ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયને રાષ્ટ્રને સમર્પિત કર્યુ અને તેના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો


કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સામેલ થયા

2002થી 2013 સુધી જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ સમયે તેમણે કાયદો અને વ્યવસ્થાના વિષયને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની શરૂઆત કરી

મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌપ્રથમ કામ કર્યુ, સમગ્ર પોલીસ દળના આધુનિકીકરણનું અને તેમના નેતૃત્વમાં સો ટકા પોલીસ સ્ટેશનોનું કમ્પ્યુટરીકરણ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું

મોદીજીએ પોલીસ સ્ટેશનોને કનેક્ટ કરવા માટે એક અત્યાધુનિક સોફ્ટવેર બનાવડાવ્યું જેના દ્વારા કોન્સ્ટેબલની ભરતીમાં કમ્પ્યુટરસેવી કોન્સ્ટેબલ્સને પ્રાથમિકતા આપવામાં આવી, સેવારત તમામ કોન્સ્ટેબલોની તાલીમનો એક વિસ્તૃત કાર્યક્રમ ચલાવવામાં આવ્યો અને સમગ્ર પોલીસ દળનું કમ્પ્યુટરીકરણ કરાયું

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ મોટી પહેલ કરી- દેશમાં સૌથી સારી લૉ યુનિવર્સિટી બનાવવાનું કામ કર્યુ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની પરિકલ્પના કરી અને વિશ્વસ્તરીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ ગુજરાતમાં બની

મોદીજીએ ગુજરાતમાં એક ખૂબ મોટું વ્યવસ્થા પરિવર્તન કર્યુ હતું અને દેશની સામે એક મોડેલ શરૂ કર્યુ કે જો બાળકોની ટ્રેનિંગ એક ક્ષેત્ર વિશેષમાં કરવામાં આવે તો તેઓ અહીંથી નીકળીને એ ક્ષેત્રમાં યોગદાન આપી શકશે

ભલે રિસર્ચ-ડેવલપમેન્ટ હોય, અહીંથી વિશેષજ્ઞ બહાર નીકળવાના હોય, યોગદાન આપનારા સરકારી કર્મયોગી અહીંથી નીકળવાના હોય, આ બધાની શરૂઆત દેશના પ્રધાનમંત્રીજીએ કરી હતી

2014માં જ્યારે દેશની જનતાએ મોદીજીને મોકો આપ્યો કે તેઓ પ્રધાનમંત્રી બનીને દેશની સેવા કરે, તેમણે દરેક ક્ષેત્રમાં એક અલગ દ્રષ્ટિકોણની સાથે બનેલી પરિપાટીને તોડીને આજની આવશ્યકતાઓના હિસાબે પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો

આ મારા માટે હર્ષનો વિષય છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અનેક ક્ષેત્રોમાં અનેક સંસ્થાઓની સાથે જોડાઈને તેમની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા માટે સારું માર્ગદર્શન આપવાનું કામ કરી રહી છે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કાયદો-વ્યવસ્થા સંભાળવા માટે ભરતીના ત્રણ સ્તરો-કોન્સ્ટેબલ, પીએસઆઈ અને ડીવાયએસપી- પર કામ કરનારા વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રોફેશનલી ટ્રેઈન કરીને તેમને મોદીજીની કલ્પના અનુસાર કર્મયોગી બનાવવા માટે એક ઉમદા વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર બંને ઉપલબ્ધ કરાવશે

આ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન ત્યારે આવી શકે છે જ્યારે પ્રોફેશનલિઝમ હોય અને આ ક્ષેત્રમાં કામ કરનારા કર્મયોગી ગૌરવ પણ અનુભવે

આજે આપને આ ડિગ્રી એવા વ્યક્તિના હાથે મળવા જઈ રહી છે જેમને માત્ર દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયા પોતાના નેતા માને છે અને દરેક ક્ષેત્રમાં તેમના વિચાર સાંભળવા માટે આતુર પણ રહે છે

