સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ બનવા માટેની રૂબરૂ મુલાકાત (વોક ઇન ઇન્ટરવ્યું)
Posted On:
25 FEB 2022 4:33PM by PIB Ahmedabad
પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ/ ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓની ડાયરેક્ટ એજન્ટ તરીકે નિમણૂંક આપવાની છે. આથી નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 08/03/2022 ના રોજ પ્રવર અધિક્ષક ડાકઘર, અમદાવાદ, સીટી ડીવીઝન, આશ્રમ રોડ, અમદાવાદ - 09 ની કચેરીએ સવારે 11:00 કલાકે અરજી, અસલ પુરાવા BIO-DATA, પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉંમરનો દાખલો, શૈક્ષણિક લાયકાત, વીમા ક્ષેત્રે અનુભવના પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવું.
લાયકાત : SSC પાસ
ઉમર : 18 થી 50 વર્ષ
પૂર્વ વીમા એજન્ટ / આંગણવાડી કાર્યકરો / મહિલા મંડળના કાર્યકરો / એક્સ સર્વિસમેન / ગ્રામ પ્રધાન / ગ્રામ પંચાયતના સભ્યો / બેરોજગાર-સ્વરોજગાર ધરાવતા યુવકો વગેરે ઉપર જણાવેલ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ હાજર રહેવું.
મહેનતાણું : સ્રરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1801095)
Visitor Counter : 170