સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
પોસ્ટેડ ઓન:
14 FEB 2022 3:10PM by PIB Ahmedabad
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), “સ્પીડપોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-38004 ની કચેરી ખાતે તારીખ 23.02.2022 (બુધવાર) ના રોજ 11:00 કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદ ને લગતી ટપાલ સેવા સબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી બી.રાઘવેન્દ્ર, સહાયક નિદેશક ડાક સેવા (એસ. & આઈ.), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ને તારીખ 17.02.2022 (ગુરુવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1798268)
મુલાકાતી સંખ્યા : 185