વહાણવટા મંત્રાલય

લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગમાં બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન - આગામી 25 વર્ષ માટે ‘અમૃત કાલ’ ની પહેલ


પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયનોઆ પ્લાન ગ્રીન પોર્ટ્સ માટે નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ બની રહેશે

Posted On: 30 JAN 2022 11:56AM by PIB Ahmedabad

બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) વિવિધ ગ્રીન પોર્ટ પગલાંઓ પર વિચાર કરી રહ્યું છે. લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગ (ટ્રાન્સશિપમેન્ટ સહિત)માં પરિવર્તન માટેનો પ્લાન ગ્રીન પોર્ટ્સ માટે નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ બની રહેશે.

સંદર્ભમાં, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા 'ભારતીય બંદરો અને દરિયાઈ સંસ્થાઓ માટે મુખ્ય પર્યાવરણ, સલામતી અને આરોગ્ય ક્ષેત્રોમાં યુનાઈટેડ નેશન્સ-સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (UN-SDG) લક્ષ્યાંકો' પર કાર્યકારી સમૂહ (સમિતિ)ની રચના કરવામાં આવી હતી. શ્રી એસ.કે મહેતા, IFS, ચેરમેન, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ. સમૂહે શ્રેષ્ઠ કાર્ય વ્યવસ્થા રજૂ કરવા અને પ્રદૂષણના પ્રશ્નનો સામનો કરવા ગ્રીન શિપિંગને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યક્ષમ યોજના ઘડી કાઢી છે.

બ્લુ ઈકોનોમી એક્શન પ્લાન હેઠળ આગામી 25 વર્ષમાં એટલે કે ઈન્ડિયા વિઝન @ 2047માં અમલમાં મૂકવામા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે. જે ભારત સરકારના 'અમૃત કાલ' લક્ષ્યો સાથે સંકલિત છે.

ગ્રીન પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ્સ અને પહેલની માહિતી નીચે મુજબ છે:

રિન્યુએબલ એનર્જી અને એનર્જી મેનેજમેન્ટ અંતર્ગતડીપીટી પહેલાંથી 20 મેગાવોટ પવન ઊર્જા ઉત્પન્ન કરી રહી છે અને 10 મેગાવોટની નજીક વેચી રહી છે. નવેમ્બર' 2021 સુધી, વધારાની આવકનો સ્ત્રોત: 15.26 કરોડ બન્યો છે. ઉપરાંત, ચાર 100 T અને 120 T (2 નંગ દરેક) ક્ષમતાની મોબાઇલ હાર્બર ક્રેન જે હાલમાં ડીઝલ પર ચાલે છે, તેને ઇલેક્ટ્રિક સપ્લાય પર સ્વિચ કરવામાં આવશે.

જ્યારે એનર્જી મેનેજમેન્ટ અને મોનિટરિંગપર CISCO IOT પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે તેમજ પોર્ટમાં 1500 LED લગાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત ભવિષ્યમાં સ્માર્ટ લાઇટિંગ માટેનો પ્લાન પણ અમલી કરવાની વિચારણા થઈ રહી છે.

પ્રદૂષણ ઘટાડવા અને યાંત્રીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 06.01.2022ના રોજ 34H કોલસા યાર્ડમાં કોલ ડસ્ટ સપ્રેશન સિસ્ટમ માટે સ્પ્રિંકલિંગ સિસ્ટમના SITC માટે LOA આપવામાં આવ્યો હતો. ઉપરાંત, તા. 21.12.2021ના રોજ ટ્રક માઉન્ટેડ મિસ્ટ કેનન્સ અને રોડ/જેટી સ્વીપિંગના કામ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ટ્રકે મિસ્ટ કેનન્સ અને રોડ/જેટી સ્વીપીંગ મશીનો પોર્ટ વિસ્તારમાં કાર્યરત કર્યા હતા. સાથે કોલસાની ધૂળને રોકવા માટે સ્ટોરેજ એરિયામાં સ્ક્રીન-વોલ લગાવવામાં આવી રહી છે તેમજ બર્થ નંબર-14 માટે યાંત્રીકરણનું આયોજન, ટેન્ડર પહેલેથી ચાલુ છે. સંગ્રહ વિસ્તાર પુનઃવિકાસ ચાલુ છે. અહીં કોલસાના બર્થ માટે કન્વેયર દ્વારા કોલસાના સંચાલનને યાંત્રિક બનાવવાની યોજના છે.

રિસાયક્લિંગ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં ટાઉનશીપ માટે 1.00 MLD EOI આમંત્રિત કર્યા છે તેમાં ગાંધીધામમાં 0.6 MLD અને કંડલામાં 1.5 MLDનો સમાવેશ થાય છે. ઉપરાંત, ટાઉનશીપમાં ભાવિ પ્રોજેક્ટ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તેમજ પેપરલેસ કામગીરી- -ઓફિસ, EBS, RFID વગેરે ચાલુ છે.

જ્યારે ડીપીટીએ પોર્ટ પર ગ્રીન કવર વધારીને ગ્રીન બેલ્ટ પહેલ અમલી બનાવી છે, અને તેનો ધ્યેય 33% ગ્રીનબેલ્ટ કવર કરવાનો છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1793633) Visitor Counter : 171