રેલવે મંત્રાલય

વડોદરા ડિવિઝન પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો

Posted On: 11 JAN 2022 5:18PM by PIB Ahmedabad

હાલ કોરોના રોગચાળાના વધતા ચેપને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મ પર મુસાફરોની સંખ્યા ને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાત્કાલિક અસરથી વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો દર ₹30 અને આનંદ, નડિયાદ, છાયાપુરી, ગોધરા, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પર ₹20 અને અન્ય સ્ટેશનો પર ₹10 કરવામાં આવશે. ઉપરોક્ત દરો 31 જાન્યુઆરી, 2022 સુધી અમલમાં રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1789132) Visitor Counter : 82