ઉત્પાદક સંઘો, એપીએમસી, માછીમાર ભાઈઓના સંઘો, શ્રમિક સંઘો, સહકારી ક્ષેત્રમાં કાર્યરત લધુ ઔદ્યોગિક સંઘો, આ તમામ યુનિયનોને એક સાથે સ્થાપિત કર્યા છે. શ્રી નરેન્દ્ર મોદી જી એ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી સહકારિતા આંદોલનને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. સહકારિતા આંદોલન સાથે સંકળાયેલા ભાઈઓ અને બહેનો તથા અહીં ઉપસ્થિત તમામ લોકોને હું કહેવા માગું છું કે મોદી જીએ સહકારિતા મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો છે તો આપણે તાળીઓના ગડગડાટથી મોદીજીનો આભાર માનીએ.
કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીએ કહ્યું કે ગુજરાતની જનતાએ સહયોગનો ચમત્કાર નિહાળ્યો છે. સરદાર પટેલ, ત્રિભૂવન ભાઈ, ભાઈ કાકા, વૈંકૂઠ ભાઈ મહેતાએ ગુજરાતમાં એક મજબૂત સહકારી આંદોલનનો પાયો નાખ્યો અને આજે અમૂલ એ પાયા પર જ ઉભી છે. અમૂલની બ્રાન્ડ 53,000 કરોડ રૂપિયાના કારોબાર સાથે એક વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે, જે સહકારી આંદોલનની તાકાત દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે અને તેમાં સહકારી આંદોલનથી ચાલી રહેલી આપણી ખાંડની મિલોનું પણ મોટું યોગદાન રહ્યું છે. હું આજે ગર્વ સાથે કહી શકું છું કે આજે દેશમાં સૌથી સારી વ્યવસ્થા ધરાવતી ખાંડની મિલો ગુજરાતમાં છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ બજેટમાં ઘણી બધી સવલતો સહકારી ક્ષેત્રના માટે આપી છે. ખાંડની મિલો સાથે સંકળાયેલા આઠ હજાર કરોડ રૂપિયાના દેવા અને આવકવેરા સાતે સંકળાયેલી સમસ્યાઓના ઉકેલ માટે 40 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો હતો જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તરત જ સમાપ્ત કરી દીધો. તેમણે સહકારી ઉત્પાદન કરનારી તમામ સંસ્થાઓનો કોર્પોરેટ ટેક્સની સમકક્ષ લાવી દીધી. ભારતની તમામ પ્રાથમિક કૃષિ સોસાયટીઓને સોફ્ટવેર આપવાનું કામ આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી સરકાર કરનારી છે. 900 કરોડ રૂપિયાથી વધુ બજેટની સાથે પાયાગત સુવિધાઓને માટે નરેન્દ્ર મોદી સરકારે સહકાર વિભાગની સ્થાપના કરી છે. હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સ્વપ્ન છે અને તેમાં સૌથી મોટું યોગદાન આવનારા દિવસોમાં સહકાર ક્ષેત્રનું રહેશે. જ્યારે સહકારી ક્ષેત્રનું યોગદાન વધે, કોર્પોરેટ ક્ષેત્રનું યોગદાન વધે ત્યારે સહકાર ક્ષેત્રનું યોગદાન વધે તો લાખો કરોડો લોકોને લાભ થાય છે. સુમુલ સમૃદ્ધ હોય તો અઢી લાખ લોકોને ફાયદો થશે અને જો ખાનગી ડેરી મજબૂત હોય તો માત્ર પાંચ લોકોને લાભ થાય છે. સહકારી ક્ષેત્ર મજબૂત હશે તો દેશનો ગરીબ માનવી મજબૂત બનશે, દેશનો ખેડૂત મજબૂત બનશે, દેશની પશુપાલક બહેન, માતા, પુત્રી મજબૂત બનશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સુમુલે 11 જિલ્લામાં કુપોષણ સમાપ્ત કરવા માટે એક લડત શરૂ કરી હતી અને આ લડત સહકારિતાની ભાવનાથી લડવામાં આવી રહી છે. લગભગ 20000 આંગણવાડીમાં નાના બાળકો, બાળકીઓને કૂપોષણથી મુક્ત કરીને તમે સૌએ સહકારી ભાવનાનું જ્વલંત ઉદાહરણ રજૂ કર્યું છે.
સહાકરિતા આંદોલન, આત્મનિર્ભર ખેતી, આત્મનિર્ભર ગામ અને આત્મનિર્ભર રાજ્ય તથા આત્મનિર્ભર ભારત આ મંત્ર લઈને ચાલી રહ્યા છીએ. તેમણે કહ્યું કે મોદી જીએ કુદરતી ખેતી પર ભાર મૂક્યો છે. કેમ કે રાસાયણિક ફર્ટિલાઇઝરના ઉપયોગથી આપણી ધરતી માતાની ટકાઉ શક્તિ ઘટી રહી છે. નૈસર્ગિક ખેતીથી ભૂમિના ટકાઉપણામાં તો વધારો થશે જ, લોકોના આરોગ્યમાં પણ સુધારો થશે અને કેન્સર, રક્તચાપ, ડાયાબિટિસ જેવી બિમારીથી પણ મુક્તિ મળશે. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તમે ઉપસ્થિત છો ત્યારે હું ચોક્કસપણે કહીશ કે કુરતી ખેચી આપણા સોનું લક્ષ્યાંક હોવી જોઇએ. કુદરતી ખેતી કરનારા ખેડૂતોની આવક વધે, તેની જવાબાદારી સહકારિતા મંત્રાલય અને મોદીજીના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર અદા કરે છે. ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોના ઉત્પાદનને સારી કિંમત મળે, તેના માટે અમૂલના તત્વાધાનમાં એક મિકેનિઝમ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. માર્કેટિંગ માટે ઉત્પાદનની વિશ્વસનીયતા, વૈજ્ઞાનિક તપાસ, ગુણવત્તા, પ્રમાણપત્ર, વિશ્વના બજારોમાં આપણી ચીજોને સારી કિંમતે વેચવી, આ તમામ બાબત આપણે કરવી હોય તો તેનું એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માળખું અને ચેઇન બનાવવી પડશે અને તેના માટે અમૂલ આગળ આવ્યું છે. એક વર્ષમાં જ આ માળખું તૈયાર કરી શકાશે અને તેના માધ્યમથી કુદરતી ખેતી કરનારા તમામ ખેડૂતોને તેમના ઉત્પાદનની સારી કિંમત મળે તે સુનિશ્ચિત કરાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરવા માગું છું કે તમામ કુદરતી ખેતીનો અભ્યાસ કરે, તેને સમજે, સ્વિકાર કરે અને પોતાના ખેતરોમાં તેનો અમલ કરે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ અભિયાન ચલાવો, તેનાથી આપણે માત્ર પૃથ્વી અને પર્યાવરણની જ રક્ષા કરીશું એટલું નહીં પરંતુ ખેડૂતોની સમૃદ્ધિમાં પણ વધારો કરીશું અને સાથે સાથે 130 કરોડ લોકોના આરોગ્યને બહેતર બનાવવાની જવાબદારી પણ આપણી છે. આપણે રસાયણ મુક્ત અનાજ, રસાયણ મુક્ત ભોજન, રસાયણ મુક્ત ફળ, રસાયણ મુક્ત શાકભાજી પહોંચાડવામાં સફળ રહીશું. મને વિશ્વાસ છે કે મોદીજીનું સમૃદ્ધ અને સ્વસ્થ ભારતનું સ્વપ્ન સાકાર થશે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1805576)
Visitor Counter : 291