ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
IIT ગાંધીનગર દેશભરના 200 JNVની લગભગ 10,000 વિજ્ઞાન જ્યોતિ સ્કોલર્સ માટે ‘સ્પાર્કલ સિરીઝ’ શરૂ કરશે
યુવા વિદ્યાર્થિનીઓમાં STEMને લોકપ્રિય બનાવવાનો હેતુ
સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ-IITGN, અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન અને IBM ઈન્ડિયાએ સાપ્તાહિક ઇન્ટરએક્ટિવ ઓનલાઈન શ્રેણી શરૂ કરવા હાથ મિલાવ્યા
સ્પાર્કલ સિરીઝ વિજ્ઞાન અને ગણિતના અભ્યાસક્રમના વિષયોને વિવિધ હેંડ્સ-ઑન પ્રવૃત્તિઓ અને ઓપન-એન્ડેડ અનુભવાત્મક શિક્ષણ સાથે આવરી લેશે
પ્રથમ એપિસોડ 22 જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 3 થી 4:30 વાગ્યા દરમિયાન CCLની યુટ્યુબ ચેનલ પર લાઇવ થશે
Posted On:
20 JAN 2022 4:29PM by PIB Ahmedabad
દેશના અંતરિયાળ ભાગોમાંથી ઉચ્ચત્તર માધ્યમિકની યુવા વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિશે ઉત્સાહિત કરવાના કેન્દ્રિત પ્રયાસરૂપે, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) ખાતે સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL) અને અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (AIF)એ સમગ્ર દેશમાં જવાહર નવોદય વિદ્યાલય (JNVs)ની ધોરણ 11ની વિજ્ઞાન જ્યોતિ સ્કોલર્સ માટે ઓનલાઈન ઇન્ટરેક્ટિવ એજ્યુકેશન પ્રોગ્રામ ‘સ્પાર્કલ સિરીઝ’ શરૂ કરવા હાથ મિલાવ્યા છે.
IBM India દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ નવ-એપિસોડની શ્રેણી, દેશભરના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 200 જિલ્લાઓમાં 200 જવાહર નવોદય વિદ્યાલયોમાં લગભગ 10,000 વિજ્ઞાન જ્યોતિ વિદ્યાર્થિનીઓ સુધી પહોંચે તેવી અપેક્ષા છે. 22 જાન્યુઆરી, 2022 થી શરૂ કરીને, ‘સ્પાર્કલ સિરીઝ’ દર શનિવારે CCLની યુટ્યુબ ચેનલ પર બપોરે 3 થી 4:30 વાગ્યા દરમિયાન લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ની વિજ્ઞાન જ્યોતિ યોજનાના ઉદ્દેશ્યોને અનુરૂપ, જેનો હેતુ શિક્ષણના શરૂઆતના વર્ષો દરમિયાન કેન્દ્રિત હસ્તક્ષેપ કરીને STEM ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે, ‘સ્પાર્કલ સિરીઝ’નો હેતુ છે કે રોજિંદા જીવનમાંથી આ વિષયોના છુપાયેલા રહસ્યો, સુંદરતા અને જાદુને ઉજાગર કરીને યુવાન યુવતીઓને STEM વિશે ઉત્સાહિત કરે.
ઓનલાઈન પ્રોગ્રામ સહભાગીઓને નિયમિત અભ્યાસક્રમ આધારિત વિજ્ઞાન શિક્ષણથી આગળ લઈ જશે અને તેમને વૈજ્ઞાનિક સ્વભાવ અને ઉત્સાહ વધારવામાં મદદ કરશે. આ શ્રેણીમાં ઇન્ટરેક્ટિવ સત્રો વિજ્ઞાન અને ગણિતના અભ્યાસક્રમના વિષયો પર આધારિત હશે પરંતુ તેમાં કાગળ, શાકભાજી, પ્લેયિંગ કાર્ડ્સ, સંગીતનાં સાધનો, વિવિધ પ્રકારની વ્હિસલ, સાયકલ વગેરે જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. વિચાર એ છે કે વિદ્યાર્થિનીઓ આ વિષયોની સહજ સુંદરતા શોધી શકે અને વિવિધ પ્રકારના હેંડ્સ-ઑન પ્રોજેક્ટ્સ, પ્રવૃત્તિઓ અને ખુલ્લા પ્રશ્નો સાથે અજાયબીની ભાવના વિકસાવે.
આ શ્રેણીના ઉદ્દેશ્યો વિશે વિગતવાર જણાવતા, પ્રોફેસર મનીષ જૈન, હેડ, CCL, IITGN, એ જણાવ્યું કે, “પરંપરાગત રીતે ઘણી ઓછી સ્ત્રીઓ STEMમાં કારકિર્દી બનાવે છે અને પરિણામે સમાજ તરીકે આપણે આપણાં કેટલાક તેજસ્વી મગજના યોગદાનને ગુમાવી દઈએ છીએ. અમે STEM વિષયોને આકર્ષક અને પ્રેરણાદાયી બનાવીને શાળાની છોકરીઓને પ્રાથમિક રીતે વિજ્ઞાન અને ગણિતમાં જોડવા માટે JNV, AIF અને IBM સાથે સહયોગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. ગણિત/વિજ્ઞાન આપણા જીવન સાથે કેવી રીતે સંબંધિત છે તે બતાવવા પર આ શ્રેણીમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ શ્રેણીમાં, અમે ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમના વિષયોની આંતરિક સુંદરતાને આકર્ષક અને રસપ્રદ પ્રવૃત્તિઓ, હેંડ્સ-ઑન પ્રોજેક્ટ્સ, ઐતિહાસિક વાર્તાઓ અને ખુલ્લા પ્રશ્નો દ્વારા ઉજાગર કરીશું.”
સ્પાર્કલ સિરીઝના મહત્વ વિશે બોલતા, અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશનના ડિજિટલ ઈક્વલાઈઝરના ડિરેક્ટર, સંયુક્તા ચતુર્વેદીએ જણાવ્યું કે, “વર્ગખંડો માત્ર સૈદ્ધાંતિક શિક્ષણનું સ્થાન ન હોવા જોઈએ, પરંતુ એક સહયોગી અને ઇન્ટરેક્ટિવ શીખવાની જગ્યા હોવી જોઈએ જે વિદ્યાર્થિનીઓને આ ઝડપથી બદલાતી 21મી સદીમાં સફળ ભવિષ્ય માટે તૈયાર કરે. તમને છે. આ અભિગમ સાથે, AIFનો ડિજિટલ ઇક્વેલાઇઝર પ્રોગ્રામ વિદ્યાર્થિનીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને STEM લર્નિંગ અને 21મી સદીના કૌશલ્યોથી વિદ્યાર્થીઓનું સશક્તિકરણ કરી રહ્યો છે. સ્પાર્કલ સિરીઝ – જે STEM પર આકર્ષક વર્કશોપ્સ છે - દ્વારા આ વિઝનને આગળ વધારવા માટે સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ, IIT ગાંધીનગર સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે.”
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1791208)
Visitor Counter : 300