રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને જયપુર/ભગત ની કોઠી અને ભાવનગર વચ્ચે હોળી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો ચલાવવામાં આવશે

Posted On: 28 FEB 2022 8:20PM by PIB Ahmedabad

ટ્રેન નંબર 09039 મુંબઈ સેન્ટ્રલ - જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ 16મી માર્ચ, 2022, બુધવારના રોજ 23.55 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે. અને બીજા દિવસે 19.25 વાગે જયપુર પહોંચશે. તેવી રીતે, ટ્રેન નંબર 09040 જયપુર - બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 17મી માર્ચ, 2022ના રોજ જયપુરથી 21.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.10 વાગે બોરીવલી પહોંચશે. ટ્રેન બંને દિશામાંઓ  બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર ઉભી રહેશે ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2  ટિયર  અને એસી 3  ટિયર કોચ શામેલ હશે.

2) ટ્રેન નંબર 09035/09036 બાંદ્રા ટર્મિનસ - ભગત ની કોઠી - બોરીવલી સુપરફાસ્ટ  [2ફેરા]

ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ - ભગત ની  કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ 16મી માર્ચ, 2022 બુધવારના રોજ 11.00 વાગે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 04.00 વાગે ભગત ની કોઠી પહોંચશે. રીતે, ટ્રેન નંબર 09036 ભગત કી કોઠીબોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 17મી માર્ચ, 2022ના રોજ 11.40 વાગે ભગત ની કોઠીથી ઉપડશે અને બીજા દિવસે 04.15 વાગે બોરીવલી પહોંચશે. ટ્રેન બંને દિશામાંઓ બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદડી અને લૂણી સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ શામેલ હશે.

3) ટ્રેન નંબર 09005/09006 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ [2 ફેરા]

ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 14મી માર્ચ, 2022ના રોજ 21.45 વાગે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 10.30 વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી રીતે, ટ્રેન નંબર 09006 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ બુધવાર, 16મી માર્ચ, 2022 ના રોજ સવારે 10.10 વાગે ઉપડશે અને તે દિવસે 23.25 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ઢોલા ,સોનગઢ અને સિહોર જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.

ટ્રેન નંબર 09039, 09035, 09005 અને 09006 માટે બુકિંગ 2 માર્ચ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી  વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે.  ટ્રેનના ઓપરેટિંગ સમય, રોકાણ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPનું  પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1801905) Visitor Counter : 141