રેલવે મંત્રાલય

અમદાવાદ રેલ મંડળે ચાલુ નાણાંકીય વર્ષમાં 34 મિલિયન ટન માલ લોડ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

Posted On: 21 FEB 2022 9:12PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝને ચાલુ નાણાંકીય વર્ષમાં 20મી ફેબ્રુઆરી 2022 સુધી અત્યાર સુધીમાં 326 દિવસમાં 34 મિલિયન ટન માલનું લોડિંગ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

વધુ વિગતો આપતાં ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી તરૂણ જૈને જણાવ્યું હતું કે 'હંગરી ફોર કાર્ગો'ના આદર્શ ખ્યાલને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે અમદાવાદ ડિવિઝન દ્વારા શરૂ કરાયેલા નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે.

 

આ વર્ષે મુખ્ય નૂર વસ્તુઓમાં કન્ટેનર, ખાતર, કોલસો, પેટ્રોલિયમ ઉત્પાદનો, સિમેન્ટ, મીઠું, સામાન્ય માલ, સ્ટીલ પાઇપ, ઓટોમોબાઇલ વગેરે કોમોડિટીઝનો સમાવેશ થાય છે જેમાં ગયા વર્ષની સરખામણીમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેમ કે કન્ટેનર (+25%), પેટ્રોલિયમ ઉત્પાદનો (+32%), આયર્ન/સ્ટીલ (+200%), મીઠું (+57%), ઓટોમોબાઈલ (30%) લોડ કરવાના વર્તમાન વલણને ધ્યાનમાં રાખીને બોર્ડે ચાલુ નાણાંકીય વર્ષમાં લગભગ 38 મિલિયન ટન લોડીંગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ડિવિઝનનું સૌથી વધુ વાર્ષિક લોડિંગ હશે. ડિવિઝન દ્વારા સરેરાશ 2344.31 વેગન લોડિંગ કરવામાં આવી રહ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 13.57% વધુ છે.

બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU), અમદાવાદ હેઠળ નૂર લોડિંગ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ગ્રાહકોને માલના લોડિંગમાં વિવિધ રાહતો આપવામાં આવી છે, જેના પરિણામે ડિવિઝનના નૂર લોડિંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે.

આ સાથે, આ નાણાંકીય વર્ષમાં 19 ફેબ્રુઆરી 2022 સુધીમાં 4400 કરોડની આવક મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જે તેના છેલ્લા નાણાંકીય વર્ષ 19 ફેબ્રુઆરી 2021 સુધીમાં 4167 કરોડ રૂપિયાની આવકથી લગભગ 233 કરોડ રૂપિયાથી વધુ છે આ વર્ષે આવક વૃદ્ધિ દર 5.77% છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1800143) Visitor Counter : 137