ગૃહ મંત્રાલય

દાંડી યાત્રાની 92મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદના કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાને ઝંડી બતાવી વિદાય આપી

Posted On: 12 MAR 2022 5:35PM by PIB Ahmedabad

કોચરબ આશ્રમ મોહનચંદ કરમચંદ ગાંધીજીને મહાત્મા બનાવનારી મૂળ ભૂમિ છે

જો દેશ શરૂઆતથી ગાંધીજીના બતાવેલા માર્ગ પર ચાલ્યો હોત તો આજે દેશની અનેક સમસ્યાઓ ના હોત, પરંતુ વિડંબણા છે કે આપણે ગાંધીજીના બતાવેલા માર્ગથી દૂર ચાલ્યા ગયા

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એક નવી શિક્ષણ નીતિ લઈને આવે છે જે આજની આવશ્યકતાઓ અનુસાર છે

ગાંધીજીના વિચાર નિશ્ચિત રીતે શિક્ષણના તમામ વિચારોને સમાહિત કરે છે અને પ્રધાનમંત્રી મોદીજીએ સ્વભાષા, રાજભાષા, રોજગાર અને સ્વાવલંબનલક્ષી શિક્ષણના તમામ સિદ્ધાંતોને નવી શિક્ષણ નીતિમાં પરોવવાનું કામ કર્યુ છે

 દાંડી યાત્રા એક એવું આંદોલન હતું જેણે દુનિયાભરના સ્વાતંત્ર્ય સંગ્રામોમાં પોતાનું નામ સુનિશ્ચિત કર્યુ

ગાંધીજીએ દાંડી યાત્રામાં ગ્રામીણ જીવન અને દેશની સમસ્યાઓને આત્મસાત કરીને તેને દૂર કરવાનો ઉપાય દેશની સામે રાખ્યો

રીતે શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા પછી એક-એક કરીને દેશની સમસ્યાઓને દૂર કરી છે

પ્રધાનમંત્રી મોદીજી દ્વારા શરૂ કરાયેલી સ્વચ્છતા, દરેક ઘરમાં શૌચાલય, વીજળી અને પીવાનું શુદ્ધ પાણી, ગ્રામીણ ઉત્થાન તથા દરેક ગામ આત્મનિર્ભર અને દરેક વ્યક્તિ સ્વાવલંબી બને જેવી અનેક યોજનાઓમાં સ્પષ્ટ જોવા મળે છે

 જ્યારે દાંડી યાત્રા નીકળી સમયે સંચારના સાધનો નહોતા, ગાંધીજી જે બોલતા હતા તેને સમગ્ર દેશ સાંભળી શકે એવી કોઈ વ્યવસ્થા નહોતી, અંગ્રેજોના ભયના લીધે તે અખબારોમાં છપાવાની પણ વધુ વ્યવસ્થા નહોતી

પરંતુ તેની પાછળ સત્યની તાકાત એટલી મોટી હતી કે ગાંધીજીએ દાંડી યાત્રા દરમિયાન ગામેગામની નાની નાની ગ્રામસભાઓમાં જે પણ કહ્યું તેનો એક-એક શબ્દ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને બિહારથી ગુજરાત સુધી દરેક ગામના દરેક વ્યક્તિ સુધી પહોંચતો હતો

આની પાછળ કતૃત્વની એક શક્તિ હતી જેમાં સત્વ અને સાધનાનું તત્વ હતું અને કારણથી દાંડી યાત્રાએ સમગ્ર દેશમાં ચેતના જગાવી

દાંડી માર્ચ માત્ર જન-જાગૃતિનો કાર્યક્રમ નહોતો પણ દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી દરેક રાત્રી વિશ્રામ સમયે ગામ, દેશ અને ગરીબની સમસ્યા અને સમાજના દૂષણો વિશે જાણવાનો પ્રયાસ કરતા હતા

મહાત્મા ગાંધીના સિદ્ધાંતો શાશ્વત છે જે ક્યારેય કાળબાહ્ય નહીં થાય, કેવળ વિચારો કે સિદ્ધાંતો કાળબાહ્ય હોય છે જે પરિસ્થિતિજન્ય હોય છે પરંતુ ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પરિસ્થિતિજન્ય નહોતા

બાપુના વિચારો અને સિદ્ધાંતો માનવ સ્વભાવને ઉર્ધ્વગતિ આપનારા અને માનવતાને ઉપર ઉઠાવનારા હતા, જ્યાં સુધી માનવ જીવનનું અસ્તિત્વ છે ત્યાં સુધી ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો શાશ્વત રહેશે

ગાંધીજીએ ખૂબ સહજતા અને નાની-નાની વાતોથી દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને સમાજમાં ભ્રાતૃત્વ ભાવ જગાડવાનો તેમજ સત્વશીલ લોકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રયાસોથી દેશ આઝાદ થયો

આપણો દેશ સ્વતંત્ર થયો પહેલા અને પછી ભારત સિવાય કોઈપણ અન્ય દેશ એવો નથી કે જ્યાં આઝાદીની લડાઈ કોઈ હથિયાર વિના લડવામાં આવી હોય

