રેલવે મંત્રાલય

વડોદરા સ્થિત નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે દ્વારા તેનો 71મો સ્થાપના દિવસ ઉજવાયો

Posted On: 01 FEB 2022 12:03PM by PIB Ahmedabad

ભારતીય રેલવેની પ્રતિષ્ઠિત સંસ્થા વડોદરાની નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે (NAIR) તેનો 71મો   સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો.

પ્રસંગે માહિતી આપતા નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિરેન્દ્રકુમાર ટેલરે જણાવ્યું હતું કે પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના કુલપતિ ડો. હસમુખ ડો. અઢિયા, (નિવૃત્ત IAS), હાજર રહ્યા હતા.એકેડેમીના મહાનિદેશક શ્રી સંજય પાલ સિંહ ચૌહાણના ઉત્સાહપૂર્ણ નેતૃત્વ અને દેખરેખ હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવેએ પાછલા વર્ષોની જેમ વર્ષે પણ એકેડેમીનો 'વિશિષ્ટ સ્નાતક પુરસ્કાર' શ્રી પ્રદીપ કુમાર, IRSSE (સેવાનિવૃત્ત), પૂર્વ સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), રેલવે બોર્ડ, રેલવે મંત્રાલય, નવી દિલ્હીને અર્પણ કર્યો હતો,જેઓ ભારતીય રેલવે સિગ્નલ એન્જિનિયર્સ સર્વિસ (IRSSE) ના 1981 બેચના વરિષ્ઠ અને અનુભવી અધિકારી રહ્યા છે. કાર્યક્રમમાં ગત વર્ષે વિવિધ તાલીમ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તાલીમાર્થી અધિકારીઓના નામની જાહેરાત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનિદેશક નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે શ્રી એસપીએસ ચૌહાન અને ઉપ મહાનિદેશક ડૉ. કમલેશ ગોસાઈં અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ દરમિયાન ફાઉન્ડેશન પ્રોગ્રામમાં તાલીમ લઈ રહેલા પ્રોબેશનર ઓફિસરો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિથી ભરપૂર એક લઘુ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ યોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. હાલમાં તાલીમ લઈ રહેલા ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓ અને ફેકલ્ટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1794101) Visitor Counter : 205