રેલવે મંત્રાલય

રેલ્વે ભરતી બોર્ડ અમદાવાદે એનટીપીસી અને આરઆરસી ઉમેદવારોને તેમના મુદ્દાઓ જાણવાની તક આપી

Posted On: 28 JAN 2022 8:34PM by PIB Ahmedabad

એનટીપીસી ના  ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા એક ઉચ્ચ શક્તિ સમિતિની રચના કરવામાં આવી છે:-

1. વર્તમાન  શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ઉમેદવારોને અસર કર્યા વિના CEN 01/2019 (NTPC) ના પહેલા તબક્કાના CBT ના પરિણામ  અને બીજા તબક્કાના CBT માટે  ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ માટે ઉપયોગમાં લેવા માં આવતી કાર્ય પદ્ધતિ.

 2 CEN RRC 01/2019 માં બીજા તબક્કાના CBT વિશે આ દિશામાં, જે ઉમેદવારો ઉપરોક્ત સંદર્ભમાં પોતાની ચિંતાઓ અથવા ફરિયાદો નોંધાવવા ઈચ્છે છે તે ઉમેદવારો પોતાની ફરિયાદ કામકાજના દિવસોમાં 11.00 વાગ્યાથી 16:00 વાગ્યા સુધી 16 ફેબ્રુઆરી 2022 સુધી ફરિયાદ સેલ, મંડળ રેલ પ્રબંધકની ઓફિસ જીસીએસ  હોસ્પિટલ સામે નરોડા રોડ અમદાવાદ ગુજરાત-382345 માં હાજર થઈને પોતાની ફરિયાદ નોંધાવી શકશે. અને ફોન નંબર (શ્રી લલિતકુમાર  ઝા મુખ્ય કલ્યાણ નિરીક્ષક) 9724093618 અને રેલ્વે ઓટોફોન નં. 093-44726 અને (શ્રી સ્ટીફન ડાભી ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ ફરિયાદ સેલ) મોબાઈલ નં. 9601346554 પર વિગતવાર પોતાનું નામ, મોબાઈલ નંબર અને એનટીપીસી  પરીક્ષાનો રોલ નંબર આપીને ફરિયાદ નોંધાવી શકે છે.

SD/GP/JD

 

 



(Release ID: 1793394) Visitor Counter : 101