જનજાગૃતિ, સત્યાગ્રહનો પ્રયોગ, વિચાર અને સિદ્ધાંત આપણી સનાતન સંસ્કૃતિના સિદ્ધાંત હતા પણ વિસ્મૃત થઈ ગયા હતા અને ગાંધીજીએ તેમને ફરીથી પ્રતિપાદિત કર્યા, પ્રાસંગિક બનાવ્યા અને આઝાદીની લડાઈમાં મુખ્ય શસ્ત્ર બનાવ્યા

 

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દાંડી માર્ચની 92મી વર્ષગાંઠ પ્રસંગે આજે અમદાવાદના કોચરબ આશ્રમથી દાંડી સાઈકલ યાત્રાને ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે કોચરબ આશ્રમ મોહનદાસ કરમચંદ ગાંધીજીને મહાત્મા બનાવનાર મૂળ ભૂમિ છે અને આજે આ પવિત્ર ભૂમિ પર આવીને મને અત્યંત હર્ષ થાય છે. તેમણે કહ્યું કે દાંડી યાત્રા એક એવું આંદોલન હતું કે જેણે દુનિયાભરના સ્વતંત્રતા સંગ્રામોમાં પોતાનું નામ સુનિશ્ચિત કર્યુ. જ્યારે દાંડી યાત્રા નીકળી એ સમયે સંચારના માધ્યમો નહોતા, ગાંધીજી જે બોલતા હતા તેને સમગ્ર દેશ સાંભળી શકે એવી કોઈ વ્યવસ્થા નહોતી. ગાંધીજી જે બોલતા હતા તેનું રેકોર્ડિંગ પણ થતું નહોતું અને અંગ્રેજોના ભયના લીધે તે અખબારોમાં છપાવાની વધુ વ્યવસ્થા પણ નહોતી. પરંતુ તેની પાછળ સત્યની તાકાત એટલી મોટી હતી કે કમ્યુનિકેશનના કોઈ સાધન વિના પણ ગાંધીજીએ કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ અને દાંડી યાત્રા દરમિયાન ગામેગામ નાની-નાની ગ્રામસભાઓમાં જે પણ કહ્યું તેનો એક-એક શબ્દ કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને બિહારથી ગુજરાત સુધી દરેક ગામના દરેક વ્યક્તિ સુધી પહોંચતો હતો. તેની પાછળ કતૃત્વની એક શક્તિ હતી જેમાં સત્વ અને સાધનાનું તત્વ હતું અને આ કારણથી જ દાંડી યાત્રાએ સમગ્ર દેશમાં ચેતના જગાવી.

શ્રી અમિત શાહે કહ્યું કે જો દેશ શરૂઆતથી જ ગાંધીજીના બતાવેલા માર્ગ પર ચાલ્યો હોત તો આજે દેશની અનેક સમસ્યાઓ ના હોત પણ વિડંબણા એ છે કે આપણે ગાંધીજીએ બતાવેલા માર્ગથી દૂર ચાલ્યા ગયા. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એક નવી શિક્ષણ નીતિ લઈને આવ્યા છે જે આજની આવશ્યકતાઓ અનુસાર છે. તેમણે કહ્યું કે ગાંધીજીના વિચાર નિશ્ચિત રીતે શિક્ષણના તમામ વિચારોને સમાવિષ્ટ કરે છે અને પ્રધાનમંત્રી મોદીજીએ સ્વભાષા, રાજભાષા, રોજગાર અને સ્વાવલંબનલક્ષી શિક્ષણના તમામ સિદ્ધાંતોને નવી શિક્ષણ નીતિમાં પરોવવાનું કામ કર્યુ છે.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે સાઈકલ યાત્રા પર જઈ રહેલા લોકોને હું એ જ કહેવા માગું છું કે દાંડી માર્ચ માત્ર જન-જાગૃતિનો જ કાર્યક્રમ નહોતો પણ દાંડી માર્ચ દરમિયાન ગાંધીજી દરેક રાત્રી વિશ્રામ સમયે ગામ, દેશ અને ગરીબની સમસ્યા અને સમાજના દૂષણો વિશે જાણવાનો પ્રયાસ કરતા હતા. ગાંધીજીએ દાંડી યાત્રામાં ગ્રામીણ જીવન અને દેશની સમસ્યાઓને આત્મસાત કરીને તેને દૂર કરવાનો ઉપાય દેશની સામે રાખ્યો. આ રીતે શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા પછી એક-એક કરીને દેશની સમસ્યાઓને દૂર કરી છે. પ્રધાનમંત્રી મોદીજી દ્વારા શરૂ કરાયેલી સ્વચ્છતા, દરેક ઘરમાં શૌચાલય, વીજળી અને પીવાનું શુદ્ધ પાણી, ગ્રામીણ ઉત્થાન તથા દરેક ગામ આત્મનિર્ભર અને દરેક વ્યક્તિ સ્વાવલંબી બને જેવી અનેક યોજનાઓમાં આ સ્પષ્ટ જોવા મળે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજીએ જ્યારે 78 સાથીઓ સાથે દાંડી યાત્રા શરૂ કરી ત્યારે કોઈને એ ખ્યાલ નહોતો કે દાંડી યાત્રા ઈતિહાસ બનાવવા જઈ રહી છે અને દુનિયાભરના લોકો સદીઓ સુધી દાંડી યાત્રાને યાદ રાખશે અને તેનો અભ્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આપણ પણ આજે દાંડી યાત્રા પર જઈ રહ્યા છો અને હું આપ સૌને એ આગ્રહ કરૂં છું કે યાત્રા દરમિયાન આપનો જ્યાં પણ રાત્રી વિશ્રામ હોય ત્યાં ગાંધીજીના મૂલ્યો અને તેમના બતાવેલા માર્ગ પર ગામોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરજો અને ગાંધીજીના મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરજો.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે મારા માતાજી બાપુના અનુયાયી હતા જે કારણથી મને પણ ગાંધીજીને સમજવાનો અવસર મળ્યો અને હું નિશ્ચિત રીતે એમ કહી શકું છું કે મહાત્મા ગાંધીના સિદ્ધાંત શાશ્વત છે જે ક્યારેય કાળબાહ્ય નહીં થાય. તેમણે કહ્યું કે કેવળ એ વિચારો કે સિદ્ધાંતો જ કાળબાહ્ય હોય છે જે પરિસ્થિતિજન્ય હોય છે પરંતુ ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પરિસ્થિતિજન્ય નહોતા. બાપુના વિચારો અને સિદ્ધાંતો માનવ સ્વભાવને ઉર્ધ્વગતિ આપનારા હતા, માનવતાને ઊંચાઈ આપનારા હતા. જ્યાં સુધી માનવ જીવનનું અસ્તિત્વ છે ત્યાં સુધી ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો શાશ્વત રહેશે. બાપુના વિચારો અને સિદ્ધાંતોનું સ્વરૂપ કદાચ બદલાય પણ તત્વ નહીં બદલે.

શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજીએ ખૂબ સહજતાથી અને નાની-નાની વાતોથી દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને સમાજમાં ભ્રાતૃત્વનો ભાવ જગાડવા તેમજ સત્વશીલ લોકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસોથી જ દેશ આઝાદ થયો. તેમણે કહ્યું કે આપણે દુનિયાના અનેક દેશોના આઝાદીના સંગ્રામના ઈતિહાસ જોયા છે. આપણો દેશ સ્વતંત્ર થયો એ પહેલા અને પછી ભારત સિવાય કોઈપણ અન્ય દેશ એવો નથી કે જ્યાં આઝાદીની લડાઈ કોઈ હથિયાર વિના લડવામાં આવી હોય. જનજાગૃતિ, સત્યાગ્રહનો પ્રયોગ, વિચાર અને સિદ્ધાંત આપણી સનાતન સંસ્કૃતિના સિદ્ધાંત હતા પણ એ વિસ્મૃત થઈ ગયા હતા અને ગાંધીજીએ તેમને ફરીથી પ્રતિપાદિત કર્યા, પ્રાસંગિક બનાવ્યા અને આઝાદીના જંગ માટેના મુખ્ય શસ્ત્રો બનાવ્યા.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે સ્વતંત્રતાના 75 વર્ષના ઉપલક્ષ્યમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવના ત્રણ લક્ષ્ય રાખ્યા છે. એક દેશની આઝાદી માટે બલિદાન આપનારા અને પોતાનું સર્વસ્વ ન્યૌચ્છાવર કરનારા અનામી બલિદાનીઓના કાર્યથી નવી પેઢીને પરિચિત કરાવવી અને તેઓમાં દેશભક્તિની ચેતના જાગૃત કરવી. બીજું દેશની 75 વર્ષની યશસ્વી સફર અને ઉપલબ્ઘિઓ પ્રત્યે લોકોમાં વિશ્વાસ પેદા કરવો તથા ત્રીજું 75મા વર્ષમાં દરેક વ્યક્તિ નાના-નાના સંકલ્પ લે અને એ સંકલ્પોનાં સંપુટથી આપણે સૌ મળીને આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર દેશને વિશ્વમાં સર્વપ્રથમ સ્થાન પર પહોંચાડી શકીએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની યાત્રાને સંકલ્પ સિદ્ધિની યાત્રાના અમૃત કાળ તરીકે રાખી છે. આપણે સૌએ એ સંકલ્પ લેવો જોઈએ કે આ અમૃત કાળમાં આગામી 25 વર્ષમાં આપણે ભારતને પોતાના સ્વતંત્રતા સેનાનીઓની કલ્પના મુજબનો દેશ બનાવવામાં સફળ થઈએ. હું આજે 12 માર્ચના પવિત્ર દિવસે દાંડી સાઈકલ યાત્રા પર જઈ રહેલા તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ આપું છું.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1805359) Visitor Counter : 303