અહીં અભ્યાસ કરી રહેલા તમામ બાળકોને પણ હું કહેવા ઈચ્છીશ કે આ ક્ષેત્રમાં મન લગાવીને કામ કરીને દેશની કાયદો વ્યવસ્થાને ઠીક કરવી, આંતરિક સુરક્ષાને સુદ્રઢ બનાવવી, એ આપણા સૌનો ઉદ્દેશ હોવો જોઈએ

જ્યારે દેશભરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસ ખુલશે અને અહીંથી તાલીમપ્રાપ્ત વિદ્યાર્થીઓ પોલીસ દળો, અલગ-અલગ ક્ષેત્રો અને વિશેષજ્ઞ તરીકે પોલીસની સપોર્ટ સિસ્ટમમાં કામ કરશે ત્યારે સમગ્ર દેશના પોલીસ દળને એકાત્મકતાની સાથે ચલાવવાનું કામ પણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કરી શકે છે

Posted On: 12 MAR 2022 3:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયને રાષ્ટ્રને સમર્પિત કર્યુ અને તેના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. આ અવસર પર ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે વર્ષ 2002થી 2013 સુધી જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ સમયે તેમણે કાયદો અને વ્યવસ્થાના વિષયને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની શરૂઆત કરી. અંગ્રેજોના સમયથી એક પરિપાટી ચાલી આવતી હતી કે કાયદો-વ્યવસ્થાના ક્ષેત્ર અને પોલીસ દળમાં લોકો માત્ર નોકરી કરવા આવતા હતા. પરંતુ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમમે સૌપ્રથમ કામ કર્યુ, સમગ્ર પોલીસ દળના આધુનિકીકરણનું. તેમના નેતૃત્વમાં સો ટકા પોલીસ સ્ટેશનોનું કમ્પ્યુટરીકરણ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. શ્રી શાહે કહ્યું કે મોદીજીએ પોલીસ સ્ટેશનોને કનેક્ટ કરવા માટે એક અત્યાધુનિક સોફ્ટવેર બનાવડાવ્યું જેના દ્વારા કોન્સ્ટેબલની ભરતીમાં કમ્પ્યુટરસેવી કોન્સ્ટેબલોને પ્રાથમિકતા આપવામાં આવી, સેવારત તમામ કોન્સ્ટેબલોની તાલીમનો એક વિસ્તૃત કાર્યક્રમ ચલાવવામાં આવ્યો અને સમગ્ર પોલીસ દળનું કમ્પ્યુટરીકરણ કરવામાં આવ્યું. તેના પછી જેલો અને ફોરેન્સિક પ્રયોગશાળાઓને પણ તેની સાથે જોડવાનું કામ કર્યુ.

