કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 2021 માટે અરજી કરવાની અંતિમ તારીખ 11.02.2022

Posted On: 10 FEB 2022 7:44PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2021 યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેના અંતર્ગત સિવિલ સર્વિસિઝ દિવસ એટલે 21 એપ્રિલ 2022ના રોજ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, 2022થી લંબાવીને 11 ફેબ્રુઆરી, 2022 કરવામાં આવી છે.

આ એવોર્ડ દેશભરમાં ઉમદા અને ઉદાહરણીય કામગીરી કરનારા સિવિલ સર્વન્ટ્સની ઓળખ કરવા માટે એનાયત કરવામાં આવશે. વર્ષ 2021 માટેના પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન નીચેના ક્ષેત્રોમાં યોગદાન આપનારા સિવિલ સર્વન્ટ્સને એનાયત કરવામાં આવશે, જે આ પ્રમાણે છેઃ
એ) પોષણ અભિયાનમાં “જનભાગીદારી¨ને પ્રોત્સાહન
બી) ખેલો ઈન્ડિયા યોજના દ્વારા ખેલકૂદ અને સુખાકારી ક્ષેત્રે ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન
સી) વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ યોજના દ્વારા સમગ્રતયા વિકાસ
ડી) માનવ હસ્તક્ષેપ વિના એન્ડ ટુ એન્ડ સેવા પ્રદાન કરવી
એફ) ઈનોવેશન્સ

પીએમ એવોર્ડ્સ માટે નોંધણી કરવા માટે વેબ પોર્ટલ http//pmawards.gov.in તા. 3 જાન્યુઆરી, 2022થી શરુ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી, 2022 કરવામાં આવી છે.

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1797387) Visitor Counter : 137