નાણા મંત્રાલય

સીજીએસટી દ્વારા ગાંધીધામમાં રિવેમ્પ્ડ ટ્રેડ ફેસિલિટેશન સેન્ટ્રર લોન્ચ કરાયું

Posted On: 31 DEC 2021 11:48AM by PIB Ahmedabad

આઝાદીના 75 વર્ષની ઉજવણી (આઝાદી કા અમૃત મહોત્સવ) ની ઉજવણીમાં શરૂ કરાયેલા વિવિધ કાર્યક્રમોના ભાગ રૂપે, “રિવેમ્પ્ડ ટ્રેડ ફેસિલિટેશન સેન્ટર (TFC) ને GST શવન, પ્લોટ નંબર 82, સેક્ટર-8 રમીલા ગ્રાઉન્ડ પાસે, ગાંધીધામ-370201  ખાતે 30.12.2021 ના ​​રોજ કમિશનર, CGST કમિશનરેટ કચ્છ (ગાંધીધામ) શ્રી અનિલ કુમાર જૈન લોન્ચ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ટ્રેઝરર શ્રી હરીશ મહેશ્વરી, પ્રમુખ શ્રી નવનીત ગજર,  કંડલા ટિમ્બર એસોસિએશનના  વાઈસ પ્રેસિડન્ટ શ્રી હેમચંદ્ર યાદવ અને વિવિધ ટ્રેડ એસોસિએશન તથા ઈન્ડસ્ટ્રીસના સભ્યો હાજર રહ્યા હતા. ટીએફસી એક સ્થાનિક હેલ્પ ડેસ્ક તરીકે ચોક્સ માહિતી મેળવવા માગતા કરદાતાઓને મદદ કરશે તથા રજિસ્ટ્રેશન, રિફંડ, રજિસ્ટ્રેશનના કેન્સલેશનના રિવોકેશન તથા જીએસટી એક્ટમાં તાજા ફેરફાર અને સુધારા ઉપરાંત કાયદા અને નિયમો તથા ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા વેપારને મૈત્રીપૂર્ણ એવા પગલાંઓની માહિતી પણ અપાશે. વિભાગ દ્વારા કરદાતાઓને સમસ્યા-ફરિયાદના નિરાકરણ માટે ટીએફસીની સુવિધાનો લાભ લેવા અપીલ કરાઈ છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1786492) Visitor Counter : 206