શ્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ મોટી પહેલ કરી. પ્રથમ, દેશમાં સૌથી સારી લૉ યુનિવર્સિટી બનાવવાનું કામ કર્યુ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની પરિકલ્પના કરી અને વિશ્વસ્તરીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ ગુજરાતમાં બની. કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા ત્રણ પાસાઓને મોદીજીએ યુનિવર્સિટી બનાવીને શરૂઆતથી જ તાલીમની સાથે જોડીને યુવાનોને આ સુવિધા ઉપલબ્ધ કરાવી. તેમણે કહ્યું કે મોદીજીએ ગુજરાતમાં એક ખૂબ મોટું વ્યવસ્થા પરિવર્તન કર્યુ હતું અને દેશની સામે એક મોડેલ શરૂ કર્યુ હતું કે જો બાળકોની ટ્રેનિંગ એક ક્ષેત્ર વિશેષમાં થાય તો તેઓ અહીંથી નીકળીને એ ક્ષેત્રમાં યોગદાન આપી શકશે. તેમણે કહ્યું કે આધુનિકીકરણ અને કમ્પ્યુટરાઈઝેશન થયા પછી ગુજરાત પોલીસની સજા અપાવવાનો દર માત્ર ત્રણ વર્ષમાં 22 ટકા વધી ગયો. ભલે રિસર્ચ-ડેવલપમેન્ટ હોય, અહીંથી વિશેષજ્ઞ બહાર નીકળવાના હોય, યોગદાન આપનારા સરકારી કર્મયોગી અહીંથી નીકળવાના હોય, આ બધાની શરૂઆત દેશના પ્રધાનમંત્રીએ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે 2014માં જ્યારે દેશની જનતાએ મોદીજીને મોકો આપ્યો કે તેઓ પ્રધાનમંત્રી બનીને સમગ્ર દેશની સેવા કરે, તેમણે દરેક ક્ષેત્રમાં એક અલગ દ્રષ્ટિકોણની સાથે, બનેલી પરિપાટીઓને તોડીને, આજની આવશ્યકતાઓના હિસાબે પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય પણ તેનું જ એક ઉદાહરણ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ બની ગઈ છે અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પણ બની ગઈ છે. આ મારા માટે હર્ષનો વિષય છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અનેક ક્ષેત્રોમાં અનેક સંસ્થાઓની સાથે જોડાઈને તેમની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે સારૂં માર્ગદર્શન આપવાનું કામ કરી રહી છે. આવનારા સમયમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો વિસ્તાર ખૂબ ઝડપથી વધશે, જે પ્રકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસ ખોલ્યા છે. એ જ પ્રકારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પણ હવે ક્ષેત્ર પ્રમાણે પોતાનું એક-એક કેમ્પસ ખોલે, તેના માટે પ્રયાસ થશે. કાયદો વ્યવસ્થા સંભાળવા માટે ભરતીના ત્રણ સ્તરો-કોન્સ્ટેબલ, પીએસઆઈ અને ડીવાયએસપી-પર કામ કરનારા વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રોફેશનલી ટ્રેઈન કરીને તેમને સરકારી કર્મી નહીં પણ મોદીજીની કલ્પના અનુસાર કર્મયોગી બનાવવા માટે એક ઉમદા વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંને ઉપલબ્ધ કરાવશે.

શ્રી અમિત શાહે કહ્યું કે આ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન ત્યારે આવી શકે છે જ્યારે પ્રોફેશનલિઝમ હોય અને આ ક્ષેત્રમાં કામ કરનારા કર્મયોગી ગૌરવ પણ અનુભવે. વર્ષ 2018થી લઈને આજ સુધીની 5 બેચના 1091 વિદ્યાર્થીઓને આજે ડિગ્રી મળવા જઈ રહી છે અને હું સૌને કહેવા માગું છું કે આપ પોતાની પસંદગીના આ ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે યોગદાન જરૂર આપી શકો છો.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે આપને આ ડિગ્રી એવા વ્યક્તિના હાથે પ્રાપ્ત થવા જઈ રહી છે જેમને માત્ર દેશ નહીં પણ સમગ્ર દુનિયા પોતાના નેતા માને છે અને દરેક ક્ષેત્રમાં તેમના વિચાર સાંભળવા માટે આતુર પણ રહે છે. અહીં અભ્યાસ કરી રહેલા તમામ બાળકોને પણ હું કહેવા માગીશ કે આ ક્ષેત્રમાં મન લગાવીને કામ કરીને દેશની કાયદો વ્યવસ્થાને ઠીક કરવી, આંતરિક સુરક્ષાને સુદ્રઢ બનાવવી, એ આપણા સૌનો ઉદ્દેશ હોવો જોઈએ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના તત્વાધાનમાં જ્યારે દેશભરમાં તેના કેમ્પસ ખૂલશે અને અહીંથી તાલીમપ્રાપ્ત પોલીસ દળો, અલગ-અલગ ક્ષેત્રો અને વિશેષજ્ઞ તરીકે પોલીસની સપોર્ટ સિસ્ટમમાં પણ કામ કરશે ત્યારે આપોઆપ સમગ્ર દેશના પોલીસ દળને એકાત્મકતાની સાથે ચલાવવાનું કામ પણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કરી શકશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    



(Release ID: 1805332) Visitor Counter : 188