રેલવે મંત્રાલય

વડોદરા ડિવિઝનના 5 રેલવે કર્મચારીઓને સંરક્ષા ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરવા માટે "મેન ઓફ ધ મંથ" પુરસ્કાર

Posted On: 01 FEB 2022 9:31PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના પાંચ રેલવે કર્મચારીઓને સંરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવા બદલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા "મેન ઓફ મંથ" પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે.


અંગે માહિતી આપતા સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી રાજ કુમાર અમ્બિગરએ જણાવ્યું હતું કે, ડિવિઝનમાં ફરજ પર હોય ત્યારે રેલવે કર્મચારીઓની સજાગતા, સતર્કતા અને જાગરુકતા સાથે કામ કરવાથી રેલવે દુર્ઘટનાઓ ટાળી શકાય છે.

આવી નોંધપાત્ર કામગીરી કરનાર ડિવિઝનના પાંચ રેલવે કર્મચારીઓને મહિનાના મેન ઓફ મંથ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમની કામગીરી દરમિયાન તેમની સજાકતા,સતર્કતા અને જાગરુકતાથી સંભવિત રેલવે અકસ્માતોને ટાળી શકાયા હતા.


પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્મચારીઓને પુરસ્કૃત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમિત ગુપ્તાએ તમામ સન્માનિત રેલવે કર્મચારીઓને પ્રમાણપત્રો અને રોકડ ઈનામો આપીને સન્માનિત કર્યા હતા.

SD/GP/JD



(Release ID: 1794548) Visitor Counter : 94