ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

એલઈડી લાઈટના ઉત્પાદન એકમો પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Posted On: 10 MAR 2022 3:30PM by PIB Ahmedabad

   

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના એલઈડી લાઈટના ઉત્પાદનમાં સંડોવણીની માહિતીના આધારે તા. 9.3.2022ના રોજ ગાંધીનગરમાં કાર્યરત, મેસર્સ ડીમેક એનેર્જિયા પ્રાઈવેટ લિમિટેડ, બી-123, જીઆઈડીસી, સેક્ટર-25, ગાંધીનગર અને મેસર્સ વિવિડ એલઈડી પ્રોડક્ટ્સ, ઈ-14, 15, 16/7, જીઆઈડીસી, સેક્ટર-26, ગાંધીનગર ઉપર દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન એકમોને ત્યાં માન્ય લાયસન્સ વિના એલઈડી લાઈટ, સ્ટ્રીટ લાઈટ, ફ્લડ લાઈટ જપ્ત કરવામાં આવી.

આ ઉત્પાદ ભારત સરકાર દ્વારા સૂચિત ફરજિયાત નોંધણી હેઠળ આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરો પાસેથી માનક ચિહ્ન માટે લાયસન્સ મેળવ્યા વિના ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોનાં માન્ય લાયસન્સ વગર ઉત્પાદન કરનાર વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષ સુધીની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખના આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોંડ, અમદાવાદ -380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo-2@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સુચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1804734) Visitor Counter : 221