સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

જનશતાબ્દી ટ્રેન નંબર 09247-09248 સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદના સ્ટેશને ઊભી રહેશે


અમદાવાદથી કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ નડિયાદ રેલવે સ્ટેશને મંજુર થતા રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઇચ્છુક નડિયાદ સહિત ખેડા જિલ્લાની જનતામાં આનંદની લાગણી

પોસ્ટેડ ઓન: 09 MAR 2022 12:00PM by PIB Ahmedabad

 

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ (09247 - 09248)નું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ૯ મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા સ્થાનિક નગરજનો સહિત ખેડા જિલ્લાના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે. જેનાથી આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

વધુમાં બાંદ્રાથી અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈથી ઓખા સૌરાષ્ટ્ર મેલના જતા રૂટમાં નડિયાદ ખાતે સ્ટોપેજ હતું ,પરંતુ પરત ફરતા રૂટમાં નડિયાદ રેલવે સ્ટેશનને ઉમેરવાની પણ માગણી લાંબા સમયથી પડતર હતી તે બાબતને પણ ધ્યાને લઇને નડિયાદ રેલવે સ્ટેશનને આ બંને ટ્રેનોના રૂટમાં સ્ટોપેજમાં ઉમેરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે. કે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના સન્માનમાં સર્જન થયું છે તે સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદને જ આ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું ન હોઈ લોકોની માગણીને ધ્યાને લઇ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ નડિયાદને આ ટ્રેનનું સ્ટોપેજ આપવા રેલ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. તેમણે સતત જનશતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળી રહે તે અંગે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. સાંસદની રજૂઆતને ધ્યાને લઇ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ – કેવડિયા (એકતા નગર)  જન શતાબ્દી એક્ષપ્રેસને નડિયાદ તારીખ ૯ માર્ચથી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું કે સરદાર સાહેબના જન્મ સ્થળ નડીયાદથી સમગ્ર ખેડા જિલ્લામાંથી વધુ ને વધુ વ્યક્તિઓ આ ટ્રેનનો લાભ લે તે જરૂરી છે. 22 9 27 બાંદ્રા ટર્મિનલથી અમદાવાદ લોકશક્તિ તથા 22 9 45 મુંબઈ સેન્ટ્રલથી ઓખા સૌરાષ્ટ્ર મેલ પણ હવેથી નડિયાદ ઊભો રહેશે. આજના કાર્યક્રમમાં વડોદરા ડિવિઝનના ડી.આર.એમ અમિત ગુપ્તા તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1804263) મુલાકાતી સંખ્યા : 218