માહિતી અને પ્રસારણ મંત્રાલય

મોરબી જિલ્લાની મોટીબરાર મોડેલ સ્કૂલ-ખાતે ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોક સંપર્ક બ્યુરો કચ્છ- ભુજ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી

Posted On: 26 FEB 2022 6:41PM by PIB Ahmedabad

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રેરક કાર્યક્રમનું મોટી બરાર સ્થિત સરકારી મોડેલ સ્કૂલ ખાતે પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. મ જેમા વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહભાગી થઈ આઝાદીના લડવૈયાઓને આદરાંજલિ અર્પણ કરી હતી.

કાર્યક્રમમાં ગામના અગ્રણી સરપંચ સુરેશભાઈ ડાંગર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય તબીબ ડૉ. નિરાલીબેન, મોરબી જિલ્લા મદદનીશ શિક્ષણ નિરીક્ષક શૈલેષભાઈ મેરજા, આંગણવાડી સંચાલક, આશા વર્કર બહેનો તથા પ્રાથમિક શાળાના શિક્ષકગણ એ હાજરી  આપી હતી. 
ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો આયોજિત વિવિધ સ્પર્ધા માં વિજેતા થયેલ સ્પર્ધકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો કચ્છ-ભુજથી આ પ્રસંગે  કમલેશભાઈ મહેશ્વરીએ કાર્યક્રમનો હેતુ  અંગે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર  દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વર્ષાબેન મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.


ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ ભર મા આઝાદી કા અમૃત મહોત્સવની આગવી ઉજવણી થઇ રહી છે.ત્યારે છેવાડાનાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર માં ખાસ કરીને  નવી પેઢી ભારતીય આઝાદીના અમૃત મહોત્સવ અંગે જાણકારી મેળવે તેવા ઉદ્દાત હેતુ સાથે ભારત સરકાર નાં માહિતી અને પ્રસારણ વિભાગના ક્ષેત્રીય લોક સંપર્ક બ્યુરો કચ્છ- ભુજ દ્વારા પ્રેરક  આયોજન કરવામાં આવી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1801430) Visitor Counter : 185