સંરક્ષણ મંત્રાલય
NCC નિદેશાલય, ગુજરાત શહીદોના સ્વજનોને સન્માનિત કરશે
પોસ્ટેડ ઓન:
14 JAN 2022 8:54PM by PIB Ahmedabad
ભારતની સ્વતંત્રતાની 75મી જયંતિની ઉજવણીના ભાગરૂપે NCC નિદેશાલય ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવના અધિકારીઓ, કર્મચારીઓ અને કેડેટ્સ 26મી જાન્યુઆરી, 2022ના રોજ આયોજિત પ્રજાસત્તાક દિનની ઉજવણી કાર્યક્રમમાં શહીદોના સ્વજનોને સન્માનિત કરશે.
“શહીદો કો શત શત નમન” કાર્યક્રમનું આયોજન “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગરૂપે હાથ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહીદોના પરિવારજનોને સન્માનિત કરીને શહીદોને શ્રદ્ધાજંલી આપવાનો અને લોકોને બહાદૂર સપૂતોના સર્વોચ્ચ બલિદાનની યાદ અપાવવાનો છે.
NCCના અધિકારીઓ, કર્મચારીઓ અને કેડેટ્સ આ કાર્યક્રમ દરમિયાન શહીદોના પરિવારજનોની મુલાકાત કરશે અને તેમને “કૃતજ્ઞતા સ્મૃતિપદક” સુપરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માનનીય પ્રધાનમંત્રી આ દરમિયાન રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલી પાઠવશે
SD/GP/JD.
(રીલીઝ આઈડી: 1790015)
મુલાકાતી સંખ્યા : 155